surat : મહારાષ્ટ્રના ( maharashtra ) જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન ( surat railway station ) અને સહારા દરવાજા ( sahara darwaja ) વચ્ચેના રેલવે ટ્રેકના ( railway treck ) હાઈટેન્શન લાઈન ( high tension line ) ના થાંભલા પર ચડી ગયો હતો. આ અંગે કોલ મળતા ફાયર વિભાગ ( fire department ) દોડી ગયું હતું. હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નશામાં યુવક હાઈટેન્શન લાઈનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/pruthvi-odisa-test-nuclear-drdo-missile/

મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગને રાત્રે બે વાગ્યે કોલ મળ્યો હતો કે, સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે. જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને RPFના જવાનો દોડતા થઈ ગયા હતા. ત્યારબાદ સૌથી પહેલા હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો.

surat : મહારાષ્ટ્રના ( maharashtra ) જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન ( surat railway station ) અને સહારા દરવાજા ( sahara darwaja ) વચ્ચેના રેલવે ટ્રેકના

ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો. જો કે, તે નશામાં હોય હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો. જેથી તેને સમજાવવામાં આવી રહ્યો હતો. જો કે, તે નીચે ઊતરવા તૈયાર ન હતો. ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

એક ફાયર અધિકારી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડ્યા હતા અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમજ્યો નહોતો. જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. રૂપિયા અને મોબાઇલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો. આ સાથે તેના ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા.

યુવકની પૂછપરછ કરતાં પોતે 35 વર્ષ હોવાનું કહ્યું હતું. તે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો. યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી હતી. 108 દ્વારા યુવકની તપાસ કરતા તેને કોઈ સમસ્યા હોવાનું સામે આવ્યું નથી.

ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, કોલ મળતા જ અમારી ટીમ પહોંચી ગઈ હતી. ત્રણ કલાક જેટલો સમય યુવકને નીચે ઉતારવામાં​​​​​​​ લાગ્યો હતો. યુવક નીચે ઊતરવા તૈયાર ન હતો અને તેના હાથમાં પથ્થરો પણ હતા. ત્યારબાદ એક તરફથી સીડી દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફથી અન્ય કર્મીઓ જઈને તેને નીચે પાડીને રેસ્ક્યૂ કર્યું હતું. યુવક નશાની સાથે થોડોક માનસિક બીમાર હોય તેવું પણ લાગી રહ્યું છે. કેમ કે, તે થાંભલા પર દોડાદોડી કરતો હતો અને ડાન્સ પણ કરતો હતો. ફાયરના તમામ જવાન અને અધિકારીઓની કામગીરીને ત્યાં હાજર લોકોએ વધાવી લીધી હતી.

41 Post