હજારો વિધાર્થીઓના ભવિષ્યનું હવે શું ?

surat : ગુજરાતમાં ( gujarat ) ખાનગીકરણને કારણે રાજ્યમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો ( private university ) રાફડો ફાટયો છે. જેથી પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો દુરુપયોગ કરી ઘણા ઇન્સ્ટિટ્યૂટ ( institute ) પોતાની હાટડીઓ વર્ષોથી ચલાવે છે,જેની શિક્ષણજગતમાં વિપરીત અસર દેખાવા લાગી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ સુરતમાં ચાલતી એક ઇન્સ્ટિટ્યૂટ નામે રેડ એન્ડ વાઈટ મલ્ટિમિડીયા ( red and white multimedia ) જેની ગુજરાતના વિવિધ શહેરોમાં ૨૩ થી વધુ બ્રાંચો છે અને સુરત ( surat ) માં ૮ બ્રાન્ચ છે.આ ઇન્સ્ટિટ્યુટ છેલ્લાં ૧૫ વર્ષથી કાર્યરત છે.આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા વેબ ડેવલોપમેન્ટ, એનિમેશન,એન્ડ્રોઇડ ડેવલોપમેન્ટ,ગેમ ડિઝાઇન જેવા વગેરે કોર્ષ કરાવી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ( certificate ) આપી રહ્યા છે.

https://dailynewsstock.in/2025/01/16/gujarat-police-ahemdabad-police-murder-cctv-report-arrest/

https://youtube.com/shorts/pMH_5PMs0sI?feature=share

આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અલગ અલગ પ્રાઈવેટ સ્કૂલોમાં,ક્લાસિસમાં જઈ સેમિનાર આયોજિત કરી ધોરણ ૧૦,૧૧,૧૨ ના વિદ્યાર્થીઓને મોટા મોટા પ્રલોભનો આપી તથા શહેરોમાં મોટા મોટા હોડિંગ્સ મારી, સોશિયલ મીડિયા ( social media ) માં જાહેરાતો કરી વિદ્યાર્થીઓને છેતરવાનું કામ રહી રહ્યા છે.જ્યારે કોઈ પણ વિદ્યાર્થી આ સંસ્થામાં એડમીશન લેવા જાય છે ત્યારે લાખો રૂપિયાના પ્લેસમેન્ટ, ૧૦૦% જોબ મળશે તેવા પ્રલોભનો આપી વિધાર્થીઓને સંસ્થા તરફ આકર્ષી વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવે છે.

surat : ગુજરાતમાં ( gujarat ) ખાનગીકરણને કારણે રાજ્યમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો ( private university ) રાફડો ફાટયો છે. જેથી પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો દુરુપયોગ કરી ઘણા ઇન્સ્ટિટ્યૂટ ( institute ) પોતાની હાટડીઓ વર્ષોથી ચલાવે છે,

આ ઇન્સ્ટિટ્યુટ સાથે ૪૦,૦૦૦ જેટલાં વિદ્યાથીઓ જોડાયેલા છે. પ્રત્યેક વિદ્યાર્થીની ફી દર વર્ષે ૧ લાખ થી લઇને ૩ લાખ સુધીની હોય છે. ઉપરાંત, BCA,MCA, BSC IT MSC IT, COMPUTER ENGINEERING જેવા વિવિધ ડિગ્રી કોર્ષો કે જે UGC ના નિયમ મુજબ રેગ્યુલર કોર્ષ છે.પરંતુ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ કોર્ષ એક્સટર્નલમાં કરાવી વિદ્યાર્થીઓને વિદ્યાદીપ યુનિવર્સિટી, કિમ અને સ્વણિમ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે બસો દ્વારા મોકલી ત્યાં પરીક્ષાઓ અપાવવામાં આવે છે અને પાસ કરાવાની જવાબદારી સંસ્થા પોતે લે છે તથા આ સં:લગ્ન યુનિવર્સિટી ડમી માર્કશીટ અને ડિગ્રી આપે છે.જે ડિગ્રી પર વિદ્યાથીઓને નોકરી પણ નથી મળતી.

આ ઉપરાંત સંસ્થાની વિવિધ બસો સુરતના વિવિધ સેન્ટરો થી નીકળી વિદ્યાદીપ યુનિવર્સિટી મુકામે પરીક્ષા આપવા લઇ ગયા હતા.એવી જ રીતે બીજી ઘણી બસો સ્વર્ણિમ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે પણ લઇ જવાય છે.આ બૌગસ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ૧ અઠવાડિયાની પરીક્ષા માત્ર ૨ જ દિવસમાં આપી દે છે એટલે કે ૬ પેપર માત્ર ૨ દિવસમાં જ આપે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અમો દ્વારા RTI કરતાં જાણવા મળ્યું કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ૨૦૨૩ મુજબ જે-તે યુનિર્વિસીટી વિસ્તારમાં ઇન્સ્ટિટ્યુટ ચલાવવું હોય તો જે તે યુનિર્વિસટી નૌ NOC તથા રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે.પરંતુ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ને VNSGU એ NOC પણ આપેલ નથી અને રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી પણ મળેલ નથી.જેને લઇને ઇન્સ્ટિટ્યૂટ ને vnsgu દ્વારા નોટિસ પણ આપવામાં આવેલ, પરંતુ હજુ સુધી આ સંસ્થા વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને તે પોતાની હાટડી ચલાવી રહ્યાં છે.

રેડ એન્ડ મલ્ટિમિડીયાના સંચાલકો એ વિદ્યાર્થીઓનો દૂરપયોગ કરી પોતાનો ધંધો વધારવા માટે ૫૦ લાખથી લઇને કરોડો રૂપિયાની ફ્રેંચાઇસી પણ આપે છે.
આ બોગસ સ્ટડી સેન્ટર ને બંધ કરાવવા અને એના સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ગત તા.૦૧/૦૧/૨૫ ના રોજ NSUI સુરત દ્વારા કુલપતિ (VNSGU) ને પણ રજૂઆત કરવામાં આવી હતી,અને ઓનલાઈન CMO,PMO અને UGC માં પણ ફરિયાદ કરવામાં આવી છે.

NSUI દ્વારા સરકાર પાસે મુખ્ય માંગણી એ છે કે,કરોડો રૂપિયાનો કૌભાંડ કરનારી આ બોગસ સંસ્થા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૧)(૨)(૩) મુજબ કાર્યવાહી કરવામાં આવે અને આ બોગસ સંસ્થા સાથે સ:લગ્ન યુનિવર્સિટીની માન્યતા પણ રદ કરવામાં આવે.જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને.
અને તેમને જણાવ્યું છે કે આગામી દિવસોમાં સરકાર આ બોગસ સંસ્થા વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી નહી કરે તો,તેઓ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશું.

62 Post