surat : નવરાત્રિની ( navratri ) ઉજવણીમાં ( celebration ) વિધર્મી લોકોના પ્રવેશને ( entry ) લઈને હિન્દુ ( hindu ) સંગઠનોએ આયોજકોને ચેતવણી ( alert ) આપી છે, આથી સુરત શહેર પોલીસ ( surat city police ) કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ સંસ્થાને લાગે છે કે કોઈપણ જગ્યાએ કંઈક ખોટું થઈ રહ્યું છે તો એ બાબતે પોલીસને જાણ કરે. કાયદો હાથમાં ન લે. અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે કોઈ દીકરી સાથે ખોટું ન થાય એ જોવાનું કામ સુરત પોલીસનું છે. એટલું જ નહીં, તેમણે એમ પણ જણાવ્યું કે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ( police headquater ) ગરબા આયોજનોના આઈપી એડ્રેસ ( ip address ) થી લઈને તમામ ઈવેન્ટનું લાઈવ મોનિટરિંગ ( live monitring ) કરવામાં આવશે અને આર્ટિફિશિયલ (AI)ની મદદથી જાણી શકાશે કે કઈ ઈવેન્ટમાં કેટલી ભીડ આવી છે.

https://youtu.be/y51s-UjGjEU

surat

https://dailynewsstock.in/2024/09/28/numerology-future-example-birth-date-color/

હિન્દુ સંગઠનોએ નવરાત્રિ આયોજકોને ચેતવણી આપી
વિશ્વ હિન્દુ પરિષદ ( VHP)અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ( AHP) સહિત હિન્દુ સંગઠનોની નજર 3 ઓક્ટોબરથી શરૂ થનારા નવરાત્રિ પર્વ પર છે. નવરાત્રિ આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ અને કોઈપણ કર્મચારી વિધર્મી ન હોય એ માટેની ચેતવણી નવરાત્રિ આયોજકોને આપવામાં આવી છે, સાથે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ આયોજક તેમની વાતને નજરઅંદાજ કરશે તો તેની જવાબદારી આયોજકની રહેશે. આવી ચીમકી વચ્ચે સુરત ( surat ) શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે કાયદો હાથમાં ન લો, જો કોઈ માહિતી હોય તો પોલીસને આપો, નહીંતર સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે.

surat : નવરાત્રિની ( navratri ) ઉજવણીમાં ( celebration ) વિધર્મી લોકોના પ્રવેશને ( entry ) લઈને હિન્દુ ( hindu ) સંગઠનોએ આયોજકોને ચેતવણી ( alert ) આપી છે,

સંગઠનો અને આયોજકો સાથે CPની મિટિંગ
પોલીસ કમિશનરે હિન્દુ સંગઠનોના પ્રમુખ અને નવરાત્રિના આયોજકો સાથે મિટિંગ કરી હતી. ત્રીજી ઓક્ટોબરથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં મોનિટર સ્ક્રીન પર શહેરનાં તમામ મોટા 17 નવરાત્રિ આયોજન પર લાઈવ મોનિટરિંગ સુરત પોલીસ કરશે. આ માટે તમામ આયોજકો પાસેથી IP એડ્રેસ મગાવવામાં આવ્યા છે.

અંધાધૂધીથી નાસભાગ થતાં લોકોને નુકસાન થઈ શકે
પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે અમે તમામ સંગઠનોને કહેવા માગીશું કે તમને કોઈપણ પ્રકારની જાણકારી હોય તો તમે કોઈપણ પ્રકારનું કૃત્ય કરતા નહીં. જો તમને કોઈ માહિતી મળે તો સુરત પોલીસને એની જાણ કરો, એના પર કાર્યવાહી કરવાનું કામ સુરત પોલીસનું છે. અમને અમારી દીકરીઓની પણ ચિંતા છે, તેમની સાથે કોઈ ખોટું ન થાય અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ હંમેશાં તહેનાત રહેશે આ સાથે ઘટનામાં કોઈ અંધાધૂંધી ન થાય એની કાળજી લેવી જોઈએ, કારણ કે જો તમે કોઈપણ કાર્યક્રમમાં કોઈપણ પરવાનગી વગર જશો તો નાસભાગ મચી શકે છે અને લોકોને નુકસાન થઈ શકે છે, તેથી અમે તમામ સંસ્થાઓને કોઈપણ પ્રકારની માહિતી મળે તો પહેલા અમને જાણ કરવા જણાવ્યું છે. આમ છતાં જો કોઈ બનાવ અમારા હાથમાં આવશે તો અમે તેની સામે પગલાં લઈશું, કારણ કે સુરતમાં ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની છે.

ગરબામાં વધુને પ્રવેશ અપાશે તો આયોજક સામે કાર્યવાહી
આ સાથે તમામ ગરબા-આયોજકો પાસેથી સીસીટીવીનું આઈપી એડ્રેસ માગ્યું છે, જ્યાં સુધી લોકો તેમના ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ હેડક્વાર્ટરના અંડર કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. લોકો તેમના ઘરે પહોંચે ત્યાં સુધી એક ટીમ કંટ્રોલ રૂમમાં બેસીને લાઈવ મોનિટરિંગ કરશે. મારા મિત્રએ કહ્યું હતું કે ઘણી વખત આયોજકો પાસ વેચાણ માટે ઘણા બધા પાસ મોકલે છે, જેના કારણે ઇવેન્ટમાં ભીડ એકઠી થાય છે. દરેક ઈવેન્ટમાં કેટલી ભીડ છે, કેટલા લોકો ભેગા થયા છે તે ચકાસવા એઆઈની મદદ લેવાશે, જેની મદદથી દરેક ઈવેન્ટમાં કેટલા લોકો ભેગા થઈ રહ્યા છે એના પર નજર રખાશે. જો કોઈ નિયત મર્યાદાથી વધુ લોકો ભેગા કરશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. સુરત પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે. તો જાણો દિકરીઓએ ગરબા રમવા જતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે.

નવરાત્રિમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓ માટે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ છે.સુરત પોલીસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને નવરાત્રિમાં ગરબા રમવા જનારી છોકરીઓને ખાસ મેસેજની વાત કરી છે. તો ચાલો આપણે જોઈએ આ ખાસ મેસેજ શું છે.નવરાત્રિમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓ માટે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ છે.સુરત પોલીસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને નવરાત્રિમાં ગરબા રમવા જનારી છોકરીઓને ખાસ મેસેજની વાત કરી છે. તો ચાલો આપણે જોઈએ આ ખાસ મેસેજ શું છે.

સુરત પોલીસે પોસ્ટ કરીને કહ્યું તમે જ્યાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવાના હોય તે ફ્રેન્ડસ તેમજ તેના પરિવારના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જવું.ગરબા રમવા જઈ રહ્યા હોય ત્યારે તમારા ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.

અજાણી અથવા ટુંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા પીવાના પાણી,કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય કોઈ ખાદ્યપદાર્થનું સેવન કરવું નહિ. તેમજ અજાણી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો,ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરવાનું ટાળજો.સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે સતર્ક રહેજો. ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો. અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે, એમને લિફ્ટ આપવાનું ટાળજો.

8 Post