surat : સુરતના ( surat ) ખટોદરા વિસ્તારમાં એક પુત્ર ( son ) એ પોતાની જન્મદાતી માતાની ( mother ) નિર્દયતાથી હત્યા કરી છે. જમવા બાબતે થયેલ વિવાદ અને ઝઘડામાં પુત્રએ 85 વર્ષની માતાના માથા પર રસોઈના દસ્તાથી હુમલો કર્યો, જેના કારણે માતાનું મોત ( death ) થયું.
સુરતના ( surat ) ખટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલ વિસ્તારમાં વૃદ્ધાની હત્યાની અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસ ( police ) અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માતાની હત્યા કરનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો હતો. 85 વર્ષની બંગાળી વૃંદાવન બિસ્વાલ પોતાની પુત્રવધૂ અને પુત્ર સાથે રહેતા હતા. પુત્ર અને પુત્રવધૂ બંને મજૂરીકામ કરતા હતા. તેઓ મૂળ ઓડિશાના ( odisa ) ગંજામ જિલ્લાના રહેવાસી છે.
surat : સુરતના ( surat ) ખટોદરા વિસ્તારમાં એક પુત્ર ( son ) એ પોતાની જન્મદાતી માતાની ( mother ) નિર્દયતાથી હત્યા કરી છે.
આ અંગે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, સાંજે મૃતકના પુત્રએ જ તેમની હત્યા કરી છે. રસોઈના દસ્તાથી માથા પર હુમલો કરી માતાની હત્યા કરવામાં આવી. પુત્રનું નામ ગાંધી વૃંદાવન બિસ્વાલ છે, જેની વય અંદાજે 40થી 50 વર્ષ છે. તે અને તેની પત્ની અહીં મજૂરીનું કામ કરે છે. સાંજે જ્યારે પત્ની બહાર હતી ત્યારે પુત્ર અને માતા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. પુત્રએ માતાની હત્યા કરી નાખી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.