who : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, એનીમિયા ( Anemia )એ વિશ્વભરમાં એક ગંભીર આરોગ્ય સમસ્યા છે. 6 મહિનાથી 5 વર્ષની વયના લગભગ 40% બાળકો, 39% પ્રેગ્નન્ટ વુમન અને 15થી 49 વર્ષની 30% મહિલાઓ એનીમિયાથી પીડાય છે.જેના કારણો અને તેનાથી બચાવ માટે અલગ અલગ ઉપાયો વિષે આજે ચર્ચા કરવામાં આવી રહી છે.
https://dailynewsstock.in/2025/04/04/bollywood-actor-death-sick-under-tre/

ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન અનુસાર, વિશ્વભરમાં આશરે 2 અબજ લોકો એનીમિયાથી પીડિત છે. આનો અર્થ એ થયો કે વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તી એનીમિયાથી પીડાય છે. આ આંકડો ડાયાબિટીસના દર્દીઓ કરતા ઘણો વધારે છે.
who : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, એનીમિયા એ વિશ્વભરમાં એક ગંભીર આરોગ્ય સમસ્યા છે. 6 મહિનાથી 5 વર્ષની વયના લગભગ 40% બાળકો, 39% પ્રેગ્નન્ટ વુમન અને 15થી 49 વર્ષની 30% મહિલાઓ એનીમિયાથી પીડાય છે.
એનીમિયાને કારણે, શરીરમાં હાજર લોહીમાં ઓક્સિજનનો અભાવ સર્જાઈ શકે છે, જેના કારણે શરીરને પૂરતી ઉર્જા મળતી નથી. આના કારણે, શરીરનો વિકાસ અને વૃદ્ધિ અટકી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન વાળ ખરી શકે છે અને તેની માતા અને બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. જો એનીમિયા ગંભીર બને તો શરીરના અવયવો પણ નિષ્ફળ જઈ શકે છે.
એનીમિયા શા માટે થાય છે?
કોને સૌથી વધુ જોખમ છે?
તેની સારવાર અને નિવારણનાં પગલાં શું છે?
એનીમિયા શું છે?
એનીમિયા એક એવી સ્થિતિ છે, જેમાં શરીરમાં લાલ રક્તકણો (રેડ બ્લડ સેલ્સ) અથવા હીમોગ્લોબિનની ઊણપ હોય છે. લોહીમાં હીમોગ્લોબિન નામનું એક ખાસ પ્રોટીન હોય છે, જે લોહીના પ્રવાહ દ્વારા આખા શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે.
હીમોગ્લોબિન કેવી રીતે કાર્ય કરે છે?
ડૉ. મૃગાંકા બોહરા કહે છે કે હીમોગ્લોબિન એક ઓક્સિજન વાહનની જેમ કાર્ય કરે છે, જે શરીરના દરેક કોષમાં ઓક્સિજન પહોંચાડે છે અને કાર્બનડાયોક્સાઇડને બહાર કાઢે છે. ગ્રાફિક પરથી તેનું સંપૂર્ણ વિજ્ઞાન સમજો-
who : એનીમિયાનાં લક્ષણો શું છે?
એનીમિયા એટલે શરીરમાં લોહી, લાલ રક્તકણો (રેડ બ્લડ સેલ્સ) અથવા હીમોગ્લોબિનની ઊણપ. આના કારણે ઘણાં લક્ષણો દેખાય છે. શરીરને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે વ્યક્તિ થાક અને નબળાઈ અનુભવે છે. થોડી શારીરિક પ્રવૃત્તિમાં જ તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, એનાં બધાં લક્ષણો ગ્રાફિકમાં જુઓ-
એનીમિયા શા માટે થાય છે?
એનીમિયાનું સૌથી મોટું કારણ જે શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, એ હીમોગ્લોબિનનો અભાવ છે. ડૉ. મૃગાંકા બોહરા આનાં બધાં કારણો સમજાવે છે-
આયર્નની ઊણપ – હીમોગ્લોબિન આયર્નમાંથી બને છે. જો ખોરાકમાં આયર્નની ઊણપ સતત રહે તો એનીમિયા થઈ શકે છે.
