surat : શહેરમાં રોગચાળો વકર્યો છે. સુરત ( surat ) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક સુરત સ્મીમેર હોસ્પિટલના ( smimmer hospital) ડોક્ટરનું ડેન્ગ્યુ ( dengue ) થવાથી મૃત્યુ ( death ) નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મનપા સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ( docter ) ધારા ચાવડા નામના તબીબને ડેન્ગ્યુ થયો હતો. જેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે તેમનું સારવાર દરમિયાન જ મૃત્યું નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં અનરાધાર વરસાદ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/13/surat-chemical-pcb-gutkha-arrest-rajsthan-duplicate/

મૂળ અમદાવાદનાં 24 વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સ્મિમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં હતાં. પાંચ દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઊલટી બાદ તબિયત વધુ લથડતાં સ્મિમેરમાં દાખલ કરાયાં હતાં, જ્યાં ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતાં. દરમિયાન તેમની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી તેમજ ચક્કર આવતાં હતાં. ગુરુવારે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

surat : શહેરમાં રોગચાળો વકર્યો છે. સુરત ( surat ) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિક સુરત સ્મીમેર હોસ્પિટલના ( smimmer hospital) ડોક્ટરનું ડેન્ગ્યુ ( dengue ) થવાથી મૃત્યુ ( death ) નિપજતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, મૃતક મહિલા ડોક્ટરને તાવ હતો, પરંતુ તેઓ જાતે જ દવા લઈ રહ્યાં હતાં. બાદમાં તેમની તબિયત લથડી અને હાલત અચાનક નાજુક બની ગઈ હતી. સારવાર દરમિયાન માત્ર છ કલાકમાં જ તેમની તબિયત એટલી બગડી ગઈ કે તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડોક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ.

સ્મિમેર મેડિકલ કોલેજના ડીન ડો.દીપક હોવલેએ જણાવ્યું હતું કે ડો. ધારાનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેને બીજી ઘણી તકલીફો હતી. તેને લિવર ફેલ્યોર અને હાર્ટની સમસ્યા પણ હતી. જ્યારે તેને તાવ આવ્યો ત્યારે તેણે જાતે જ દવા લીધી, જેનાથી કેસ વધુ બગડ્યો, જો તેમણે તેના વરિષ્ઠોને અથવા ઈન્ચાર્જને કહ્યું હોત તો કદાચ એ જ સમયે ટેસ્ટ કરાવ્યા પછી વધુ સારી સારવાર થઈ શકી હોત. માત્ર છ કલાકમાં જ તેમની તબિયત એટલી બગડી ગઈ કે રિકવરી થઈ શકી નહીં. મગજમાં સોજો હતો.

સ્મિમેર હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જિતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે સિનિયર ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમનાં પરિવારજનોના આવ્યા બાદ તેમને વિનસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની હાલત ગંભીર બની હતી. ગતરોજ તેમનું અવસાન થયું હતું. ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વાઇરલ ફીવર વચ્ચે ડેન્ગ્યૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. અમારા તરફથી કોઈ બેદરકારી થઈ નથી.

36 Post