gujarat : વડોદરાથી ( vadodara ) પ્રયાગરાજ ( prayagraj ) કુંભ ( kumbh ) ખાતે ગયેલા 54 યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસને મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત ( accident ) થતા કંડક્ટર ( conductor ) અને ડ્રાઈવર ( driver ) સહિત 6થી વધુ યાત્રાળુઓને ઈજા પહોચી છે. અપર સીટ ( seat ) પર સુતેલા વૃદ્ધ તેમજ ગર્ભવતી મહિલાને ઘુંટણમાં ઈજા થઈ હતી. યાત્રાળુએ ખાનગી ટ્રાવેલ્સે ( private travel ) યોગ્ય સુવિધા આપી ન હોવાના આક્ષેપ કર્યા છે.
https://youtube.com/shorts/yHGJZrhQDFg?feature=share
વડોદરાના શ્ર્ધ્ધાળુ અક્ષય રબારીએ જણાવ્યું કે, વડોદરાથી 16 ફેબ્રુઆરીએ સવારે 8 વાગે 4 બસો પ્રયાગરાજ કુંભ જવા નિકળી હતી. જેમાં અમારી બસમાં કુલ 54 યાત્રાળુ હતાં. અમારી બસ રાતે મધ્યપ્રદેશના દેવાસ ખાતે હોટલમાં ( hotel ) જમવા ઉભી રહી હતી. જમીને બસ આગળ જવા નિકળતા રાતે 11 વાગ્યાની આસપાસ રોડની સાઈડ પર ઉભેલી બોલેરો સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે બસમાં સવાર 6થી વધુ લોકોને સામાન્ય ઈજા થઈ હતી.
gujarat : વડોદરાથી ( vadodara ) પ્રયાગરાજ ( prayagraj ) કુંભ ( kumbh ) ખાતે ગયેલા 54 યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસને મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત ( accident ) થતા કંડક્ટર ( conductor ) અને ડ્રાઈવર ( driver ) સહિત 6થી વધુ યાત્રાળુઓને ઈજા પહોચી છે.
સવાલ એ હતો કે, આખો રસ્તો ખાલી હતો અને બોલેરો રસ્તાની એક તરફ ત્રીજી લેનમાં ઉભી હતી. તેમ છતા ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત બાદ શ્રધ્ધાળુઓને માનસિક રીતે સ્વસ્થ થવામાં સમય લાગ્યો હતો. જ્યારે આ અંગે ટ્રાવેલ્સના માલિકને જાણ થતા સવારે 4 વાગે બીજી બસ આવી હતી.
શ્રધ્ધાળુઓનો આક્ષેપ હતો કે, અમે સ્લીપર બસમાં પ્રયાગરાજ સુધી જવા માટે નીકળ્યાં હતાં. જ્યારે અકસ્માત બાદ ટ્રાવેલ્સના માલિકે ટુ બાય ટુની બસ મોકલી હતી. સવારે 4 વાગે આવેલી બસ સવારે 9 વાગે ઉપાડી હતી. જેમાં 40 મુસાફરો પરત વડોદરા આવ્યાં હતાં. જ્યારે બાકીના પોતાની વ્યવસ્થા કરીને ઉજ્જૈન અને ઓમકારેશ્વર જવા નીકળ્યાં હતાં. ઈજાગ્રસ્ત સહિત 40 મુસાફરો પરત વડોદરા આવતા ટ્રાવેલ્સના માલિકે નાસ્તો કે જમવાની વ્યવસ્થા પણ ન હોતી કરી.
અન્ય એક શ્રધ્ધાળુએ જણાવ્યું હતું કે, અમારી સાથે ગર્ભવતી મહિલા હતી, તેને ઘૂંટણમાં ઈજા થઈ છે. ઉપરાંત એક વૃદ્ધ યાત્રી હતા, તેઓને અપર સીટ આપવામાં આવી હતી, તેમને પણ ઇજા પહોંચી છે. એક આધેડ દંપતીને પણ ઇજા પહોંચી છે. ટ્રાવેલ્સ તરફથી મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. જોકે આ અકસ્માતમાં મોટી જાનહાની થઈ નથી.
5 ફેબ્રુઆરીએ ટ્રાવેલ્સમાં ગયેલા મુસાફરોને યાંત્રિક ખામી ધરાવતી બસ આપવામાં આવી
5 ફેબ્રુઆરીએ કુંભમાં સ્નાન કરવા વડોદરાથી ટ્રાવેલ્સની બસ કરીને ગયેલા 42 સભ્યોને ટ્રાવેલ્સ માલિકે યાંત્રિક ખામી ધરાવતી બસ આપી દેતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. બસ વારંવાર બંધ થતી હતી. પ્રયાગરાજથી પરત ફરતાં ચાલુ બસે ટાયર ફાટી ગયા ઉપરાંત અડધી રાતે ચાલતી બસનું ટાયર અચાનક નિકળી ગયું હતું.
પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતાં. આ તમામ અગવળતા ભોગવ્યા બાદ પ્રવાસીઓને ઈન્દોરથી અન્ય બસ કરીને પરત વડોદરા આવવું પડ્યું હતું. ત્યારે પ્રવાસ દરમિયાન ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાથી તેમને ટ્રાવેલ્સના માલિકને ચુકવેલું ભાડુ પરત મેળવવા માટે પ્રવાસીઓએ રાવપુરા પોલીસ મથકમાં અરજી કરી હતી.