surat : સુરતના સરથાણાના ( sarthana ) વાલક પાટીયા ( valak patiya ) પાસે થોડા સમયથી ઘણી બધી ઘટનાઓ બનતી રહે છે,જેમાં અકસ્માત ( accident ) અને નાના મોટા ગુનાઓ પણ બનતા જ રહે છે. ત્યારે ગત મધરાત્રે ત્રણ વાગ્યે કારના ડેશબોર્ડ ( deshboard ) પર પોલીસની ( police ) પ્લેટ લખાવેલી કારમાં આવી દાદાગીરી કરતાં બે શખ્સને ટોળાંએ ઘેરી લીધા હતાં. જે બાદ કારમી તલાશી લેતાં દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતાં હંગામો મચી ગયો હતો. લોકોએ વીડિયો ( video ) ઉતારી સોશિયલ મીડિયા ( social media ) પર વાઇરલ ( viral ) કરતાં પોલીસે આ મામલે કારચાલક વિરૂદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/20/surat-rape-police-arrest-fir-private-part/
સરથાણા વાલક પાટીયાના નામથી એક વીડિતો વાઇરલ થયો હતો. જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાઈ આવતી હતી. કારના ડેસબોર્ડ પર પોલીસ લખેલું પાટીયું જણાઇ આવતું હતું. ટોળાં દ્વારા આ કારમાં સવારે બે શખ્સને બહાર કાઢી કારની ઝડતી લેવામાં આવતાં બિયર અને દારૂની બોટલ હોવાનું સામે આવ્યું હતું. ટોળાં દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી.
surat : સુરતના સરથાણાના ( sarthana ) વાલક પાટીયા ( valak patiya ) પાસે થોડા સમયથી ઘણી બધી ઘટનાઓ બનતી રહે છે,જેમાં અકસ્માત ( accident ) અને નાના મોટા ગુનાઓ પણ બનતા જ રહે છે.
વાઇરલ વીડિયો વચ્ચે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ કાર ડિટેઇન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની વિરૂદ્ધ બે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલાં આરોપીઓ જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંબડ તરીકે બહાર આવ્યું હતું. આ બંને શખ્સ કારની લે-વેચ સાથે સંકળાયેલાં હતા.
બંને શખ્સો દ્વારા પોલીસની ઓળખ આપી નજીકની હોટલમાં ખાધા બાદ નાણાં નહિ આપતાં હંગામો થતાં ટોળું ભેગું થયું હતું. તેમાં જ આ બંને શખ્સ પોલીસની પ્લેટની આડમાં ગોરખધંધો કરતા હોવાનું ખુલ્યું હતું. કંટ્રોલ રૂમના કોલને પગલે પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ બંને ભાગી છૂટ્યા હતાં. પોલીસ તેમની વિરૂદ્ધ રેસ ડ્રાઇવિંગ, પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધ્યા છે. આ શખ્સો ઉત્રાણથી કારમાલિકનું પણ અપહરણ કરી લાવ્યાની વાતો બહાર આવતાં ઉત્રાણ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.