surat : સુરતના ( surat ) માંગરોળમાં ( mangrol ) મોટા બોરસરા ગામના પાટિયા પાસે મોડીરાત્રે એક યાર્ન ગોડાઉનમાં ભીષણ આગ ( fire ) લાગવાની ઘટના સામે આવી હતી. આગની જાણ થતાં જ પાંચ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગ ( fire department ) ની ટીમોએ પાંચ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે, ફાયર ટીમો પહોંચે એ પહેલાં જ આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ યાર્નનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.

https://youtube.com/shorts/2DdYjXOFCpo?feature=share

https://dailynewsstock.in/2025/01/23/gujarat-rajkot-police-murder-father-lover/

સુમિલોન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ભાવેશ ગામીતે જણાવ્યું હતું કે, આગની ઘટનાને પગલે પહેલા અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ફાયર ટીમોને જાણ કરાઇ હતી. જેને લઇને કામરેજ ( kamrej ) , ટોરેન્ટ ( torrent ) , બારડોલી ( bardoli ) , પાનોલી સહિતની ફાયર ટીમો ( fire team ) સ્થળ પર દોડી આવી હતી. પાંચ-છ કલાક સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કોઈ જાનહાનિ થઈ નથી.

surat : સુરતના ( surat ) માંગરોળમાં ( mangrol ) મોટા બોરસરા ગામના પાટિયા પાસે મોડીરાત્રે એક યાર્ન ગોડાઉનમાં ભીષણ આગ ( fire ) લાગવાની ઘટના સામે આવી હતી.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગોડાઉન માલિક ભાવુક થઈને રડી પડ્યા હતા. ગોડાઉનના માલિક વિજય ખટીકના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં તેમને આશરે 20થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ ગોડાઉનમાં લગભગ 15થી 20 કામદાર કામ કરતા હતા, જેમની રોજી-રોટી પર પણ અસર થઈ છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, 36 કલાક અગાઉ માંગરોળ તાલુકાના છમુછલ ગામની સીમમાં પોલિએસ્ટર ધાગા બનાવતી એક કંપનીમાં પણ આગ લાગી હતી. જેમાં પણ કંપનીના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જીઆઈડીસીનાં અલગ-અલગ યુનિટોમાં વધી ગયેલી આગની ઘટનાઓને લઇને લોકો ચિંતામાં મુકાયા છે.

પોલિએસ્ટર ધાગાનું ઉત્પાદન કરતી કંપનીમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ગંભીરતાને જોતાં તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. સુરત સિટી ( surat city ) , માંડવી, કામરેજ, સુમિલોન સહિત કુલ 10 ફાયર ટીમને ઘટનાસ્થળે તાત્કાલિક મોકલવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની લપેટમાં કંપનીની આખી બિલ્ડિંગ આવી ગઈ હતી, જેના કારણે કંપનીના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

70 Post