surat : ગુજરાતની ( gujrat ) રાજનીતિનું ( politics ) સૌથી મોટું પાટીદાર આંદોલન ( patidar aandolan ) ના ચહેરાઓની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. ત્યારે લોકસભા ચૂંટણી ( loksabha election ) પહેલા આમ આદમી પાર્ટી ( aam admi party ) માં મોટું ગાબડું પડ્યું છે. સુરતમાં મોટાગજાના પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટીન રાજીનામું પકાવ્યું છે. અલ્પેશ કથીરિયા ( alpesh kathiriya ) અને ધાર્મિક માલવિયા ( dharmik malviya ) એ એકસાથે રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી ( ishudan gadhvi ) ને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને ખાસ મિત્રો છે, ત્યારે બંને મિત્રોએ એકસાથે પાર્ટીમાંથી વિદાય લીધી.

https://dailynewsstock.in/surat-murder-police-photo-station-arrest/

surat

https://dailynewsstock.in/skin-care-fruits-face-pollution-vitamins-healthy/

આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ઝાડુનો સાથ છોડી દીધો છે. હવે આ બન્ને નેતાઓ આગામી દિવસોમાં શું કરશે શું ભાજપ કે અન્ય પાર્ટીમાં જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. બન્ને નેતાઓએ તાત્કાલિક અસરથી જ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, બન્ને નેતા હાર્દિક પટેલના સાથીદાર છે જે સમયે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે અલ્પેશ કથીરિયા હાર્દિકના નજીકના સાથીદાર માનવામાં આવી રહ્યા હતા.

અલ્પેશ અને ધાર્મિક બન્ને 2022માં લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતની લોકસભાની ચૂંટણી પહેલા પાસ કન્વીનર રહી ચૂકેલા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારે તેમની નજીકના સાથીઓ પણ ભાજપમાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, તે સમયે અલ્પેશ અને ધાર્મિક જેવા આપના નેતાઓએ પાર્ટી છોડવાનો ઈનકાર કરી દીધો હતો.

અલ્પેશ કથીરિયા 2022માં સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જોકે, તેમને ભાજપના કુમાર કાનાણી સામે હાર મળી હતી. અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપવાનું કારણ સામાજિક કાર્યો કરવાનું આપ્યું છે. બીજી તરફ ધાર્મિક માલવિયાની ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ સામે વિધાસભા ચૂંટણીમાં હાર થઈ હતી. આ બન્ને નેતાઓએ હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે સ્પષ્ટતા નથી કરી. પરંતુ તેઓ રાજકારણ સાથે સંકળાયેલા રહેશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

8 Post