surat : સુરત શહેર ( surat city ) ની રિંગ રોડ ( ring road ) ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટ ( shivshakti textile market ) માં 25 અને 26 ફેબ્રુઆરી બે દિવસ સુધી સતત આગ ( fire ) લાગેલી રહી હતી. આ માર્કેટના ( market ) 853 જેટલી દુકાનોમાં વેપારીઓનો સાડીઓ તેમજ કાપડનો માલ રહી ગયો હતો. આગ કાબુમાં આવ્યા બાદ વેપારીઓ પોતાની દુકાનની સ્થિતિ જોવા અને માલને બહાર કાઢવા માટે અધીરા બન્યા હતાં. ત્યારે હાલમાં સલાબતપુરા પોલીસે ( salabatpura police ) વેપારીઓને માર્કેટમાં તેમની દુકાને લઈ જઈ આગથી સલામત રહેલો કાપડ સહિતનો માલ, રોકડ અને દસ્તાવેજો કઢાવી રહી છે.
https://youtube.com/shorts/Z8jmgw-CAGo?si=RofyX-9Q4E_btgbv
https://dailynewsstock.in/2025/03/17/gujarat-death-buffalo-family-police-parents/
છેલ્લા ત્રણ દિવસમાં કુલ 91 દુકાનમાંથી આશરે રૂ. 8.63 કરોડની કિંમતનો કાપડનો માલ વેપારીઓને બહાર કઢી અન્ય સ્થળે ખસેડ્યો છે. વેપારીઓના માલ સાથે 52 લાખ રોકડ પણ સહીસલામત મળી આવ્યાં છે. વેપારીઓએ જણાવ્યું કે, પોલીસ સહિતના પ્રશાસન દ્વારા અમને અમારો માલ પરત અપાવવામાં આવ્યો છે. 300થી વધુ વેપારીઓએ પોતાની દુકાન શિફ્ટ કરી દીધી છે, જ્યારે 40થી 50 જેટલા વેપારીઓ સંપૂર્ણ પાયમાલ થઈ જવાના કારણે સુરત છોડીને વતન રાજસ્થાન ( rajsthan ) જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
surat : સુરત શહેર ( surat city ) ની રિંગ રોડ ( ring road ) ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટ ( shivshakti textile market ) માં 25 અને 26 ફેબ્રુઆરી બે દિવસ સુધી સતત આગ ( fire ) લાગેલી રહી હતી.
રિંગ રોડ શિવશક્તિ માર્કેટમાં બેઝમેન્ટ પ્લસ પાંચ માળની 8થી 3 દુકાનના દુકાનદારોને મહાશિવરાત્રિના આગલા દિવસે લાગેલી ભયંકર આગે રાતા પાણીએ રડતા કરી દીધા હતા. આખી માર્કેટ સતત બે દિવસ આગની જવાળામાં ઘેરાઇ ગઇ હતી. ફાયરબ્રિગેડ પણ આગ પર કાબૂ કરવામાં ટાંચી પડતાં અંદરથી કશું બચવાની આશા વેપારીઓ ગુમાવી બેઠા હતા. બિલ્ડિંગને પણ ઘણું મોટું નુકસાન થયું હોવાથી તે ફરીથી શરૂ થશે કે કેમ? તેને લઈને પણ શંકા સેવાઈ રહી છે.
જોકે, અહીં દુકાન ધરાવતા વેપારીઓ પોતાનો માલ કાઢવા માટે અધીરા બન્યા છે. આગમાં તેઓને કેટલી હદે નુકસાન થયું છે, તેનો અંદાજો લગાવવા મથી રહ્યાં છે. બીજી તરફ વેપારીઓ ઓછું નુકસાન થયું હોય તો સારું તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. ભયંકર આગ છતાં કેટલાક વેપારીઓની દુકાનો બચી ગઇ હતી. અત્યારસુધી 91થી વધુની દુકાનોમાંથી માલ-સામાન સહી સલામત મળી આવ્યો છે.
આગ લાગી ત્યારથી એસ.વી.એન.આઈ.ટી.ની ટીમ ત્રણ વખત સર્વે કરી ચૂકી છે. ચોથા સર્વે બાદ સ્ટ્રક્ટર સ્ટેબિલિટીનો રિપોર્ટ આપશે, પરંતુ વેપારીની સ્થિતિને જોતાં માર્કેટની દુકાનોમાંથી વેપારીઓ તેમનો માલ કાઢી શકે તેવી પરવાનગી આપી હતી. 12 માર્ચને બુધવારથી બેઝમેન્ટમાંથી માલ-સામાન કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી. દરરોજ 30 જેટલા વેપારીઓને દુકાનમાં જવા દેવામાં આવે છે. શિવશક્તિ માર્કેટમાં બધી મળીને 843 દુકાનો આવેલી છે. પહેલા બેઝમેન્ટ, બાદમાં લોઅર, અપર બેઝમેન્ટ બાદ પહેલો, બીજો અને ત્રીજો માળ એમ કુલ છ માળમાંથી માલ કાઢવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓની રાહબર હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ફાયર વિભાગ તથા પોલીસ વિભાગની અલગ-અલગ ટીમો બનાવી માર્કેટના વેપારીઓને ફાયર સેફ્ટીના સાધનોથી સજ્જ કરી માર્કેટમાં તેમની દુકાને લઈ જવામાં આવ્યા હતાં. દુકાનમાં રહી ગયેલ રોકડા રૂ.52 લાખ, આશરે 1 કિલોગ્રામ જેટલા ચાંદીના અલગ-અલગ સિક્કાઓ, 292 કોમ્યુટર- પ્રિન્ટર, ચેક બુકો, દસ્તાવેજો અને વેપાર-ધંધાની ફાઈલો જેવા અગત્યના ડોક્યુમેન્ટ પરત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં કુલ 91 દુકામાંથી આશરે રૂ. 8.63 કરોડની કિંમતનો કાપડનો માલ વેપારીઓને બહાર કઢાવી સુરક્ષીત પરત આપવામાં આવ્યો હતો.