Surat : સુરત શહેરમાં ગત 27 મેના રોજ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું ઇન્ટરનેશનલ ( International ) રેકેટ પકડી પાડયું હતું. આ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન પોલીસને 164 બેંક એકાઉન્ટ મળ્યાં છે. આ બેંક એકાઉન્ટમાંથી ( Bank Account ) RBL બેંકમાં ખોલેલા 89 બેંક એકાઉન્ટમાંથી માત્ર છ મહિનામાં કુલ 1,445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે. જ્યારે હજુ 75 બેંક એકાઉન્ટનું વેરીફીકેશન કરવાનું બાકી છે. આ આંકડો વધી શકે છે. તમામ બેંક એકાઉન્ટ સુરત શહેરમાં ખોલવામાં આવ્યા હતા. આ બેંક એકાઉન્ટની વિગતોમાં સિંગાપોર, મલેશિયા, ક્યુબા અને થાઈલેન્ડના ( Thailand ) મોબાઈલ નંબરો આપવામાં આવ્યા હતા.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

Surat : આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ ગુનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરાઈ હતી. આરોપી કિરાત જાદવાણી અને મિત ખોખરની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ અન્ય લોકો પાસેથી તમામ વિગતો મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. દર એકાઉન્ટ દીઠ તેમને અલગ અલગ લિમિટ આધારે એક લાખ રૂપિયાથી લઈને સાત લાખ સુધીનું કમિશન મળતું હતું.
Surat : સુરત શહેરમાં ગત 27 મેના રોજ ઉધના પોલીસે વાહન ચેકિંગમાં બે શખ્સોને પકડી પાડી સાયબર ક્રાઇમની ઓનલાઇન ચીટીંગનું ઇન્ટરનેશનલ રેકેટ પકડી પાડયું હતું.
Surat : આરોપીઓ આ એકાઉન્ટની તમામ વિગત વિદેશમાં બેસેલા તેમના આકાઓને આપતા હતા. આ રેકેટમાં સામેલ ટોપના લોકો આ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને સાયબર ફ્રોડની જે પણ રકમ હોય તેને ટ્રાન્જેક્શન માટે વાપરતા હતા. અત્યારે ઉધના પોલીસે 164 જેટલા બેંક એકાઉન્ટ જપ્ત કર્યા છે. આ તમામ એકાઉન્ટની વિગતો અલગ અલગ બેંકો પાસેથી મંગાવવામાં આવી છે. જેમાંથી RBL બેંકના 89 બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, તેમાંથી 1,455 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. હજી અન્ય બેંકની માહિતી બાકી છે. ઉધના પોલીસે અન્ય બેંક પાસેથી પણ તમામ બેંક એકાઉન્ટની વિગતો મંગાવી છે. સ્ટેટમેન્ટ આવ્યા પછી પોલીસ વધુ એનાલિસિસ કરશે અને અન્ય બેંક એકાઉન્ટમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તેની વિગતો મેળવશે. પોલીસને અનુમાન છે કે આંકડો હજુ વધી શકે છે.
Surat : ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ સાયબર ફ્રોડની ઘટનામાં જેટલા પણ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તે તમામ સુરતમાંથી જ ખોલવામાં આવ્યા છે. RBL, યસ બેંક, એક્સિસ બેંક સાથે એસબીઆઇ બેંકના પણ એકાઉન્ટ સામેલ છે. જે વ્યક્તિને જરૂરિયાત હોય, સાથે એવી ફર્મ જે પોતાની રીતે સારું પર્ફોર્મન્સમાં નથી આવી ફર્મના માલિક પાસેથી વિગતો મેળવીને આ લોકો એકાઉન્ટ ખોલતા હતા. જે લોકો પાસે ફર્મ ન હોય તેમની પાસેથી જીએસટી નંબર મેળવીને બેંક એકાઉન્ટ ખોલતા હતા. તમામ કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા.
