business daily news stockbusiness daily news stock

surat : કહેવત ખોટી નથી કે લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખ્યા નથી મરતા. કમાવા કે ડબલ પૈસાની લાલચે પોતાન રૂપિયા ( money ) ગુમાવતા જ હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, શહેરના વરાછા પોલીસ ( varacha police ) મથકમાં યુએસડીટીમાં રોકાણ ( investment ) કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી 97 લાખથી વધુ રૂપિયા પડાવી લઈ યુએસડીટી (USDT)નહીં આપી ઠગાઈ કરનારા બે લોકો વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. જે ફરિયાદના ( complaint ) આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ ( arrest ) કરી 51 લાખ રૂપિયા રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://youtu.be/iyqlAxPQI_A

surat

https://dailynewsstock.in/2024/09/24/navsari-collage-hotel-sex-hospital-dead-accident-police/

આ અંગે વરાછા પોલીસ મથકમાં અક્ષયભાઈ હરિભાઈ કપુરીયા નામના 36 વર્ષિય જમીન દલાલે એક ફરિયાદ નોંધાવી હતી. તેમને જણાવ્યું હતું કે, આરોપી કમલેશ ક્યાડા અને ચેતન રંગાણીએ ભેગા મળી મને અને મારા ભાગીદારોને યુએસડીટીમાં રોકાણ કરવાનું કહ્યું હતું. યુએસડીટીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે અને પૈસા જ્યારે જોઈએ ત્યારે તમને રોકડામાં મળી જશે તેવું કહ્યું હતું.

surat : કહેવત ખોટી નથી કે લોભિયા હોય ત્યાં ધુતારા કદી ભૂખ્યા નથી મરતા. કમાવા કે ડબલ પૈસાની લાલચે પોતાન રૂપિયા ( money ) ગુમાવતા જ હોય છે.

ચેતન અને કમલેશે એવું પણ કહ્યું કે, ઓછામાં ઓછા એક લાખ ઉપર ક્રિપ્ટો કરન્સી યુએસડિટી લેવા પડશે અને તમે જેવા આંગડિયાથી પેમેન્ટ કરો કે 15થી 20 જ મિનિટમાં વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરી આપવામાં આવશે. આ વાત સાંભળી અક્ષયભાઈએ આંગડિયાથી પેમેન્ટ કર્યું હતું. વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડમાં આવેલ પીએમ આંગડિયા સર્વિસમાં 97 લાખ 66 હજારથી વધુ રૂપિયા મોકલી આપ્યા હતા. અક્ષયભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ચેતન અને કમલેશને માહિતી આપી હતી.

ત્યારબાદ યુએસડીટી ટ્રાન્સફર કરવામાં એરર આવતી હોવાના બહાના બતાવી ચેતન અને કમલેશે સમય પસાર કર્યો હતો. ત્રણથી ચાર દિવસ બાદ પણ અક્ષય ભાઈને પૈસા પરત ન આપી અને યુએસડીટી પણ ટ્રાન્સફર ન કરી ઠગાઈ કરી હતી. જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ચૈતન રંગાણી અને કમલેશ કયાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે 51 લાખથી વધુ રૂપિયા રિકવર કર્યા હતા.

65 Post