surat : ઉકાઈ ડેમમાં ( ukai dem ) છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ( surat ) ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ પાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર હતો. સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છે અને રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/court-husband-pregnency-tv-phone-frenchfries-highcourt/
ગુજરાતમાં ( gujarat ) ભારે વરસાદના કારણે મુંબઈથી દિલ્હી જનાર લગભગ પંદરથી વધુ ટ્રેનો રદ છે. અનેક ટ્રેનો ( train ) 10થી 12 કલાક મોડી ચાલી રહી છે. સુરત રેલવે સ્ટેશન ( surat railway station ) પર મોટી સંખ્યામાં યાત્રીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ટ્રેન રદ ( train cancel ) થતાં અને મોડી ચાલતા કોઈપણ પ્રકારની જાણકારી અત્યાર સુધી યાત્રીઓ સુધી પહોંચી નથી જેના કારણે રેલવે પ્લેટફોર્મ ( railway platform ) પર યાત્રીઓ 10 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. લોકોને હાલાકી થઈ રહી છે. રેલવે સ્ટેશન પર પણ કોઈ પણ પ્રકારની જાણકારી યાત્રીઓને રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં ન આવી રહી હોવાની ફરિયાદ યાત્રીઓ દ્વારા સતત કરવામાં આવી રહી છે. સુરત રેલ્વે સ્ટેશન પર મુંબઈ અને ભાવનગર થી આવેલા કેટલાક યાત્રીઓ ટ્રેન મોડી થતાં ફસાયા હતા.
surat : ઉકાઈ ડેમમાં ( ukai dem ) છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ( surat ) ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી 1.50 લાખથી
સુરત શહેર અને જિલ્લામાં પડતા વરસાદની જેટલી અસર તાપી નદીના જળસ્તર ઉપર થતી નથી તેના કરતાં સૌથી વધુ અસર ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે થાય છે. મહત્વની બાબતે છે કે, સુરત શહેર અને જિલ્લામાં વરસાદ ન પડે તો પણ સુરત શહેરમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો સુરત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ જાય છે. દર વર્ષે જ્યારે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતી હોય છે ત્યારે અંદાજે 2.5 લાખ ક્યુસેક કરતા પાણી વધારે છોડવામાં આવે છે. ત્યારે સુરતના અડાજણ રેવાનગરથી પાણી ભરાવાના શરૂ થઈ જાય છે. આ વખતે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા 2.47 લાખ જેટલું પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે ગઈકાલથી સ્થિતિ ખૂબ જ ભયાવહ જોવા મળી રહી છે. તાપી અને સુરત જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો ( dem overflow ) થઈ ગયા છે અને તમામ જળાશયો પણ પાણીથી છલકાઈ ગયા છે.
સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાના શરૂ થતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રેવાનગરના જે મકાનો છે તે તાપી નદીના ખૂબ જ કિનારે છે. એક તરફ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદીના જળસ્તરમાં થતો વધારો તેમજ દરિયામાં ભરતીનો સમય એક સરખો થતા મુશ્કેલીમાં વધારો થઈ જાય છે. 25 ઓગસ્ટના દિવસે રાત્રે જ વહીવટી તંત્ર દ્વારા રેવાનગરના કુલ 27 પરિવારોને સ્થળાંતરિત કર્યા હતા. તેમજ ગઈકાલ રાતે વધુ ત્રણ પરિવારોને સ્થળાંતરિત કરતા કુલ 30 જેટલા પરિવારોને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે. શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજે પણ સવારે 30 પરિવારોએ શાળામાં જ પોતાની રાત વિતાવી હતી.