surat : સુરતના ( surat ) સૈયદપુરા ( saiyadpura ) વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે ગણેશ ઉત્સવ ( ganesh festival ) દરમિયાન આ રીતની ઘટના બનતા હવે સુરત પોલીસ ( surat police ) હાઇ એલર્ટ ( high alert ) થઈ ગઈ છે. પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. ક્યારે વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટીચાલમાં વરાછા પોલીસ ( varacha police ) દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 27 જેટલા શખસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/11/stock-market-nifty-sensex-bank-banknifty-trend-point/
મળતી માહિતી પ્રમાણે, સુરતના સૈયદપુરા આવે વિસ્તારમાં ગણેશ પંડાલ પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ ચોકીનો ઘેરાવ કરતા ફરી પથ્થરમારો કરતા આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. ત્યારબાદ સુરત ( surat ) પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આ પથ્થરમારો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈને પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. આ સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશન ( police station ) વિસ્તારોમાં ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.
વરાછા વિસ્તારમાં આવેલા પાટીચાલ ઝૂંપડપટ્ટીમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝૂંપડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 શખસ સામે છરી-ચપ્પુ વગેરે હથિયારબંધી જાહેરનામા ભંગ, 4 શખસ સામે દારૂ પીવાના સહિત 27 શખસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ 49 જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. જ્યારે એક વાહન ડિટેઇન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવ દરમિયાન સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સુરત પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે. સૈયદપુરા વિસ્તાર બાદ અઠવા વિસ્તાર, ખટોદરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. હજુ પણ જે વિસ્તારો સંવેદનશીલ છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવશે.