surat : સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ ( kidnapping )કરવામાં આવ્યું હતું. આ ઘટનાના લાઇવ સીસીટીવી ( CCTV ) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં ( Hospital )નર્સ તરીકે કાર્યરત મહિલાનું તેના કાર્યસ્થળથી જ 25 જેટલા શખસની ટોળકીએ બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું, જેમાં નર્સને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. હાલ નર્સ ગંભીર હાલતમાં ICUમાં સારવાર હેઠળ છે. પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 7 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
https://dailynewsstock.in/plane-crash-police-commissioner-vijay-rupani/

surat : 10 જૂન 2025, સવારે આશરે 11:30 વાગ્યે પાલ ગૌરવ પથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી. સુમિત્રા રાયાણી, જે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમનું અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું. CCTV ફૂટેજમાં દેખાય છે કે આ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી હતી. તેમણે સુમિત્રા રાયાણીને ધક્કામુક્કી કરીને શારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધાં અને રાંદેર તરફ લઈ ગયા હતા. રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે.
surat : સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિનદહાડે અપહરણ કરવામાં આવ્યું હતું.
surat : આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમસંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે. રાંદેર રોડ પરની હેતલનગર સોસાયટીમાં રહેતાં 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેમની બહેન સુમિત્રા રાયાણીનો દીકરો અનિકેતે ગત 1 જૂન, 2024ના રોજ અંબિકાનગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ત્યાર બાદ ગત 28 મે, 2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં અને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યાં હતાં. નૈના અનિકેત સાથે રહેવા લાગી હતી. આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
surat : આશાબેનની ફરિયાદ મુજબ, વટ સાવિત્રી વ્રતની પૂજા કરી રહેલી સુમિત્રાને ફોન પર તેમના અપહરણની જાણ થઈ હતી. ત્યાર બાદ તેમને ખબર પડી કે સુમિત્રાને અંબિકાનગર સોસાયટીમાં નૈનાબેનના ઘરના સભ્યો માર મારી રહ્યા છે. ત્યાં પહોંચતાં તેમણે 11 જેટલા ઇસમોને સુમિત્રાને લાકડા અને પથ્થર વડે માર મારતા જોયા. આશાબેન અને તેમના ભાઈ સહિત સ્થાનિકોએ સુમિત્રાબેનને બચાવ્યા હતા. એ સમયે એક મહિલાએ “આને કેરોસિન નાખી સળગાવી નાખીશું” એવી ધમકી પણ આપી હતી. બેભાન થયેલાં સુમિત્રાબેનને તાત્કાલિક 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેઓ હાલ ICUમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
https://youtube.com/shorts/WlACvGQLwBg

surat : રાજેશ સરદારભાઈ ઓડ (ઉંમર 35, રહે. માધવપાર્ક સોસાયટી, પાલનપોર)
જગદીશ સરદારભાઈ ઓડ (ઉંમર 48, રહે. અંબિકાનગર સોસાયટી, ભેસાણ રોડ)
દીપકભાઈ સરદારભાઈ ઓડ (ઉંમર 40, રહે. અંબિકાનગર સોસાયટી, ભેંસાણ રોડ)
જતીનભાઈ નટુભાઈ ઓડ (ઉંમર 21, રહે. ગ્રોમ સોસાયટી, માસમાં ગામ, ઓલાપાડ)
લલિત ઉર્ફે નિખિલ નટુભાઈ ઓડ (ઉંમર 20, રહે. ગ્રોમ સોસાયટી, માસમાં ગામ, ઓલાપાડ),સાહિલ નટુભાઈ ઓડ (ઉંમર 24, રહે. ગ્રોમ સોસાયટી, માસમાં ગામ, ઓલાપાડ)
શુભમ દિનેશભાઈ રાઠોડ (ઉંમર 18 વર્ષ 5 મહિના, રહે. અંબિકાનગર સોસાયટી, ભેંસાણ રોડ)