surat : સુરતમાં ( surat ) આપઘાતના ( suicide ) બનાવો સતત બની રહ્યા છે ત્યારે હવે 17 વર્ષથી નાના માસૂમ પણ આપઘાતનું પગલું ભરી રહ્યાનું સામે આવી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં 20 જેટલા લોકો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ માસૂમનો પણ સમાવેશ થઈ રહ્યો છે. સામાન્ય બાબતમાં માઠું લગાવીને જીવન ( life ) ટૂંકાવી લેવા સુધીનું પગલું ભરી લેતાં હોય છે. આ ત્રણ માસૂમની ઉંમર- 13, 14 અને 15 વર્ષ છે. નાની ઉંમરમાં જ આકરું પગલું ભરી લેવા અંગે મનોચિકિત્સકે વાલીઓને જાગ્રત કર્યા છે.
https://youtube.com/shorts/eWygqmv1kIE?feature=share
ડૉ. બિમલ તમાકુવાલા(મનોચિકિત્સક)એ જણાવ્યું હતું કે આજકાલના સમયમાં નાની ઉંમરનાં બાળકો આપઘાતના પ્રયાસ સુધીનાં પગલાં ભરતાં થઈ ગયાં છે અને આપઘાત પણ કરી રહ્યાં છે. મારા મત મુજબ એનાં કારણો માતા-પિતા સાથે બાળકોનો સંવાદનો અભાવ છે. આ હરીફાઈની દોડમાં માતા-પિતાનો બાળકો સાથેનો તંદુરસ્ત સંવાદ ( healthy talk ) હોવો જોઈએ એ મિસિંગ લાગે છે. એના પરિણામે આપણે વાંચીએ છીએ કે બાળકને ટીવી જોવાની ના પાડી, ભણવા બાબતે ઠપકો આપ્યો, આ પ્રકારની નાની-નાની ઘટનાઓ બાળકોને આત્મહત્યા કરવા તરફ દોરી જવા માટે પ્રેરક બને છે. આ પ્રકારની ઘટનાઓ નિવારવા માટે એક તંદુરસ્ત સંવાદ, હૂંફ, પ્રેમ અને સંવાદિતા એટલે કે ઘરનું કોમળ વાતાવરણ ખૂબ જ જરૂરી છે.
surat : સુરતમાં ( surat ) આપઘાતના ( suicide ) બનાવો સતત બની રહ્યા છે ત્યારે હવે 17 વર્ષથી નાના માસૂમ પણ આપઘાતનું પગલું ભરી રહ્યાનું સામે આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા બધા લોકો એમ પણ કહે છે કે આજકાલનાં બાળકો હોય કે યુવાનોમાં સહનશીલતા ઓછી છે, મહેનત કરવા નથી ઈચ્છતા. જોકે આ સિક્કાની એક બાજુ છે, દરેક જમાના અને સમયની એક તાસીર અને ખાસિયતો હોય છે. આજકાલ સમય ખૂબ જ ઝડપી થઈ ગયો છે. માણસો પાસે સમય નથી. સહનશીલતાનો અભાવ કહીને આપણે સમાજ તરીકે આપણી જવાબદારીમાંથી છટકી જઈએ એ એક મનોચિકિત્સક તરીકે યોગ્ય નથી. બાળકો અને યુવાનોના માનસિક અને ઈમોશનલ પ્રશ્નોને સમજવાની કોશિશ કરીએ. તેમના પ્રશ્નોને વાચા આપવાનો મોકો આપીએ તો આ પ્રકારની કમનસીબ ઘટનાઓ નહીં બને એવું મારું સ્પષ્ટ માનવું છે છતાં પણ માતા-પિતા અને ઘરના સભ્યો જો બાળકો અથવા તો યુવાનોમાં આ પ્રકારના નકારાત્મક વ્યવહાર નોટિસ કરે તો માનસિક રોગના નિષ્ણાત અથવા કાઉન્સેલરનો સંપર્ક કરવો જોઈએ.
મૂળ રાજસ્થાનના અને સુરતના ગોડાદરા સ્થિત પ્રિયંકાનગર સોસાયટીમાં રાજુભાઈ ખટિક તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. રાજુભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક વિદ્યાર્થિની ભાવના ખટિક ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. ગત 20 જાન્યુઆરીએ ભાવનાએ ઘરે ઉપરના રૂમમાં ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દીધી હતી. ઘટનાથી વ્યથિત પરિવારજનોએ બાળકીને ફી ન ભરવા મામલે સ્કૂલ દ્વારા બે કલાક ટોઇલેટ પાસે ઊભી રાખી અપમાનિત કરી હોવાના આક્ષેપ કર્યા હતા. આ બાબતે ડીઇઓ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જોકે વિદ્યાર્થિનીને સ્કૂલ દ્વારા ફી બાબતે ત્રાસ અને અન્ય કોઈ કારણો છે કે નહીં એની તપાસ ચાલી રહી છે.
આપઘાતના બીજા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશ અને સચિનમાં ગણેભીગામ પાસે ડાયમંડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પાસે ઝૂંપડામાં 15 વર્ષીય તરુણી પરિવાર સાથે રહેતી હતી. તેની એક બહેન અને ચાર ભાઈ છે. તેના પિતા મજૂરીકામ કરે છે. તે પણ મજૂરીકામ કરતી હતી. તરુણી આજે ઘર નજીક ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે તરુણીના પરિવારના જણાવ્યા પ્રમાણે, તરુણી ગત મોડીરાતે તેના પ્રેમી સાથે બેસીને વાતચીત કરતી હતી. એ સમયે તરુણીનો ભાઈ બંનેને જોઈ ગયો હતો. જેથી પ્રેમી ત્યાં ગભરાઈને ભાગી ગયો હતો. બાદમાં તેણે આ પગલું ભર્યું હતું.
આપઘાતના ત્રીજા બનાવમાં, મૂળ મહારાષ્ટ્ર અને ડિંડોલીમાં રહેતા રોહિદાસ પાટીલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. રોહિદાસ મજૂરીકામ કરે છે અને પત્ની આંગણવાડીમાં કોન્ટ્રેક્ટર વર્કર તરીકે કામ કરે છે. તેમના 13 વર્ષનો પુત્ર આજે સોમવારે ઘરમાં ટેબલ પર ચઢીને એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો. જોકે તેના પરિવારના સભ્યોની નજર પડતાં તેને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.