crime : પંચમહાલ જિલ્લાના ( panchmahal district ) ગોધરામાં ( godhara ) ગુજરાત એટીએસ ( gujarat ats ) ની ટીમે સ્થાનિક પોલીસને ( local police ) સાથે રાખી સર્ચ હાથ ધર્યું હતું. જેમાં ગોધરાના લધુમતી વિસ્તારમાંથી બે શંકાસ્પદ શખ્સોને ઉઠાવ્યા હોવાની જાણકારી હાલ મળી રહી છે. આ બંને શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં ( pakistan ) રોકાઈને પરત આવ્યા હતા. જેને લઈ એટીએસ દ્વારા બે શંકાસ્પદ શખ્સને SP કચેરી ( sp office ) ખાતે લાવી છેલ્લા ચાર કલાકથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

https://youtube.com/shorts/p5gdqJGTnXs?feature=share

https://dailynewsstock.in/2024/12/18/surat-railway-station-famous-arrest-police-videoviral-fob/

પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત એટીએસની ટીમે ધામા નાખ્યા હતા. જેમાં ગોધરા શહેરના લઘુમતી વિસ્તારમાં ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પોલીસે બે ઈસમોની અટકાયત કરી હોવાની વિગતો મળી રહી છે. હાલ SP કચેરી ખાતે પૂછપરછનો દોર ચાલી રહ્યો છે.

crime : પંચમહાલ જિલ્લાના ( panchmahal district ) ગોધરામાં ( godhara ) ગુજરાત એટીએસ ( gujarat ats ) ની ટીમે સ્થાનિક પોલીસને ( local police ) સાથે રાખી સર્ચ હાથ ધર્યું હતું.

અમદાવાદને અડીને આવેલા સાણંદમાં 6 દિવસ પહેલાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બાદમાં આદિલને છોડી મૂકવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.

છેલ્લાં ઘણાં વર્ષોથી આતંકી સંગઠનનાં મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ ( online platform ) પર ડાઈવર્ટ થયાં છે, જેમાં ખાસ કરીને કેટલાંક ખાસ ગ્રુપ બનાવીને એમાં લોકોને અલગ અલગ મોડ્યૂલમાં વિચારધારા સાથે જોડીને ત્યાર બાદ તેમને આતંકી સંગઠનની વિચારસરણી સાથે જોડી દેવામાં આવતા હોવાની અનેક બાબત સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી. એ બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા એક મદરેસામાં નોકરી કરતા આદિલ નામનો એક વ્યક્તિ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો હોવાની વિગત સેન્ટ્રલ એજન્સીને મળી હતી. જેના આધારે તેમણે અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડીરાતે તેની અટકાયત કરી હતી.

35 Post