surat : સુરતના ( surat ) રાંદેર પોલીસ સ્ટેશન ( police station ) હદ વિસ્તારમાં પાંચ કરોડની લૂંટની ઘટના બની હતી તેના ઘટનામાં સુરત શહેર પોલીસ ( surat police ) તેમજ વલસાડ પોલીસના ( valsad police ) સંયુક્ત ઓપરેશનના ( joint opretion ) કારણે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ગુના નો ભેદ ઉકેલાયો અને લૂંટની રકમ સાથે પાંચ ઈસમોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી. પોલીસે આ ઇસમો પાસેથી 4 કરોડ 54 લાખ 32 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.

https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/21/dharma-hindu-shradh-daan-pitru-paksh-pooja/

22 સપ્ટેમ્બર 2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાડવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના અઢી વાગ્યા આસપાસ હરીશ વાંકાવાલા નામના વેપારી સાથે પાંચ કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ અલગ થેલામાં 5 કરોડ રૂપિયા લઈને પોતાના ઘરથી 100 મીટર આગળ ગયા હતા. ત્યારે અજાણ્યા 5 ઈસમોએ હરીશ વાંકાવાલાને ગાળો આપી, ઝપાઝપી કરી તેમને માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારી તેમની પાસે રહેલા પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

surat : સુરતના ( surat ) રાંદેર પોલીસ સ્ટેશન ( police station ) હદ વિસ્તારમાં પાંચ કરોડની લૂંટની ઘટના બની હતી તેના ઘટનામાં સુરત શહેર પોલીસ ( surat police ) તેમજ વલસાડ પોલીસના

રોકડા રૂપિયાની સાથે આ ઈસમો શ્રીકાંત જોશીને પણ પોતાની કારમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયા હતા. તો બીજી તરફ આ ઘટનાના પગલે હરીશ વાંકાવાલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક રાંદેર પોલીસની સાથે એસ.એપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત એસોજી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. આ ઘટનાના પગલે 200થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા.
સીસીટીવી ફૂટેજ માં પોલીસને જાણવા મળ્યું હતું કે gj 05 cj 0183 નંબરની કાર સુરતથી મુંબઈ નેશનલ હાઈવે તરફ જઈ રહી છે. તેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી હતી અને નાકાબંધી પોઇન્ટ એલર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.  સુરત પોલીસની સૂચના મળ્યા બાદ વલસાડ અને નવસારી પોલીસ સતર્ક થઈ હતી અને વલસાડ પોલીસ માહિતી મળી હતી કે બગવાડા ટોલનાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે. તેથી વલસાડ પોલીસ દ્વારા ઇનોવા કારનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ innova કાર માંથી રોકડા રૂપિયા સાથે પોલીસે કયુમપાસા શેખ અને શૈલેન્દ્રસિંગ રાજપુતની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે કયુમપાસા શેખ મહારાષ્ટ્ર મુંબઇ ભીવંડીનો વતની છે અને શૈલેન્દ્રસિંગ રાજપૂત પણ મહારાષ્ટ્ર મુંબઈના જોગેશ્વરીનો વતની છે. આ બંને પાસેથી પોલીસે 4 કરોડ 54 લાખ 32 હજારનો મુદ્દામાલ ઉપરાંત પાંચ લાખ રૂપિયાની ઇનોવા કાર પણ જપ્ત કરી છે. તો બીજી તરફ આ ગુનામાં બીજા જે આરોપીઓ સાથે સંકળાયેલા હતા તે હોન્ડા અમેઝ કારમાં મુંબઈ તરફ ભાગતા હતા. તે દરમિયાન ભીલાડ પાસે બંધ કન્ટેનર સાથે આ કારનો અકસ્માત થયો હતો અને જેમાં ત્રણ ઈસમોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આ ત્રણેયને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસે દીપક વૈતી, શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોઇરને ડિટેઇન કર્યા છે..

56 Post