tata group : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ( businessman ) રતન ટાટા ( ratan tata ) નું બુધવારે રાત્રે નિધન થયું. જે બાદ હવે ટાટા ટ્રસ્ટ ( tata trust ) ની બેઠકમાં તેમના ભાઈ નોએલ ટાટાને ( noel tata ) ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના અધિકારીઓની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કોણ છે નોએલ ટાટા અને તેમનો રતન ટાટા સાથે શું સંબંધ છે-
https://youtube.com/shorts/xWwkEnDBlvg?feature=share

https://dailynewsstock.in/2024/10/11/dharma-girls-marriage-fashion-makeup/
કોણ છે નોએલ ટાટા
નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. વાસ્તવમાં રતન ટાટાના પિતા નવલ ટાટાએ બે લગ્ન કર્યા હતા. નવલ ટાટાના પ્રથમ લગ્ન સુની ટાટા સાથે થયા હતા, જેમાંથી તેમને બે પુત્રો, રતન ટાટા અને જીમી ટાટા હતા. સુની ટાટાથી છૂટાછેડા ( divorce ) પછી, નવલ ટાટાએ 1955માં બીજી વખત સ્વિસ બિઝનેસવુમન ( business woman ) સિમોન સાથે લગ્ન કર્યા. નોએલ ટાટા નવલ ટાટા અને સિમોન ટાટાના પુત્ર છે.
tata group : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ( businessman ) રતન ટાટા ( ratan tata ) નું બુધવારે રાત્રે નિધન થયું. જે બાદ હવે ટાટા ટ્રસ્ટ ( tata trust ) ની બેઠકમાં તેમના ભાઈ નોએલ
નોએલ ટાટાએ ટાટા સન્સના સૌથી મોટા સિંગલ શેરહોલ્ડર અને સાયરસ મિસ્ત્રીના પિતા પલોનજી મિસ્ત્રીની પુત્રી આલુ મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને ત્રણ બાળકો છે, જેમાં લેહ ટાટા, માયા ટાટા અને નેવિલ ટાટાનો સમાવેશ થાય છે. નોએલ ટાટાની પુત્રી લેહ ટાટા પણ ટાટા ગ્રુપમાં પોતાની ઓળખ બનાવી રહી છે. સ્પેનની પ્રતિષ્ઠિત IE બિઝનેસ સ્કૂલમાં માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અને હાલમાં ટાટા ગ્રુપ સાથે કામ કરી રહી છે. લેહે 2006માં તાજ હોટેલ્સ રિસોર્ટ્સ એન્ડ પેલેસમાં આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે તેની વ્યાવસાયિક યાત્રા શરૂ કરી હતી. વર્ષોથી, તેણીએ રેન્કમાં વધારો કર્યો છે અને હાલમાં તાજ હોટેલ્સમાં વિકાસ અને વિસ્તરણના મેનેજર તરીકે સેવા આપે છે.