surat : માત્ર 10 મિનિટમાં જ વિદેશી દારૂની 46,203 બોટલનો નાશ કરાયો છે. સુરત શહેર ( surat city ) ના ઝોન ચાર વિસ્તારમાં આવેલા છ પોલીસ સ્ટેશનમાં ( police station ) જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.

https://youtube.com/shorts/xR15AsvYcoY?feature=share

https://dailynewsstock.in/2024/10/01/bollywood-licence-revolver-health-update-doctor/

દારૂબંધીના કાયદા બાદ પણ ગુજરાતભરમાં ( gujarat ) પોલીસ ( police ) કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે અને કેસ કરે છે . આ દારૂનો નાશ કરવામાં આવે છે. સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ખેપ મારનાર વેચાણ કરનાર લોકો ઉપર કેસ કરીને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ વખતે ઝોન ( zone ) ચારના છ પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 20 મહિનામાં ઝોન ચાર વિસ્તારમાં કુલ 46203 વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી અને આ દારૂની બોટલને માત્ર દસ મિનિટમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

surat : માત્ર 10 મિનિટમાં જ વિદેશી દારૂની 46,203 બોટલનો નાશ કરાયો છે. સુરત શહેર ( surat city ) ના ઝોન ચાર વિસ્તારમાં આવેલા છ પોલીસ સ્ટેશનમાં

પોલીસે 85 લાખથી પણ વધુ કિંમતના દારૂના મુદ્દામાલનો આજે નાશ કર્યો છે. રોડ પર વિદેશી દારૂ મૂકી રોલર ફેરવી દારૂનો નાશ કરાયો હતો. ઝોન ચારમાં આવનાર છ પોલીસ મથક પાંડેસરા, ઉમરા, વેસુ, ખટોદરા,અઠવા અને અલથાણમાં જપ્ત કરાયેલ દારૂની બોટલનો આજે નાશ કરાયો હતો. સુરત ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, વર્ષ 2023 અને 24 સુરત શહેરના ઝોન ચારમાં આવેલા છ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા ગેરકાયદેસર દારૂની બોટલોને આજે નષ્ટ કરવામાં આવી છે. મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે પ્રક્રિયા હાથ ધરાઈ છે.

9 Post