suratsurat

surat : ખાનગી શાળાઓની ( private school ) મસમોટી ફીસ અને બીજા ખર્ચાઓએ મધ્યમ વર્ગના વાલીઓના ખિસ્સા ખાલી કરી દીધા છે ત્યારે સરકારી સ્કૂલ ( goverment school ) ના નવા ઇન્ફ્રા સ્ટ્ક્ચર અને મફત સિક્ષણ ( free education ) ના વધતા જતા ક્રેઝના કારણે હવે સ્કૂલની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. સામાન્ય રીતે વહેલી સવારે લાંબી લાઈનો કોઈ મોટા સેલ, ધાર્મિક સ્થળ કે પ્રાઈવેટ સ્કૂલના ફોર્મ માટે જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં દૃશ્યો કંઈક અલગ જ છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ રાત ઉજાગરા કરી રહ્યા છે. અહીં એડમિશન માટે વહેલી સવારે 5:00 વાગ્યાથી વાલીઓ લાઈન લગાવીને ઊભા રહી જાય છે, જે દર્શાવે છે કે હવે શિક્ષણનું સ્તર બદલાઈ રહ્યું છે.

https://dailynewsstock.in/gujarat-rape-delhi-dahod-hospital-police-station/

surat

https://youtube.com/shorts/O00N_33uZbs

surat : ઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાની બહાર અત્યારે મેળા જેવો માહોલ છે. વાલીઓ સવારે 5 વાગ્યાથી શાળાના ગેટ પર પહોંચી જાય છે. રસપ્રદ વાત એ છે કે, લાઈનમાં પોતાનો નંબર જળવાઈ રહે તે માટે વાલીઓએ બુટ અને ચપ્પલની લાઈન લગાવી દીધી છે. અડધા કિલોમીટર લાંબી આ લાઈન માત્ર એડમિશનનું ફોર્મ કે ટોકન મેળવવા માટે છે. વાલીઓનું કહેવું છે કે, જો મોડા પડીએ તો ટોકન મળતું નથી અને બાળક એક સારા શિક્ષણથી વંચિત રહી જાય તેવી બીક રહે છે.

surat : ખાનગી શાળાઓની ( private school ) મસમોટી ફીસ અને બીજા ખર્ચાઓએ મધ્યમ વર્ગના વાલીઓના ખિસ્સા ખાલી કરી દીધા છે

surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 334ના પ્રધાનાચાર્ય ચેતન હીરપરા જણાવે છે કે, આ મહારાજા કેમ્પસમાં ત્રણ શાળાઓ કાર્યરત છે. અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ માત્ર માર્કશીટ નહીં પણ બાળકના જીવનના ગુણો ખીલે તેવા પ્રયાસો કરીએ છીએ. રમતગમતનું વિશાળ મેદાન, સંગીત અને ચેસ જેવી પ્રવૃત્તિઓમાં અમારા બાળકો મોખરે રહે છે. આ વર્ષે 1500 બાળકોએ ચેસમાં ભાગ લીધો હતો. આ સર્વાંગી વિકાસ જોઈને જ વાલીઓ વહેલી સવારથી લાઈન લગાવે છે.

surat : એડમિશન ( admission ) પ્રક્રિયાના માત્ર બે જ દિવસમાં રજિસ્ટ્રેશનનો આંકડો ચોંકાવનારો રહ્યો છે. પહેલા દિવસે 901 અને બીજા દિવસે અંદાજે 600થી 700 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. હજુ બે દિવસની પ્રક્રિયા બાકી છે. જોકે, શાળાની ક્ષમતા મુજબ આ વર્ષે માત્ર 400 જેટલા નવા બાળકોને જ પ્રવેશ આપી શકાય તેમ છે. વધુ પડતા ધસારાને કારણે શાળા પ્રશાસન દ્વારા નામ નોંધણી બાદ ડ્રો પદ્ધતિથી પારદર્શક રીતે એડમિશન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

surat : લાઈનમાં ઉભેલા વાલી રવિ વસોયાએ જણાવ્યું હતું કે, મારે મારા બાળકનું ત્રીજા ધોરણમાં એડમિશન કરાવવું છે. અત્યારે અમે પ્રાઈવેટ સ્કૂલમાં 16થી 20 હજાર સુધીની ફી ભરીએ છીએ, પણ આ મહારાજા સ્કૂલ વિશે જે સાંભળ્યું છે તે પ્રાઈવેટ કરતા પણ શ્રેષ્ઠ છે. ગયા વર્ષે પણ અમે પ્રયત્ન કર્યો હતો પણ નંબર લાગ્યો નહોતો, એટલે આ વખતે વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી ગયા છીએ જેથી બાળકને અહીં પ્રવેશ મળે અને તેનું ભવિષ્ય સુધરે.

surat : અન્ય એક વાલી જાનવી અમિતભાઈ પટેલે પોતાની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, મારે એક બાળકને પહેલામાં અને બીજાને ત્રીજા ધોરણમાં એડમિશન અપાવવું છે. હાલમાં જે પ્રાઈવેટ સ્કૂલમાં બાળકો જાય છે, ત્યાં 18,000 રૂપિયા ફી છે, જે ભરવામાં આર્થિક રીતે તકલીફ પડી રહી છે. અમારા ઓળખીતાના બાળકો અહીં ભણે છે અને તેમનું પ્રોગ્રેસ જોઈને અમને ખાતરી થઈ છે કે આ શાળાના શિક્ષકો અને અહીંની પ્રવૃત્તિઓ ખરેખર પ્રશંસનીય છે. અમારું બાળક અહીં આગળ આવશે એવો અમને વિશ્વાસ છે.

surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આવેલું આ પરિવર્તન સમગ્ર રાજ્ય માટે એક મોડેલ બની રહ્યું છે. હાઈટેક ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, અનુભવી શિક્ષકો અને ઈતર પ્રવૃત્તિઓના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ હવે હિંમતભેર પ્રાઈવેટ સ્કૂલોને ‘બાય-બાય’ કહી રહ્યા છે. ઉતરાણની આ શાળાની લાઈન એ સાબિતી છે કે જો સરકારી સંસ્થાઓમાં દાનત અને સુવિધા હોય, તો જનતાનો વિશ્વાસ આપોઆપ જીતી શકાય છે.

115 Post