Surat : જ્યારે એકાઉન્ટ ખુલી જાય ત્યારે એકાઉન્ટ હોલ્ડરને આ લોકો ફિક્સ રકમ આપી દેતા હતા. જે એકાઉન્ટની સાઈઝ હોય તે પ્રમાણે તે રકમ આપી દેતા અને ત્યાર બાદ જ્યારે આ એકાઉન્ટનો સાયબર ફ્રોડના ટ્રાન્જેક્શન માટે ઉપયોગ થાય તેમને બે ટકા કમિશન પણ અલગથી આપતા હતા. અત્યારે અમને જે ઇન્ફોર્મેશન મળી છે, ચારથી પાંચ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કમિશન પેટે આપ્યા છે. અન્ય બેંકથી જે વિગતો આવશે ત્યારે અમે કહી શકીશું કે કેટલા ઓરિજનલ ટ્રાન્જેક્શન આ લોકોએ કર્યા છે. તેમાંથી આ લોકોને કેટલું કમિશન આપવામાં આવ્યું છે.
Surat : આ સાથે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ તમામ ટ્રાન્જેક્શન સાયબર ફ્રોડથી આવેલા નાણામાંથી કરવામાં આવેલાં છે. જે સંદર્ભે અલગ અલગ જગ્યાએ ફરિયાદ પણ કરવામાં આવી છે. જે વિગત પણ પોલીસને મળી છે. ટેકનિકલ અને ફાઇનાન્સિયલ દૃષ્ટિથી અમે તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય લોકો પણ સામેલ છે તે લોકોની પણ તપાસ હાલ ચાલુ છે. અન્ય નામો પણ ખુલશે તેની સંભાવનાઓ છે.
Surat : ઉધના પોલીસને જે તમામ 164 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તે હાલ એક્ટિવ નથી. કારણ કે સાયબર ફ્રોડમાં આ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો અને એક એકાઉન્ટમાં જ્યારે સાયબર ફ્રોડની રકમ આવે ત્યારે ફરિયાદ થતી હતી અને આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં આ લોકો ટ્રાન્જેક્શન કરી દેતા હતા જેથી ત્રણથી ચાર દિવસ જ એક એકાઉન્ટ ચાલતું હતું. કોઈના કોઈ વ્યક્તિ દ્વારા સાયબર ફ્રોડની ફરિયાદ કરવામાં આવતી હતી. જેથી આ એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવતું હતું. આ તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે ઉધના પોલીસ દ્વારા પણ લેટર લખવામાં આવ્યો છે.
https://youtube.com/shorts/1C8OzH9vXPo

આ સમગ્ર રેકેટમાં ઉધના પોલીસના હાથે મુખ્ય વ્યક્તિ કિરાત જાદવાણી ધરપકડ થઈ ચૂકી છે. સાથે મિત ખોખર કરીને પણ આરોપી છે. આ લોકો પોતે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યા બાદ જે પૈસા આ લોકો કમાતા તેમાં કાર અને ગોલ્ડ તેમજ મિલકતમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હતા. ઉધના પોલીસે તેમાંથી 1.04 કરોડ રૂપિયા ફ્રીઝ પણ કર્યા છે. જે કિરાત જાદવાણીના છે.
Surat : સૌથી મહત્વની વાત છે કે, આ આખુ રેકેટ ઇન્ટરનેશનલ રેકેટ છે જેમાં સુરતના લોકો સામેલ હતા અને સુરતમાંથી જ 164 જેટલા એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જુદા જુદા પ્રકારના જે પણ સાયબર ક્રાઇમ હોય છે. જેમાં ખાસ કરીને કોઈ પાસેથી ઓટીપી લઈને, કોઈને અલગ અલગ ટાસ્ક આપીને, ડિજિટલ અરેસ્ટ, કોઈને શેરબજારમાં પ્રોફિટની વાતો કરીને સાયબર ફ્રોડની ઘટના અંજામ આપવામાં આવતી હતી. આ તમામ ફ્રોડ ભારતની બહારથી કરવામાં આવે છે. હાલ જે ટ્રાન્જેક્શન મળી આવ્યા છે તેમાં જેટલા પણ મોબાઈલ નંબર મળી આવ્યા છે તે મલેશિયા, ક્યુબા, થાઈલેન્ડ સિંગાપોરના નંબર મળી આવ્યા છે. આ સાચા છે કે નહીં તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.