surat : સુરતની ( surat ) પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)માં બે વિદ્યાર્થીઓ ( students ) ની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી ( feculty ) દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં (social media ) વાઈરલ ( viral ) થયો છે. વીડિયો વાઈરલ થતાં એસવીએનઆઇટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે બે દિવસ બાદ રિપોર્ટ ( report ) આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.
https://www.facebook.com/DNSWebch/

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે, ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાની ઘટના પણ સામે આવી છે.
એસવીએનઆઇટી પરિસરની અંદર આવેલા હોસ્ટેલ ( hostel ) માં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારતો હોવાની ધટના પ્રકાશમાં આવી છે. હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈ માથાકૂટ થઈ હતી. અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અશબ્દ બોલ્યા હતા. ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા. પરંતુ મામલો બિચકાતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડને લાફો પણ ઝીંકી દીધા હતા અને લાતો પણ મારી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે તે વિડિયો પણ સામે આવ્યા છે.
surat : એસવીએનઆઇટી પરિસરની અંદર આવેલા હોસ્ટેલ ( hostel ) માં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારતો હોવાની ધટના પ્રકાશમાં આવી છે.
આ સમગ્ર મામલે એસવીએનઆઇટીના રજીસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે, હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. અમે તપાસ કમિટીની રચના કરી છે,જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.