surat : શહેરના કાપોદ્રા વિસ્તારમાં ( kapodara area ) આવેલી સોસાયટીમાં બે દિવસ અગાઉ મહારાષ્ટ્રીયન પરિવારની પરિણીતાએ એસિડ ( acid ) ગટગટાવી આપઘાત ( suicide ) નો પ્રયાસ કરતા ટૂંકી સારવાર દરમ્યાન પરિણીતાનું હોસ્પિટલના ( hospital ) બિછાને મોત નીપજતા કાપોદ્રા પોલીસ ( police ) દ્વારા સાસરીયા પક્ષના લોકો વિરોધ દુશપ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ સહિત સસરાની ધરપકડ ( arrest ) કરી છે. મૃતક પરિણીતાના પિતાએ કરેલા આક્ષેપ મુજબ સાસરીયા પક્ષના લોકો દ્વારા અવારનવાર તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે અંગે પરીણિતા વારંવાર કોલ કરી આ બાબતની જાણ પોતાના પિતાને કરતી હતી. જે પિતાની ફરિયાદના આધારે પોલીસે દુષપ્રેરણા નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

https://dailynewsstock.in/2024/09/12/family-tips-girls-jintfamily-indian-children-dinner/

surat

સુરતમાં છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણ હોય કે પછી ઘરેલુ હિંસાના કારણે મહિલાઓના આપઘાતના કિસ્સા ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. સાસરીયા પક્ષ દ્વારા આપવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસના કારણે કંટાળી મહિલાઓ આઘાત કરતી હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ પ્રકાશમાં આવી ચૂકી છે. જ્યાં વધુ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં સામે આવી છે. કાપોદ્રા પોલીસ મથકના જણાવ્યા પ્રમાણે, પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીમાં મહારાષ્ટ્રીયન પરિવારની પરિણીતાએ બે દિવસ અગાઉ પોતાના જ ઘરમાં એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરિણીતાની હાલત અતિ ગંભીર હોવાના કારણે પોલીસ જે તે સમયે તેનું નિવેદન લઈ શકી નહોતી.

દરમિયાન ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલી પરિણીતાનું ટૂંકી સારવાર બાદ ગત રોજ હોસ્પિટલના બીછાને મોત નીપજતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સમગ્ર કેસમાં સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી પરિણીતાએ આપઘાત કર્યો હોવાના આરોપ મૃતકના પિતાએ કર્યો હતો. જે આરોપોના પગલે કાપોદ્રા પોલીસે પરિણીતાના પતિ ઘનશ્યામ ઝાખરડે, સસરા વિઠ્ઠલ ઝાખરડે, જેઠ સંતોષ ઝાખરડે અને જેઠાણી વંદના ઝાખરડે વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કાપોદ્રા પોલીસે પતિ ઘનશ્યામ ઝાંખરડે અને સસરા વિઠ્ઠલભાઈ ઝાખરડેની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર જેઠ જેઠાણીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

surat : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બે દિવસ અગાઉ મહારાષ્ટ્રીયન પરિવારની પરિણીતાએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ટૂંકી સારવાર દરમ્યાન પરિણીતાનું હોસ્પિટલના

કાપોદ્રા પોલીસ મથકના પીઆઇ મનોજ આસુરાના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ અગાઉ પરિણીતાના લગ્ન કાપોદ્રાની શ્રીજી સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ઝાંખરડે જોડે થયા હતા. લગ્નના શરૂઆતના સમયે પરિણીતાને સારી રીતે રાખવામાં આવી રહી હતી. પરંતુ ત્યારબાદ એકાએક પતિ સહિત સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર નાની-નાની વાતે મહેણા- ટોણા મારી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. જે સમગ્ર હકીકત પરણીતા કોલ કરી પોતાના પિતાને જણાવતી હતી. આ ઘટનામાં પિતાએ કરેલા આક્ષેપ ના આધારે પોલીસે હાલ ગુનો દાખલ કરી પતિ ઘનશ્યામ જાખરડે અને સસરા વિઠ્ઠલ જાખરડેની ધરપકડ કરી છે. જ્યારે જેઠ- જેઠાણી હાલ પોલીસ પકડથી દૂર છે.જેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, સમયાંતરે ઘરેલુ હિંસાના અને કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જે ઘરેલુ હિંસા પરિણીતાને આપઘાતના માર્ગ સુધી ખેંચી જાય છે. સાસરિયા પક્ષ દ્વારા આપવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસના કારણે આ કેસમાં પરિણીતાએ આપઘાત કરી લેતા માસુમ બે સંતાનોએ માતાની છત્ર છાયા ગુમાવી છે. અનેક વખત આ પ્રમાણેની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આ કેસમાં પરિણીતાને ક્યાં કારણોસર સાસરીયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેની તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે. હાલ તો આ કેસમાં મૃતક પરિણીતાના પતિ સહિત સસરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સમયાંતરે ઘરેલુ હિંસાના અને કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જે ઘરેલુ હિંસા પરિણીતાને આપઘાતના માર્ગ સુધી ખેંચી જાય છે. સાસરિયા પક્ષ દ્વારા આપવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસના કારણે આ કેસમાં પરિણીતાએ આપઘાત કરી લેતા માસુમ બે સંતાનોએ માતાની છત્ર છાયા ગુમાવી છે. અનેક વખત આ પ્રમાણેની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આ કેસમાં પરિણીતાને ક્યાં કારણોસર સાસરીયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેની તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે. હાલ તો આ કેસમાં મૃતક પરિણીતાના પતિ સહિત સસરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

https://www.facebook.com/DNSWebch/

35 Post