Waqf : ભારતમાં વકફની મિલકત , રેલવે અને સેના બાદ ત્રીજા સ્થાનેWaqf : ભારતમાં વકફની મિલકત , રેલવે અને સેના બાદ ત્રીજા સ્થાને

Waqf : નવી દિલ્હી: લોકસભામાં આજે વકફ ( Waqf ) સંશોધન બિલ 2025 રજૂ થયું છે. આ બિલ પર ચર્ચા અને વોટિંગની ( Voting )પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વિપક્ષે વધુ ચર્ચા માટે 12 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ સરકારે આઠ કલાકની મર્યાદા નિર્ધારિત કરી છે. આ બિલ પહેલા 8 ઑગસ્ટ 2024ના રોજ રજૂ થયું હતું, ત્યારે જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં રેલવે બાદ સૌથી વધુ મિલકત વકફ બોર્ડ પાસે છે. કુલ 8.70 લાખ મિલકતો અને 9.40 લાખ એકર જમીન સાથે, વકફ ( Waqf ) દેશનું ત્રીજું સૌથી મોટું મિલકત ધરાવતું સંસ્થા છે.

https://youtube.com/shorts/ON43VQurWV0

Waqf
land property – 1

Waqf : નવી દિલ્હી: લોકસભામાં આજે વકફ ( Waqf ) સંશોધન બિલ 2025 રજૂ થયું છે. આ બિલ પર ચર્ચા અને વોટિંગની ( Voting )પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Waqf : વકફ અરબી શબ્દ “વકુફા” પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે રહેવું. વકફ એ ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક કે સખાવતી હેતુઓ માટે સમર્પિત મિલકત હોય છે. આ સંપત્તિ વકીફ દ્વારા દાનમાં આપવામાં આવે છે અને ઔકાફ તરીકે ઓળખાય છે. દાન આપ્યા પછી, આ સંપત્તિ સ્થિર બની જાય છે અને તેની માલિકી વ્યક્તિગત ઉપયોગ માટે નથી રાખી શકાતી.

વકફની કુલ મિલકત અને તેનાથી આવક

Waqf : હાલમાં, ભારતના વકફ બોર્ડ પાસે 8.70 લાખ મિલકતો છે, જેમાં 356,051 વકફ ( Waqf ) એસ્ટેટ તરીકે નોંધાયેલી છે. આ મિલકતથી વાર્ષિક રૂ. 12,000 કરોડની આવક મેળવી શકાય તેમ છે, જો તેને યોગ્ય રીતે વપરવામાં આવે. 2006માં સચ્ચર સમિતિએ રજૂ કરેલી રિપોર્ટ અનુસાર, વકફની સંપત્તિથી 10% આવક મેળવી શકાય છે, જેનો ઉપયોગ સામાજિક કલ્યાણ માટે થઈ શકે છે.

વકફ કાયદામાં સુધારા

Waqf : વર્ષ 1995માં UPA સરકારે વકફ કાયદામાં સુધારો કર્યો હતો, જેનાથી વકફ બોર્ડના અધિકારો વધુ મજબૂત બન્યા. 2013માં વધુ એક સુધારો કરવામાં આવ્યો, જેનો ઉદ્દેશ્ય ઔકાફ સંસ્થાને વધુ મજબૂત કરવો હતો.

સુરત શહેરના પેસેન્જરને રીક્ષામા બેસાડી પર્સ,મોબાઇલ, રોકડા રૂપીયાની ચોરી કરતી ગેંગની પોલીસે ધરપકડ કરી

વકફની સૌથી વધુ મિલકત ક્યાં છે?

ઉત્તર પ્રદેશ: 2.32 લાખ મિલકતો (27%)

પશ્ચિમ બંગાળ: 80,000 મિલકતો (9%)

પંજાબ: 70,000 મિલકતો (9%)

તમિલનાડુ: 65,000 મિલકતો (8%)

કર્ણાટક: 61,000 મિલકતો (7%)

કેરળ: 52,000 મિલકતો (5%)

તેલંગાણા: 43,000 મિલકતો (5%)

ગુજરાત: 39,000 મિલકતો (5%)

મધ્યપ્રદેશ: 33,000 મિલકતો

જમ્મુ-કાશ્મીર: 32,000 મિલકતો

બિહાર: 8,000 મિલકતો

દિલ્હી: 1,000 મિલકતો

વકફ બોર્ડની બેદરકારી અને ખોટ

Waqf : ભારતમાં વકફ ( Waqf ) બોર્ડ પાસે ખૂબ મોટી સંપત્તિ હોવા છતાં, યોગ્ય વ્યવસ્થાપનના અભાવે તેનાથી તદ્દન ઓછી આવક થાય છે. દેશભરમાં 32 વકફ બોર્ડ છે, પરંતુ ઘણી મિલકતો અનાધિકૃત કબજામાં છે. જો વકફની સંપત્તિનું યોગ્ય સંચાલન થાય, તો તે સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ભારતમાં ( India ) વકફ બોર્ડ પાસે ખૂબ મોટી મિલકત છે, પણ તેની સંભાળ અને વ્યવસ્થાપનનું અભાવ છે. જો સરકાર અને વકફ બોર્ડ સંયુક્ત પ્રયાસો કરે, તો આ સંપત્તિનો ઉપયોગ સમાજના હિતમાં થઈ શકે છે. વકફ સંશોધન બિલ ( Bill ) 2025ના સંદર્ભમાં જો યોગ્ય ફેરફારો કરવામાં આવે, તો તે દેશ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે.

વધુમાં વાંચો…

Waqf Board : સરકારનો રસ્તો સરળ, JDU અને TDP બંને વક્ફ બિલના સમર્થનમાં

waqf board : JDU સાંસદ અને કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે કહ્યું કે આ બિલ મુસ્લિમ વિરોધી છે તેવી વાર્તા બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ ( muslim ) વિરોધી નથી. શું વકફ એક મુસ્લિમ ( muslim ) સંસ્થા છે? વકફ ( waqf board ) કોઈ ધાર્મિક ( dharma ) સંસ્થા નથી, તે એક ટ્રસ્ટ ( છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે. તે ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ, જે થઈ રહ્યું નથી.

 Waqf

વકફ સુધારા બિલ ( waqf board ) આજે લોકસભામાં ( loksabha ) રજૂ કરવામાં આવી રહ્યું છે. NDA અને તેના સાથી પક્ષો આ બિલ પસાર કરવા માટે એક થયા છે જ્યારે INDIA બ્લોક તેની વિરુદ્ધ છે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ ગૃહમાં બિલને ટેકો આપ્યો છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના સાંસદ કૃષ્ણ પ્રસાદ ટેનેટીએ જણાવ્યું હતું કે વકફ પાસે 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ મિલકતો ગેરવહીવટનો ભોગ બની છે. અમારી પાર્ટી માને છે કે આ મિલકતનો ઉપયોગ મુસ્લિમોના કલ્યાણ માટે, મહિલાઓના કલ્યાણ માટે થવો જોઈએ. અમારું માનવું છે કે આમાં સુધારો કરવાની જરૂર છે. અમે જેપીસીની માંગણી કરનાર પ્રથમ પક્ષ હતા.

વધુ વાંચવા અહી ક્લિક કરો…https://dailynewsstock.in/2025/04/02/waqf-board-muslim-dharma-loksabha/

92 Post