surat : સુરતના કતારગામ વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા યુવકે દુકાન પાસે જ રહેતી માત્ર છ વર્ષની માસુમ બાળકી પર દાનત બગાડી હતી. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી હવસખોર વેપારીએ માસુમ બાળકી સાથે અડપલાં કરી છેડતી ( Molestation )કરી હતી. જેથી આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે હકીકત જણાવતા માતા પિતાએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર વેપારી સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

તકનો લાભ ઉઠાવી બાળકીને દુકાનમાં બોલાવી હતી
surat : કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં પટેલ ફળિયુમાં અંજની એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ અમરાભાઈ ચૌધરી ઘર પાસે જ પાનની દુકાન ચલાવે છે. જયેશભાઈના દુકાન પાસે જ રહેતી માત્ર છ વર્ષની માસુમ બાળકી પર તેઓએ દાનત બગાડી હતી. ગત 26 મેના રોજ રાત્રે 8થી 8.30 વાગ્યાના સમયગાળા દરમિયાન છ વર્ષની માસુમ બાળકી તેમની દુકાન પાસે આવી હતી ત્યારે જયેશે તકનો લાભ ઉઠાવી બાળકીને દુકાનમાં બોલાવી હતી..
surat : સુરતના કતારગામ વિસ્તારમાં પાનની દુકાન ચલાવતા યુવકે દુકાન પાસે જ રહેતી માત્ર છ વર્ષની માસુમ બાળકી પર દાનત બગાડી હતી.
બાળકીના શરીર સાથે અડપલા કરી ચીમટા ભરી છેડતી કરી
surat : માસુમ બાળકીના શરીર સાથે અડપલા કરી ચીમટા ભરી છેડતી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે જઈ હકીકત તેની માતાને જણાવી હતી. માતાએ તાત્કાલિક પતિને જાણ કરતા તેઓ પણ ઘરે પહોંચી ગયા હતા અને આ મામલે તેઓએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશ ચૌધરી સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
https://youtube.com/shorts/GLDssJn8DVs

છેડતી કરનાર દુકાનદારની ધરપકડ
surat : કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં બાળકીની ચીમટા ભરી છેડતી કરનાર 26 વર્ષીય પરિણીત પાનના ગલ્લાના માલિક જયેશ અમરાભાઈ ચૌધરી ( રહે. અંજની એપાર્ટમેન્ટ, પટેલ ફળીયા પાસે, કતારગામ, સુરત. મુળ રહે. કરબુણ ગામ, જી.થરાદ ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.