surat : સુરતના ( surat ) પુણાગામના વિષ્ણુ પાર્ક સોસાયટીમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવાને ટ્યૂશનમાં ( tuition ) ભણવા આવેલા વિદ્યાર્થીના ( student ) ગળા પર ચપ્પુ રાખી ધમકી આપી હતી કે “આજથી અહીં આવવું નહીં, નહિતર ગળું ઉડાવી દઈશ.” CCTV માં આ કૃત્ય કેદ થયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આ તત્ત્વો રાત્રે દારૂ પાર્ટી કરે છે અને ભાઈગીરી જમાવવા માટે હંગામો મચાવે છે. જોકે વીડિયો વાઇરલ ( video viral ) થતાં આરોપીની ધરપકડ ( arrest ) કર્યા બાદ આરોપીએ કબૂલ્યું કે તેણે વિસ્તારમાં ડર બેસાવવા અને રૌફ જમાવવા માટે આ કૃત્ય કર્યું હતું. પોલીસે ( police ) આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે રહીશોએ સખત પગલાંની માગ કરી છે.

https://dailynewsstock.in/2024/12/18/crime-godhara-panchmahal-gujaratats-ats-pakistan-local-police-online/

https://youtube.com/shorts/BBUO4dmobTE?feature=share

શહેરના પુણાગામ વિસ્તારમાં એક વીડિયોની મદદથી થયેલા ગુનાનો ખુલાસો તા. 20 ડિસેમ્બર, 2024ના રોજ સોશિયલ મીડિયા ( social media ) પર વાઇરલ થયેલા એક વીડિયોએ પોલીસનું ધ્યાન આકર્ષ્યું, જેમાં એક યુવાન હથિયાર લઈને આસપાસનાં બાળકોને ડરાવતો જોવા મળ્યો. આ વીડિયો પુણાગામ વિસ્તારમાં શૂટ ( shoot ) કરાયો હોવાના શંકાસ્પદ સંકેત મળતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી.

surat : સુરતના ( surat ) પુણાગામના વિષ્ણુ પાર્ક સોસાયટીમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવાને ટ્યૂશનમાં ( tuition ) ભણવા આવેલા વિદ્યાર્થીના ( student ) ગળા પર ચપ્પુ રાખી ધમકી આપી હતી

વીડિયોમાં દેખાતા યુવાનને ઝડપવા માટે પુણાગામ પોલીસ સ્ટેશન ( police station ) ના અધિકારીઓને મૌખિક બાતમી મળી હતી, સાથેના પોલીસ સ્ટાફ અને બે પંચના સાક્ષીઓ સાથે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી. વાઇરલ વીડિયો તપાસ કરતાં આદિત્યસિંહ કૈલાસસિંહ રાજપૂત નામનો યુવાન હથિયાર સાથે ફરતો જોવા મળ્યો.

પોલીસના આવતાં જ આરોપી ઊથલપાથલ કરતા ભાગવાની કોશિશ કરતો જણાયો, જોકે તત્કાલ પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો અને તપાસ હાથ ધરી. આ તપાસ દરમિયાન તેની પાસે એક 6 ઈંચ લાંબું સ્ટીલનું ચપ્પુ મળ્યું હતું, જેના હાથા પર મરૂન કલર હતો. ચપ્પુની ધાર 3 ઈંચ લાંબી હતી અને તેના પર કોઈ વિશેષ ચિહનો કે નિશાન નહોતાં. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી પાસે હથિયાર રાખવા માટે જરૂરી પરમિટ કે દસ્તાવેજો ન મળતાં તેને સાક્ષીઓ સમક્ષ કબજે કરવામાં આવ્યું. વધુમાં, આરોપી પાસે મળી આવેલા ચપ્પુ અંગે શંકાસ્પદ જવાબો આપવામાં આવ્યા, જે તેની નિરાધારતાને સ્પષ્ટ કરતો હતો.

આરોપી આદિત્ય સિંગે સ્વીકાર્યું કે આ વાઇરલ થયેલો વીડિયો તારીખ 18 ડિસેમ્બર, 2024ના બપોરના 3 વાગ્યાનો છે અને તે ગુરુનગર પુણાગામમાં શૂટ કરાયું હતું. તે અન્ય લોકોમાં ડર ફેલાવવાના ઇરાદે ચપ્પુ સાથે ફરતો હતો. વીડિયોમાં તેનો ખુલ્લેઆમ હથિયાર દર્શાવવાનો ઉદ્દેશ શરીર સંબંધિત ગંભીર ગુનાઓ કરવાના ઇરાદે હોવાની શક્યતા છે. આરોપીની ઘટનાસ્થળે અટકાયત કર્યા બાદ તેના વિરુદ્ધ જાહેર હથિયાર નિયંત્રણના કાયદાના ભંગ માટે BNS એક્ટની કલમ 135 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીની આદેશનો ભંગ કરવો અને જાહેરમાં હથિયાર સાથે ફરવું ગંભીર ગુનાઓની શ્રેણીમાં આવે છે.

આદિત્યસિંહ કૈલાસસિંહ રાજપૂત (ઉંમર 22), મોમાઈનગર ભૈયાનગર પુણાગામનો રહેવાસી છે. તે પોતાની દૈનિક જીવનશૈલીમાં ખાસ કરીને શંકાસ્પદ દેખાતો નહોતો, પરંતુ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોએ તેની ગુનાની દિશામાં પ્રવૃત્તિઓને બહાર લાવી. ભાઈગીરી કરવા અને સ્થાનિકો સામે રૌફ જમાવવા તેણે આ કૃત્ય કર્યું હતું. ધરપકડ બાદ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું.

30 Post