કારણ : ખરાબ આહાર, વધુપડતી ચા-કોફી પીવી, પૌષ્ટિક ખોરાક ન ખાવો.
એનીમિયા- જો કોઈ રોગ કે ઈજાને કારણે શરીરમાંથી ખૂબ લોહી નીકળી જાય તો એનીમિયા થઈ શકે છે.
કારણ: ઈજાને કારણે રક્તસ્ત્રાવ, ભારે માસિક સ્રાવ, પેટ અથવા આંતરડામાં અલ્સરથી રક્તસ્ત્રાવ.
વિટામિન બી 12 અને ફોલિક એસિડની ઊણપ – આ પોષકતત્ત્વો લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. એની ઊણપથી હીમોગ્લોબિનની ઊણપ સર્જાઈ શકે છે.
કારણ: લીલી શાકભાજી ન ખાવી. ફળો, દૂધ અને ઈંડા ઓછાં ખાવાં.
કોઈપણ રોગ કે ચેપ- કેટલાક રોગોને કારણે શરીર લોહીનું ઉત્પાદન ઘટાડે છે. આનાથી હીમોગ્લોબિન ઘટી શકે છે.
કારણો: કિડની રોગ, થાઇરોઇડ, કેન્સર, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા.
ગર્ભાવસ્થા દરમિયાન પોષણનો અભાવ- ગર્ભાવસ્થા દરમિયાન લોહીની જરૂરિયાત વધી જાય છે કારણ કે ગર્ભાશયમાં ઉછરતા બાળકને પણ લોહીની જરૂર હોય છે.
કારણ: જો આ સમયગાળા દરમિયાન યોગ્ય આહાર લેવામાં ન આવે અથવા પૌષ્ટિક ખોરાક ન મળે તો એનીમિયા થઈ શકે છે.
https://youtube.com/shorts/m0IAe0GyU1E

એનીમિયા થવાનું જોખમ કોને સૌથી વધુ છે?
who : સામાન્ય રીતે સ્ત્રીઓમાં પુરુષો કરતાં એનીમિયાનું જોખમ વધુ હોય છે. આ ઉપરાંત નાનાં બાળકો અને કિશોરોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, ગ્રાફિક્સ જુઓ-
who : એનીમિયાની સારવાર શું છે?
ડૉ. મૃગાંકા બોહરા કહે છે કે એનીમિયાની સારવાર એનાં કારણ પર આધાર રાખે છે. એનીમિયાનું કારણ શોધવા માટે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. એના આધારે જ સારવાર આપવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આયર્ન, વિટામિન બી12 અને ફોલિક એસિડની ઊણપ આનું મુખ્ય કારણ છે. આવા કિસ્સાઓમાં પૂરક દવાઓ આપી શકાય છે અને પૌષ્ટિક આહારની સલાહ આપી શકાય છે.
જોકે કેટલાક કિસ્સાઓમાં ઓટો ઇમ્યૂન ડિસીઝ અથવા ક્રોનિક રોગ પણ એનીમિયાનું કારણ બની શકે છે. આવા કિસ્સાઓમાં દર્દીને લોહી ચઢાવવામાં આવે છે અને રોગની સારવાર કરવામાં આવે છે.
who : એનીમિયા અટકાવવા માટે કયાં પગલાં લેવા જોઈએ?
ડૉ. મૃગાંકા બોહરા કહે છે કે એનીમિયાથી બચવા માટે સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી છે. તેમાં આયર્ન અને વિટામિનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. જો શક્ય હોય તો નિયમિત CBC બ્લડ ટેસ્ટ કરાવો. આની મદદથી હીમોગ્લોબિન શોધી શકાય છે. આ ઉપરાંત સ્વસ્થ જીવનશૈલી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો સતત નબળાઈનાં લક્ષણો દેખાય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ડૉક્ટરની સલાહ લો.