world : ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનની ( pakistan ) નિંદા કરતા કહ્યું, ‘એ હાસ્યાસ્પદ છે કે જે રાષ્ટ્રએ ( natin ) 1971માં નરસંહાર કર્યો હતો અને જે આજે પણ તેની લઘુમતીઓ પર અત્યાચાર ગુજારતો રહે છે, તે અસહિષ્ણુતા અને ભય વિશે બોલવાની હિંમત કરે છે.’સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારતે ( india ) ફરી એકવાર પાકિસ્તાનની ટીકા કરીને વિશ્વને તેની વાસ્તવિકતા બતાવી છે. ભારતના રાજદ્વારી ભાવિકા મંગલાનંદને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફને જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન વિશ્વભરમાં આતંકવાદ, ડ્રગ્સની ( drugs ) હેરાફેરી માટે વિશ્વભરમાં કુખ્યાત છે અને તે વિશ્વની ( world ) સૌથી મોટી લોકશાહી પર હુમલો કરવાની હિંમત ધરાવે છે.
https://youtube.com/shorts/JaYqr_Ba_E0?feature=share

https://dailynewsstock.in/2024/09/28/stock-market-cyber-attack-indian-nse-investor-exchange/
‘પાકિસ્તાન સરહદ પારના આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે’
ભારતીય રાજદ્વારીએ કહ્યું, ‘દુઃખની વાત એ છે કે આજે સવારે આ બેઠકમાં એક હાસ્યાસ્પદ ઘટના બની. આતંકવાદ, નાર્કોટિક્સ, વેપાર અને આંતરરાષ્ટ્રીય અપરાધ માટે વૈશ્વિક સ્તરે કુખ્યાત સૈન્ય સંચાલિત દેશ, વિશ્વની સૌથી મોટી લોકશાહી પર હુમલો કરવાની હિંમત ધરાવે છે. હું પાકિસ્તાની વડાપ્રધાનના ભાષણમાં ભારતના સંદર્ભની વાત કરી રહ્યો છું. દુનિયા જાણે છે કે, પાકિસ્તાન લાંબા સમયથી તેના પડોશીઓ વિરુદ્ધ સીમા પારના આતંકવાદનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે. તેણે આપણી સંસદ, આપણી આર્થિક રાજધાની મુંબઈ, બજારો અને યાત્રાધામો પર હુમલો કર્યો છે. આ યાદી ઘણી લાંબી છે. આવા દેશ માટે ક્યાંય પણ હિંસાની વાત કરવી એ સૌથી મોટો દંભ છે.
world : ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનની નિંદા કરતા કહ્યું, ‘એ હાસ્યાસ્પદ છે કે જે રાષ્ટ્રએ 1971માં નરસંહાર કર્યો હતો અને જે આજે પણ તેની લઘુમતીઓ પર અત્યાચાર ગુજારતો રહે છે,
ભાવિકા મંગલાનંદને કહ્યું હતું કે ‘ધાંધલ-ધમાલવાળી ચૂંટણીનો ઇતિહાસ ધરાવતા દેશ માટે લોકશાહીમાં રાજકીય વિકલ્પો વિશે વાત કરવી એ વધુ આશ્ચર્યજનક છે. વાસ્તવિક સત્ય એ છે કે પાકિસ્તાન આપણા પ્રદેશ પર ખરાબ નજર રાખે છે અને ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માટે આતંકવાદનો સતત ઉપયોગ કરી રહ્યું છે. આતંકવાદ સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં. પાકિસ્તાને સમજવું જોઈએ કે ભારત વિરુદ્ધ સીમાપાર આતંકવાદનું પરિણામ ચોક્કસપણે ભોગવવું પડશે.
પાકિસ્તાન માટે અસહિષ્ણુતા અને ડરની વાત કરવી હાસ્યાસ્પદ છે.
ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનની ટીકા કરતાં કહ્યું, ‘એ હાસ્યાસ્પદ છે કે જે રાષ્ટ્રએ 1971માં નરસંહાર કર્યો હતો અને જે આજે પણ તેની લઘુમતીઓ પર અત્યાચાર ગુજારે છે, તે અસહિષ્ણુતા અને ભય વિશે બોલવાની હિંમત કરે છે. દુનિયા પોતે જોઈ શકે છે કે પાકિસ્તાન ખરેખર શું છે. અમે એક એવા દેશની વાત કરી રહ્યા છીએ જેણે ઓસામા બિન લાદેનને લાંબા સમયથી આશ્રય આપ્યો હતો.
એક એવો દેશ જે વિશ્વભરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે, જેની નીતિઓને કારણે તે આતંકવાદીઓનું આશ્રયસ્થાન બની ગયું છે. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તેમના શબ્દો આપણા બધા માટે કેટલા અસ્વીકાર્ય છે. અમે જાણીએ છીએ કે પાકિસ્તાન જૂઠ બોલીને સત્યનો સામનો કરવાનો પ્રયાસ કરશે. તેને વારંવાર પુનરાવર્તન કરવાથી કંઈપણ બદલાશે નહીં. અમારું વલણ સ્પષ્ટ છે અને તેને પુનરાવર્તન કરવાની જરૂર નથી.