world : 1983માં ફુઆદ શુકરે લેબનોનના બેરૂતમાં બેરેકમાં બોમ્બ ધડાકા ( bomb atteck ) કરવાની યોજના બનાવી હતી. આ હુમલામાં 241 અમેરિકન મરીન સૈનિકો માર્યા ગયા હતા. ત્યારથી, ફુઆદ શુકરને અમેરિકાના ( america ) મોસ્ટ વોન્ટેડ ( most wanted ) ગુનેગારોની યાદીમાં ( criminal ring ) સામેલ કરવામાં આવ્યો હતો.

https://www.facebook.com/share/p/15r65S5Trs/

https://dailynewsstock.in/2024/12/30/sbi-rbi-private-bank-central-progress-banking-trands/

ઈઝરાયેલે હિઝબુલ્લાહના લગભગ તમામ ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે. હવે એવો ખુલાસો થયો છે કે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુકરને નિશાન બનાવતા પહેલા લાંબા સમય સુધી તેની પર નજર રાખી હતી. ફુઆદ શુકર પોતાની ભૂલને કારણે મોસાદની જાળમાં ફસાઈ ગયો. વાસ્તવમાં શુકરને એક સાથે ચાર મહિલાઓ સાથે પ્રેમ સંબંધ ( love relationship ) હતો અને આ મહિલાઓ સાથેની વાતચીત દરમિયાન શુકર મોસાદની જાળમાં ફસાઈ ગયો હતો અને અંતે મોસાદે તાજેતરમાં લેબનોનના એક એપાર્ટમેન્ટમાં તેની હત્યા કરી નાખી હતી.

world : 1983માં ફુઆદ શુકરે લેબનોનના બેરૂતમાં બેરેકમાં બોમ્બ ધડાકા ( bomb atteck ) કરવાની યોજના બનાવી હતી. આ હુમલામાં 241 અમેરિકન મરીન સૈનિકો માર્યા ગયા હતા.

મોસાદે શુકરની વાતચીત ટ્રેસ કરી
ફુઆદ શુકર હિઝબુલ્લાહના સહ-સ્થાપકોમાંનો એક હતો અને ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ દાયકાઓથી તેની સાથે સંબંધિત માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન મોસાદને ખબર પડી કે લગ્ન પછી પણ ફુઆદ શુકર ચાર મહિલાઓ સાથે સંબંધ ધરાવે છે અને તે એક સાથે ચાર મહિલાઓ સાથે સંબંધ રાખવા માટે પોતાને દોષી માને છે. તેણે આ અંગે હિઝબુલ્લાહના ટોચના ધાર્મિક બાબતોના મૌલવી હાશેમ સફીઉદ્દીન સાથે વાત કરી હતી. સફીદ્દીને શુકરને ચારેય મહિલાઓ સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. આ પછી શુકરે ચારેય મહિલાઓ સાથે ફોન પર લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન ક્યારે થયા તે સ્પષ્ટ નથી. જોકે, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શુકર મોસાદની જાળમાં ફસાઈ ગયો અને તેનું લોકેશન મોસાદને ખબર પડી ગયું.

મોસાદે આ રીતે માર્યો
મીડિયા અહેવાલો અનુસાર, 30 જુલાઈના રોજ, ફુઆદ શુકરને એક ફોન કોલ મળ્યો હતો જેમાં તેને તેના ગુપ્ત ઠેકાણાથી દક્ષિણ બેરૂતના એક બેઝ પર બોલાવવામાં આવ્યો હતો. શુકર ત્યાં પહોંચતા જ ઈઝરાયેલે મિસાઈલથી હુમલો કરી શુકરને મારી નાખ્યો. આ વર્ષે જુલાઈમાં મજદલ શમ્સમાં મિસાઈલ હુમલો થયો હતો, જેમાં સ્કૂલના બાળકો સહિત અનેક ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલા પાછળ શુકર હોવાનું માનવામાં આવતું હતું અને ત્યારથી ઇઝરાયેલ શુકરને શોધી રહ્યું હતું. લેબનીઝ મીડિયા અનુસાર, ફુઆદ શુકર તેની પત્ની, બે બાળકો અને અન્ય બે મહિલાઓ સાથે માર્યો ગયો હતો. શુકરના મૃત્યુના કલાકો પછી, હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હનીયે પણ ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.

1983માં ફુઆદ શુકરે લેબનોનના બેરૂતમાં બેરેકમાં બોમ્બ ધડાકા કરવાની યોજના બનાવી હતી. આ હુમલામાં 241 અમેરિકન મરીન સૈનિકો માર્યા ગયા હતા. ત્યારથી, ફુઆદ શુકરને અમેરિકાના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

13 Post