surat : સુરતના ( surat ) કતારગામ ( katargam ) વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરી ( diamond factory ) ની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઈન ( gas line ) માં બ્લાસ્ટ ( blast ) થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયર ( flash fire ) ના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્નકલાકારો ( diamond workers ) માંથી 14 જેટલા દાઝી ગયા છે. જેમાથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગત મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલ ( kiran hospital ) માં ખસેડવામાં આવ્યા છે.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/24/ajab-gajab-police-station-viral-social-media-reallife-funny-comments/

સુરતના કતારગામ વિસ્તારની ડાયમંડ ફેક્ટરીમાં ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઈનમાં ધડાકાભર સાથે બ્લાસ્ટ થયો હતો. ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો. એકાએક જ બ્લાસ્ટ થતા હીરા ક્લિનિંગનું કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાઝેલા લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

surat : સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી

આ મામલે ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અમે પહોંચ્યા તે પહેલા 14 જેટલા કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના બની છે. જોકે, ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો, પરંતુ ફ્લેશ ફાયર થવાને કારણે કામ કરતા રત્નકલાકારો દાઝી ગયા છે.

71 Post