surat : સુરતના ( suart ) પુણા વિસ્તારમાં પુરવઠા ઝોન ઓફિસ ( zone office ) ની બહાર હાલ વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહી જાય છે.આશ્ચર્યની વાત એ છે કે, લોકો પોતાનો નંબર જલ્દી લાગે તેના માટે સવારે છ વાગ્યાથી લાઈનમાં ઊભા રહે છે અને ઝોન ઓફિસ 10:30થી 11:00 વાગ્યે ખુલે છે. સવારથી આવેલા લોકો સાંજ સુધી પણ પોતાનું કામ પૂર્ણ કરી શકતા નથી. જેને લઇને વિપક્ષ દ્વારા આજે પુણા પુરવઠા ઝોન ઓફિસની મુલાકાત લેવામાં આવી હતી.
https://youtube.com/shorts/pFPdGW6x8v8?feature=shar
પુણા વિસ્તારમાં આધારકાર્ડ ( adhar card ) KYCમાં લિંક કરતી વખતે ભૂલ થઈ હોવાને કારણે લોકો અટવાયા છે. KYC લિંક કરતી વખતે આધાર કાર્ડ નંબર ખોટા અપલોડ ( upload ) થયા હોવાનો લોકોને ધ્યાન આવ્યો છે. અધિકારીઓ દ્વારા જ્યારે આ નંબર લિંક ( number link ) કરવામાં આવતો હોય છે ત્યારે થયેલી ભૂલને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત પુણા પુરવઠા ઝોન ઓફિસ ખાતે લાંબી કતારમાં ઊભા રહીને પરેશાન થઈ રહ્યા છે. લોકો પણ માની રહ્યા છે કે, તેઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે અને અન્ય લોકો સરળતાથી પોતાનું કામ કરીને પાછલા બારણે નીકળી જાય છે. આવી વ્યવસ્થાને કારણે લોકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે.
surat : સુરતના ( suart ) પુણા વિસ્તારમાં પુરવઠા ઝોન ઓફિસ ( zone office ) ની બહાર હાલ વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહી જાય છે.આશ્ચર્યની વાત એ છે
પુણા પુરવઠા ઝોન ઓફિસની મુલાકાતે આજે વિપક્ષ નેતા પહોંચ્યા હતા. પાયલ સાકરીયા જણાવ્યું કે, વહેલી સવારથી લોકો અહીં લાઈનમાં તમામ કામકાજ છોડીને ઊભા રહી જાય છે પરંતુ, તેમના કામ થતા નથી અને ઝોન ઓફિસની બરાબર સામે જ ભારતીય જનતા પાર્ટીની છત્રીઓ લઈને એજન્ટો સક્રિય થયા છે અને 500 રૂપિયામાં કામ કરાવવાની ફરજ પડી રહી છે.
લોકો પણ એવું વિચારે કે આખો દિવસ લાઇનમાં ઊભું રહેવા કરતાં 500 આપીને પોતાનું કામ ઝડપથી કઢાવી લઈએ. આ પ્રકારે લોકોની મુશ્કેલી સતત વધી રહી છે છતાં પણ સ્થાનિક નેતાઓ કોઈ આવીને લોકોની સ્થિતિ જોવા તૈયાર નથી અધિકારીઓ પણ બે જવાબદારી પૂર્ણ રીતે કામગીરી કરી રહ્યા છે. પોતાની કોઈ ભૂલ ન હોવાને કારણે પણ લોકો કતારમાં ઉભા રહીને પોતાનું કામ કરાવવા માટે મજબૂર બન્યા છે.
