world : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયરના ( Ceasefire ) એલાનના ગણતરીના કલાકો બાદ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરી દીધો. ઈઝરાયેલે મિસાઈલ સાઈરન વગાડી અને ઈરાન ( Iran ) તરફથી કરાયેલા નવા હુમલાઓ બાદ નાગરિકોને શરણ લેવાનો આગ્રહ કર્યો. ઈઝરાયેલમાં હાલ ખૌફનો માહોલ છે.
ઈઝરાયેલના રક્ષા દળો (IDF) એ ઈરાનથી આવનારી મિસાઈલ ધમકીઓની પુષ્ટિ કરી, જેમાં કહેવાયું કે એર ડિફેન્સ સિસ્ટમ ઈરાની મિસાઈલોને રોકવા માટે સક્રિય રીતે કામ કરે છે. ઈમરજન્સી સેવાઓએ જણાવ્યું કે એક બેલિસ્ટિક મિસાઈલે બીરશેબામાં એક ઈમારતને નિશાન બનાવી. જો કે તત્કાળ કોઈ ઈજાની માહિતી નથી, મેગન ડેવિડ એડોમે પુષ્ટિ કરી કે પ્રભાવની સમીક્ષા માટે ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરાઈ હતી.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

world : ઈરાને એલાન કર્યું કે તે સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યા સુધી ઈઝરાયેલ વિરુદ્ધ તમામ સૈન્ય હુમલા રોકી રહ્યું છે પરંતુ આ યુદ્ધવિરામ સંપૂર્ણ રીતે સ્થાયી નહતું. ઈરાની અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ રોક ઈઝરાયેલની કાર્યવાહી બંધ કરવા પર નિર્ભર છે. એટલે કે જો ઈઝરાયેલ હુમલા ચાલુ રાખે તો ઈરાન પણ જવાબી કાર્યવાહી કરી શકે છે. આ રીતે ઈરાને શરતો સાથે સીઝફાયરની જાહેરાત કરી.
world : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયરના એલાનના ગણતરીના કલાકો બાદ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરી દીધો.
world : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર કહ્યું કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીઝફાયર થયું છે. તેમણએ આ દાવો એવા સમયે કર્યો કે જ્યારે ઈરાને કતારમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર મિસાઈલ છોડી. ટ્રમ્પે લખ્યું કે બંને દેશોએ જંગ રોકવા પર સહમતિ જતાવી છે. પરંતુ ઈરાનની કાર્યવાહીના પગલે તેમના નિવેદન અને હાલાતમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળ્યો.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ, જે હવે પોતાના 12માં દિવસમાં છે, ઈઝરાયેલે ઈરાની સૈન્ય અને પરમાણુ ઠેકાણાને નિશાન બનાવતા ઓપરેશન રાઈઝિંગ લાયન શરૂ કર્યું ત્યાર બાદ શરૂ થયો. ત્યારથી આ વિસ્તારમાં બંને દેશો વચ્ચે સતત મિસાઈલોથી હુમલા થઈ રહ્યા છે. ઈરાનમં કથિત રીતે 400 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઈઝરાયેલમાં પણ 24 લોકોના મોત નોંધાયા છે. અમેરિકાએ યુદ્ધમાં એન્ટ્રી કરતા સ્થિતિ ગંભીર બની ગઈ અને તેણે ઈરાનના ત્રણ પ્રમુખ પરમાણુ ઠેકાણા ફોર્ડો, નતાંજ અને એસ્ફાહાન પર સટીક હુમલા કર્યા જેનાથી સમગ્ર મધ્ય પૂર્વમાં સ્થિતિ ગંભીર બની.
world : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગેનો દાવો કર્યો છે. જ્યારે ઈરાનના વિદેશમંત્રીનું કહેવું છે કે ઈઝરાયેલ સાથે કોઈ સીઝફાયર થયું નથી. આ બધા વચ્ચે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ઈરાન ઈઝરાયેલ વિશે પણ એક ચોંકાવનારો દાવો કર્યો છે. જાણો માહિતી.
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અંગે પણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમ રાષ્ટ્રોની રાશી ઋષભ હોવાથી તેમના ચોથા સ્થાનમાં અંગારક યોગ બને છે. ઇઝરાયેલની કુંડળીમાં કન્યા રાશિનું લગ્ન હોય તેવું જણાય છે એટલે 12મા સ્થાનમાં અંગારક યોગ બને છે
world : ઈરાનમાં જન્મ લગ્ન કર્ક હોય તેમ જણાય છે ઈરાનના આઠમા સ્થાનમાં રાહુ હોવાથી સવારક બાબતો બની શકે છે તારીખ 23 જૂન 25 જૂન નો પ્રથમ સપ્તાહ જુલાઈ તારીખ 13 સુધી એક પછી એક બનતા બનાવો પર નજર રાખવી પડશે.
જ્યારે રશિયાની રાશિ કુંભ હોવાથી તેમાં રાહુનું પ્રમાણ છે. ચીનની રાશિ તેમના આઠમા સ્થાનમાં રાહુ છે એટલે રશિયા અને ચીન ઇરાક અને ઈરાન બની શકે છે, અને અમેરિકાની રાશિ મિથુન હોવાથી મિથુન રાશિમાં આદ્રા નક્ષત્ર હોવાથી સૂર્યગુરૂ આંધ્રા નક્ષત્રમાં આવતા અમેરિકાના માંધાતાઓ પણ સવારક જૂન મગજને પ્રભાવિત કરે અને વિશ્વ શાંતિ ડોળવાનો પ્રયાસ કરી શકે છે.
https://youtube.com/shorts/Ut9mXaHQAes

world : અત્રે જણાવવાનું કે અન્ય જ્યોતિષાચાર્યો મુજબ પણ ઈરાનની કુંડળી ધાર્મિક સત્તાના પતન, જનતાનો આક્રોશ અને ઈઝરાયેલથી સંભવિત યુદ્ધનો સંકેત આપે છે. શનિ, રાહુ અને ગુરુની ચાલ એક વૈશ્વિક સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહી છે. ઈરાનમાં જે કઈ થઈ રહ્યું છે તે ફક્ત તહેરાનના રસ્તાઓ પર નહીં, તે આકાશમાં થઈ રહેલા ગ્રહ-પરિવર્તનની ગૂંજ પણ છે.
જો કે છેલ્લા બાર દિવસથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ હવે અંતિમ પડાવ પર પહોંચવાના એંધાણ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી કે ઈઝરાયેલ અને ઈરાન સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામની સમજૂતિ પર પહોંચી ગયા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર એક મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે એ વાત પર સંપૂર્ણ સહમતિ બની ગઈ છે કે આ સંપૂર્ણ રીતે યુદ્ધ વિરામ હશે. 12 કલાકની અંદર જંગ ખતમ થએલી ગણાશે.
world : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમતિ બની ગઈ છે. પરંતુ ઈરાના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ આ દાવો ફગાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાલ કોઈ પણ યુદ્ધવિરામ કે સૈન્ય અભિયાનોની સમાપ્તિ પર કોઈ ‘સમજૂતિ’ થઈ નથી. જો ઈઝરાયેલી સરકાર તેહરાન સમય મુજબ સવારે 4 વાગ્યા પહેલા ઈરાની લોકો સામે તેમનું ગેરકાયદેસર આક્રમણ બંધ કરે, તો તે પછી અમારી પ્રતિક્રિયા ચાલુ રાખવાનો અમારો કોઈ ઇરાદો નથી.