Surat : પવિત્ર શ્રાવણ ( sharavan ) માસ શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે સુરતના શિવભક્તો ( shiv bhakat ) માં પાલ અટલ આશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવે ( pardeshvar temple ) પારાના શિવલિંગ ( shivling ) ની પૂજા માટે લોકો ઉત્સાહિત છે. આ એક એવું શિવ મંદિર ( shiv temple ) છે જે વિશ્વભરમાં ક્યાંય પણ નથી. આ મંદિરમાં 2,351 કિલો પારાનું ભવ્ય શિવલિંગ આવેલું છે. ભક્તોમાં એવી શ્રદ્ધા છે કે, અહીં સંકલ્પ લેનાર શિવભક્તોની દરેક મનોકામના પારાના શિવજી ( god shiva ) પૂર્ણ કરે છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/social-media-beach-deadbody-police-sex-doll/
શિવભક્તોમાં આ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર
શિવભક્તોમાં હંમેશાથી આ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે લોકોનું કીડિયારુ અહીં ઉભરાય છે. અહીં પારામાંથી તૈયાર કરાયેલા શિવલિંગ હોવાના કારણે મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી રોગ અને મુશ્કેલીઓ દૂર થાય છે.
Surat : પવિત્ર શ્રાવણ માસ શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે સુરતના શિવભક્તોમાં પાલ અટલ આશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવે પારાના શિવલિંગની પૂજા માટે લોકો ઉત્સાહિત છે.
2351 કિલો પારાથી તૈયાર કરાયું શિવલિંગ
વાસ્તુશાસ્ત્રના આધારે આ મંદિરનું નિર્માણ થયું છે. આ ખાસ શિવલિંગની અનોખી મહિમા છે. પારદેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગના નીચેના ભાગમાં શિવલિંગની અંદરથી (શિવની નાભી) એક 3 ઈંચના પિત્તળના પાઈપ સાથે તાંબાનો તાર કરી તેની નીચે એક ઘંટ લગાવવામાં આવ્યો છે. આ ઘંટને 45 ફૂટ ઊંડે બોરિંગ કરીને જ્યાં પાણીનો સ્પર્શ થઈ શકે તે રીતે સેટ કરવામાં આવ્યો છે. નીચે જ્યાં નાભિ વિસ્તાર છે. ત્યાં પણ પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આખું શિવલિંગ 2351 કિલો પારાથી તૈયાર થયું છે.
8 પ્રકારની ધાતુઓમાં તૈયાર કરાયેલા પારા સર્વશ્રેષ્ઠ
શાસ્ત્રોમાં પારાના શિવલિંગનું ઘણું મહત્વ છે અને 8 પ્રકારની ધાતુઓમાં પારો સર્વશ્રેષ્ઠ ગણાય છે. અહીં કેન્સર પીડિત લોકો પણ સાજા થઈ ગયા છે. માત્ર સંકલ્પ લેવાથી અને સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. આ અતિ દુર્લભ શિવલિંગના દર્શન માટે દેશવિદેશથી શિવભક્તો આવે છે.
12 જ્યોર્તિલિંગમાં સૌથી વધુ મહત્વ પારદ શિવલિંગનું
માહિતી અનુસાર,આ મંદિરની સ્થાપના વર્ષ 1977માં થઈ હતી. જો કે, તે સમય 51 કિલોગ્રામના નાના પારદ શિવલિંગ ની હતી. મોટા પારદેશ્વરની સ્થાપનાં વર્ષ 2004માં થઇ હતી. 12 જ્યોર્તિલિંગમાં સૌથી વધુ મહત્વ પારદ શિવલિંગનું છે.
600 કિલોગ્રામ પારાના શિવલિંગની નીચે પિત્તળનો ભાગ
આ અંગે પંડિત અરવિંદકુમાર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું 10 વર્ષથી મંદિરમાં સેવા કરું છું. આ વિશ્વનું એકમાત્ર 2351 કિગ્રા પારાનું શિવલિંગ ધરાવતું મંદિર છે. પારો ખૂબ જ શુદ્ધ હોય છે. સૌરાષ્ટ્રનાં સમર્થ મહંત ગુરૂ મહાદેવગિરી બાપુની પ્રેરણાથી અને બટુકગિરી સ્વામીના પ્રયત્નથી અહિં પારાનું શિવલિંગ સ્થાપિત થયું છે. 1751 કિલોગ્રામ પારાના શિવલિંગમાં 600 કિલોગ્રામ પારાના નીચે પિત્તળનો ભાગ આવેલો છે. તેમાં વાપરવામાં આવ્યો છે.