surat : મહિલાઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ જેવા કેસોમાં તપાસ કરનારી પોલીસ ( police ) હવે પોતાના જ પોલીસકર્મી સામે દુષ્કર્મ કેસમાં આરોપી તરીકે તપાસ કરશે. બેંક કર્મી ( bank employee ) યુવતી પર ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલે ( head consteble ) લગ્નનું દબાણ કરી એસિડ એટેક ( acid atteck) ની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા દ્વારા પોલીસ મથક ( police station ) માં ફરિયાદ આપવામાં આવી છે.
https://www.facebook.com/DNSWebch/
https://dailynewsstock.in/2024/09/07/surat-pal-umra-bridge-police-bike-rider-camera-petrol/
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી અને બેંકમાં નોકરી કરતી પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ઉધના પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર રણજીતસિંહ મોરીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ અંગેની ફરિયાદ દાખલ થતાં જ આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસ કર્મીના કારણે તેની સગાઈ પણ તૂટી ગઈ હતી.
surat : મહિલાઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ જેવા કેસોમાં તપાસ કરનારી પોલીસ ( police ) હવે પોતાના જ પોલીસકર્મી સામે દુષ્કર્મ કેસમાં આરોપી તરીકે તપાસ કરશે
ડીંડોલી વિસ્તાર ખાતે 29 વર્ષે પીડિતા પોતાના ભાણેજ અને માતા સાથે રહે છે અને બેંકમાં નોકરી કરે છે. જે બેંકમાં નોકરી કરતી હતી, ત્યાં જ આ પોલીસ કર્મીનું ખાતું પણ હતું. અવારનવાર બેંકના કામથી આરોપી બેંકમાં જતો હતો. બેંકમાં તેને પોતાની ઓળખાણ પોલીસ ઇન્સ્પેક્ટરના વહીવટદાર તરીકે કરી હતી. 2022માં આરોપી રણજીતસિંહ મોરી યુવતીના ઘર સુધી પહોંચી ગયો હતો.
યુવતીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને કહ્યું હતું કે હું અને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માગું છું. યુવતીને લગ્ન કરવા માટે ડરાવવા પોતે ઝેર પી ઉધના દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયો હતો. તે સમયે પીડિતાને રણજીતના સાળા જયેશે કહ્યું હતું કે, જો આ અંગે તું કોઈને જાણ કરશે તો તારે જેલ જવું પડશે, તેથી તાત્કાલિક પીડિતા હોસ્પિટલમાં પણ પહોંચી ગઈ હતી. આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે, હું પણ એસીપી અને ડીસીપીનો વહીવટદાર છું અને મહિને ચારથી પાંચ લાખ રૂપિયા કમાઉ છું. તને રાણીની જેમ રાખીશ. સારા ફ્લેટ અપાવીશ તારે નોકરી કરવાની જરૂર પણ પડશે નહીં.
પીડિતાને લોભાવણી લાલચ આપવામાં આવી તેમ છતાં તેને ના પાડી દીધી હતી. તેથી ઉશ્કેરાયેલા આરોપીએ પીડિતાને ધમકી આપી કે તારા શું હાલ કરવું તે જોઈ લેજે. તે દિવસે તેનું એક્સિડન્ટ થયું હતું, જેથી પોલીસ કર્મીએ ખિસ્સામાંથી સિંદૂર અને મંગળસૂત્ર બતાવી કહ્યું હતું કે, આજે આપણે લગ્ન કરવાના છે એમ કહી રિક્ષામાં ન બેસતા યુવતી પર કપડા પર પોલીસ કર્મીએ સિંદૂર નાખી દીધું હતું. યુવતી કારમાં જતી હતી ત્યારે પોલીસ કર્મીએ તેની કારનો કાચ તોડી માર મારી જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આરોપીએ એસિડ મોડા પર નાખી દેવાની ધમકી આપી હતી આથી તેને પોલીસ કર્મી નો નંબર બ્લોક કરી દીધો હતો મેં વર્ષ 2024માં યુવતી ઘરે અકેલી હતી, ત્યારે પોલીસ કર્મીએ તેના પર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી છે. પછી તેનો આપત્તિજનક હાલતનો વીડિયો પણ મોબાઈલમાં ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી હતી.