Weather : ગુજરાતમાં એક દિવસ ગરમીનો પારો ઉચકાયા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો ( Weather ) થયો હતો. એક તબક્કે 43 ડિગ્રી ઉપર વટાવેલું તાપમાન 40 ડિગ્રી આસપાસ આવી ગયું છે. હવામાન વિભાગે સાત દિવસની વરસાદની ( Rain ) આગાહી પણ કરી છે. જેમાં બે ( Weather ) દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની પણ આગાહી કરી છે.
ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ માટે ( Weather ) વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રનાના ( Weather ) સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી ( Forecast ) કરી છે.
https://youtube.com/shorts/yWlj7t9dj0o?si=IpT8seAMp1Ze6O0l

રાજ્યમાં ત્રણ ડિગ્રી જેટલી ગરમી ઘટી
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુરુવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. શુક્રવારના દિવસે રાજ્યમાં ત્રણ ડિગ્રી તાપમાન ( Weather ) ઘટીને 40.6 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. રાજ્યમાં 32.6 ડિગ્રીથી લઈને 40.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 40.8 ડિગ્રી સાથે ડિસા રાજ્યનું ( State ) સૌથી ગરમ શહેર રહ્યું હતું.
Weather : ગુજરાતમાં એક દિવસ ગરમીનો પારો ઉચકાયા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો થયો હતો. એક તબક્કે 43 ડિગ્રી ઉપર વટાવેલું તાપમાન 40 ડિગ્રી આસપાસ આવી ગયું છે.
આઈએમડીએ કરેલી આગાહી મુજબ 18 જૂન સુધીમાં મધ્યભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ શકે છે. ઉત્તરપશ્ચિમના ( Weather ) ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનો અંદાજ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય ( Active ) થયા બાદ પખવાડિયા સુધીમાં ગુજરાત અને દિલ્હી સહિતના ભાગોમાં વરસાદા પડવાની સંભાવના રહે છે.

દેશમાં નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું ચોમાસું શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. જો કે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું. ત્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. જેના પરિણામે ચોમાસું ગુજરાત તરફ આગળ વધતું અટકી ગયું હતુ. હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ( Weather ) તાપમાન ઊંચુ જોવા મળી રહ્યું છે અને અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થઇ રહેલા લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત ( Expert ) પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં તાપમાન અને ચોમાસાના આગમનને લઇને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ જૂન મહિનાનું બીજુ અઠવાડિયું ચાલી રહ્યું છે, જેમાં સામાન્ય રીતે જે તાપમાન હોવું જોઇએ તેના કરતાં 2 ડિગ્રી ઊંચુ જોવા મળી રહ્યું છે. આ સાથે જ અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. તેના કારણે બફારો અને ( Weather ) ઉકળાટ વધી રહ્યા છે. હાલ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન 36 થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે, પરંતુ અસહ્ય બફારો રહેવાના કારણે હીટવેવનો ( Heatwave ) અનુભવ થઈ રહ્યો છે. જૂન મહિનાના અંત સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે. આગામી 16 જૂન પછી તાપમાનમાં ઘટાડો જરૂર થશે, પરંતુ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે.
આજે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લાનું આકાશ વાદળછાયું બન્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન ખેડબ્રહ્મા, વડાલી અને વિજયનગરમાં વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના દામાવાસ, ચાંપલપુર, શ્યામનગરમાં ( Weather ) વરસાદ નોંધાયો. વડાલીના નાદરી, દેલવાડા, કુબાધરોલ, ડોભાડા, અરસામડા, થેરાસણા, જુનાચામું સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ઈડરના કડિયાદરા સહીત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો વિજયનગર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી નાગ ફણકારતી બની છે. સામાન્ય રીતે જૂન મહિનાના બીજા અઠવાડિયે તાપમાન થોડું ઘટતું હોય છે, પણ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે. જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, હાલમાં તાપમાન સામાન્ય કરતા સરેરાશ 2 ડિગ્રી વધુ ( Weather ) નોંધાઈ રહ્યું છે. કેટલીક જગ્યાએ તો તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં તાપમાન 36 થી 40 ડિગ્રી વચ્ચે ફરી રહ્યું છે, જેને કારણે હીટવેવ જેવી પરિસ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે.
અસહ્ય ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ખાસ કરીને સવારે 10 વાગ્યા પછીથી બપોર સુધી ઊંચા તાપમાન અને ભેજવાળા પવનના કારણે લોકો ઘરની બહાર ( Weather ) જવાનું ટાળી રહ્યા છે. વૃદ્ધો, બાળકો અને હૃદય રોગથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. શહેરોમાં ઓર પણ ગંભીર સ્થિતિ છે જ્યાં તાપમાન સાથે વધતી ભેજવાળી હવા લોકો માટે ઘેરી સમસ્યા ઉભી કરી રહી છે.
અરબ સાગર પરથી ભેજવાળા પવનો: ઉકળાટનો મુખ્ય કારણ
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, અરબ સાગર તરફથી ભેજવાળા પવનો પર્વત પ્રદેશોમાં ટકરાઈ રહ્યા છે અને ભલાઈના પવનના કારણે ગુજરાતમાં ઉકળાટ વધી રહ્યો છે. આ પવનો ( Weather ) રાજ્યમાં વરસાદ લાવવા માટે પૂરતા પ્રમાણમાં સક્રિય નથી, પણ ભેજ તો લાવી રહ્યા છે, જેના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. આ પરિસ્થિતિને કારણે લોકો ઘણી તકલીફનો સામનો કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી: 16 જૂન પછી રાહતની શક્યતા
પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ, હાલ તો ગુજરાતમાં ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. જૂન મહિનાના અંત સુધી સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળશે ( Weather ) તેવી શક્યતા ઓછી છે. તેમનું કહેવું છે કે, આગામી 16 જૂન પછી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, બફારો અને ઉકળાટ યથાવત રહેશે. તેટલામાં મોનસૂન ગતિ પકડશે અને ગુજરાતમાં ધીરે ધીરે પ્રવેશ કરશે.
આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વરસાદની શરૂઆત થશે અને પછી કેન્દ્ર અને ઉત્તર ગુજરાત તરફ મોન્સૂન આગળ વધી શકે છે. એના પહેલાના દિવસોમાં ( Weather ) ગાજવીજ સાથે છાંટા કે હળવો વરસાદ પણ પડી શકે છે, પણ તે પૂરતો નહીં હોય.