surat : પાલ-ઉમરા બ્રિજ ( pal – umra bridge ) પર 120ની સ્પીડે કાર ચલાવી 14 વર્ષના તરૂણે એક નિર્દોષ બાઇકસવાર ( bike rider ) નો ભોગ લીધો છે, જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે. પાલ પોલીસે ( police ) તરૂણનાં નિવેદનો લીધાં છે. ‘કાર કોણે શીખવી તેવું પૂછતાં તેણે જાતે શીખ્યો હોવાનું રટણ કર્યું હતું, પોલીસે પૂછયું કે શીખવા માટે કાર ક્યાંથી લાવ્યો તેનો જવાબ આપી શક્યો ન હતો. તરૂણના પિતા-ભાઈએ તેને કાર શીખવી હોવાની પોલીસને આશંકા છે. પોલીસે જણાવ્યું કે તેની માતા અને નાની બહેન રાત્રે સૂતા હતા ત્યારે કહ્યા વગર કાર લઈ નીકળી ગયો હતો.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/07/surat-vnsgu-svnit-feculty-viral-student-hostel-viral/

પહેલાં રાંદેરની મસ્જિદ પાસેથી 3 મિત્રોને બેસાડી વેસુ આંટો મારવા નીકળ્યો હતો. પાલ-ઉમરા બ્રિજ ખાલી હોવાથી તે 120ની સ્પીડે કાર ચલાવવા ગયો અને રિક્ષાને ઓવરટેક કરવામાં ડિવાઇડર કૂદાવીને બાઇકસવારોને ઉડાવ્યા હતા. જો કે, બ્રિજ પર રિક્ષા હતી કે કેમ તે માટે પોલીસે કેમેરા ( camera ) ની તપાસ શરૂ કરી છે. સગીરે પાલમાં પેટ્રોલ ( petrol ) પુરાવ્યું તેના ફૂટેજ મળ્યા છે. તેના પિતા વિશાખાપટ્ટનમમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વેપાર કરે છે, જ્યારે ભાઈ ઓનલાઇન શૂઝનો વેપાર કરે છે, જે દિલ્હી ગયો છે. બંને શનિવારે આવ્યા બાદ નિવેદનો લેવાશે. તરૂણની સાથે કારમાં બેઠેલા મિત્રની હાલત ગંભીર છે.

surat : પાલ-ઉમરા બ્રિજ ( pal – umra bridge ) પર 120ની સ્પીડે કાર ચલાવી 14 વર્ષના તરૂણે એક નિર્દોષ બાઇકસવાર ( bike rider ) નો ભોગ લીધો છે, જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે.

મૃતકની દીકરીએ કહ્યું ‘પપ્પાએ કહ્યું હતું કે આ બર્થડે પર 10 હજારની ગિફ્ટ આપીશ
મૃતક ચિંતન માલવિયાના ભાઈ ડો. હિમાંશુએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, ‘ચિંતનની દીકરી બહુ હતાશ થઈ ગઈ છે. તેણે કહ્યું કે, પપ્પા મારી સાથે વાત કર્યા વિના જ જતા રહ્યા. હું તો રાહ જોઈ રહી હતી. પપ્પાએ કહ્યું હતું કે, આ વખતે નવેમ્બરમાં તારી બર્થ-ડે પર 10 હજારની ગિફ્ટ આપીશ.’ ચિંતનભાઈને દીકરી-પત્નીની સતત ચિંતા રહેતી હતી. તેઓ મને જ્યારે પણ મળતા ત્યારે એક જ વાત કરતા કે ‘મને કંઈ થઈ જાય તો મારી પત્ની અને દીકરીનું શું થશે?’ મારો ભાઈ ગણપતિ જોવા મિત્ર પાર્થ મહેતા સાથે બાઇક પર ગયો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

મૃતક ચિંતનભાઈના ભાઈ ડો. હિમાંશુએ એવો આક્ષેપ કર્યો હતો કે ‘અકસ્માત બાદ મારા ભાઈ અને પાર્થ મહેતાને નવી સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કારચાલક 14 વર્ષીય તરૂણ અને તેમાં બેઠેલા એક સગીરને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બંને વચ્ચે આવો ભેદ શા માટે રાખવામાં આવ્યો? ચિંતન અને પાર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં કેમ ન લઈ જવાયા? કદાચ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હોત તો તાત્કાલિક સારવાર મળી શકી હોત.

38 Post