surat : સુરતના ( surat ) સારોલી વિસ્તારમાં ગતરોજ સાંજે કુબેરજી ( kuberji ) વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટ ( world textile market ) માં આગ ( fire ) લાગી જવા પામી હતી. ભીષણ આગના પગલે 18થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા સારોલી પોલીસ ( police ) પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયરની સાથે કામગીરીમાં જોતરાઈ હતી. પાંચમાં માળે લાગેલી આગની ઉપર બે માળ પર રહેલા સૌથી વધુ લોકોને પોલીસે તાત્કાલિક નીચે ઉતાર્યા હતા. ફાયર વિભાગ સાથે મળીને પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.
https://youtube.com/shorts/hQJUDj4ssIY?si=1XIdlc1j7nBCEZxU
મળતી માહિતી પ્રમાણે, સારોલી રોડ પર ભરત કેન્સર પાસે આવેલી કુબેરજી વર્લ્ડ માર્કેટમાં કાપડની વિવિધ દુકાનો આવેલી છે. જેમાં ગુરુવારે સાંજે આશરે 5 વાગ્યાની આસપાસ આગની ઘટના બની હતી. પાંચમાં માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી ગઈ હતી જે બાદ ધુમાડો નીકળવા લાગ્યો હતો. કુબેરજી વર્લ્ડ માર્કેટ ( kuberji world market ) ના જે માળ પર આગ લાગી હતી ત્યાં આઠથી દસ જેટલી દુકાનો આવેલી છે. જોતજોતામાં આગ ફેલાઈ હતી જેને પગલે ફ્લોર સહિત માર્કેટમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 18 ગાડીઓ દોડી આવી હતી.
surat : સુરતના ( surat ) સારોલી વિસ્તારમાં ગતરોજ સાંજે કુબેરજી ( kuberji ) વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટ ( world textile market ) માં આગ ( fire ) લાગી જવા પામી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા સારોલી પોલીસ સ્ટેશનના જવાનોનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ જવાનો આગની જ્વાળાઓ અને ધુમાડાની વચ્ચે પાંચમાં માળ સુધી પહોંચ્યા હતા અને તેની ઉપર આવેલા બે માળમાં રહેલા 100થી વધુ લોકોને દાદરથી નીચે ઉતાર્યા હતા. 8થી 10 દુકાનના હોલમાં આગના પગલે પાવર કટ કરી નાખવામાં આવ્યો હતો. તે દરમિયાન તમામને સહી સલામત દાદરથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
કુબેરજી માર્કેટની પાછળથી હાઈડ્રોલિકની મદદથી ફાયરના જવાનો દ્વારા બારીમાંથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. દુકાનની અંદર બે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આશરે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે કુલિંગની કામગીરી વધુ બે કલાક ચાલી હતી. સાથે જ આગને પગલે કાપડની દુકાનનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર વિભાગની ( fire department ) ટીમ દ્વારા ફાયરની ગાડીઓ સાથે સાથે એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી હતી.
સારોલી પીઆઈ સંદીપ વેકરીયાએ જણાવ્યું હતું કે, કુબેરજી વર્લ્ડ માર્કેટ ખાતે કોઈ કારણોસર પાંચમા માળે દુકાન નંબર 5044 દુકાન માલીક-વિજયભાઇ મુળુભાઇ વરુની સાડીની દુકાનમાં આગ લાગી હતી. જેની જાણ થતા તાત્કાલિક સારોલી પો.સ્ટેનો તમામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તે દરમિયાન ફાયરબ્રિગેડના અધિકારી/કર્મચારી માણસો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ દ્વારા તાત્કાલિક કુબેરજી વર્લ્ડ માર્કેટની તમામ ફ્લોરની દુકાનો તકેદારીના ભાગરૂપે બંધ કરાવી વેપારીઓને અને ત્યાં કામ કરતા તમામ માણસોને સહી સલામત રીતે માર્કેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે માર્કેટની લિફ્ટ બંધ કરાવી તેમાં કોઈ માણસ ફસાયેલું નથી તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત માર્કેટમાં લાઈટ બંધ કરાવી બીજી કોઈ અન્ય દુર્ઘટના ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.