surat : જાન્યુઆરી મહિના ( january month ) ની 14 તારીખે ઉજવાતો ઉત્તરાયણ તહેવાર ( festival ) જેટલો મજાનો છે એટલો જ ઘાતક પણ છે. તેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં ચાઇનીસ દોરીએ પકડ જમાવી છે અને તેનાથી કેટલાય લોકોના ગળા કપાઈ જતા મોતના મુખમાં ધકેલાયા છે. ઉત્તરાયણ ( uttrayan ) પૂર્વે પતંગની દોરીથી સર્જતા અકસ્માતનો એક કિસ્સો અમરોલી-સાયણ રોડ સ્થિત ઓવર બ્રિજ ( over briege ) ઉપર બન્યો હતો.

https://youtube.com/shorts/cVOWL7qbsC8?feature=share

https://dailynewsstock.in/2024/11/20/techno-iphone-16-google-pixel-handset-tablet-project/

સુરતના ( surat ) અમરોલી-સાયણ રોડ પર આવેલા ઓવરબ્રિજ પરથી પસાર થતા એક બાઈકચાલક યુવકની ચાઈનીઝ દોરીના કારણે ગળું કપાયું હતું. દોરીના ઘા એટલે તેજ હતો કે, મગજમાં જતી ત્રણ નસ કપાઈ ગઈ હતી. યુવક ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલ ગંભીર ગણાવાઈ રહી છે.

surat : જાન્યુઆરી મહિના ( january month ) ની 14 તારીખે ઉજવાતો ઉત્તરાયણ તહેવાર ( festival ) જેટલો મજાનો છે એટલો જ ઘાતક પણ છે.

અમરોલી-સાયણ રોડ સ્થિત ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા ડાયમંડ ફેક્ટરીના ( diamond factory ) એકાઉન્ટન્ટનું ગળું ચાઇનીસ દોરીના કારણે કપાઈ ગયું હતું. યુવાન લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલમાં ખસેડયો હતો. ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસ કપાઈ ગઈ છે. જ્યારે હાલ પણ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે અને આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.

શહેરની જાણીતી ડાયમંડ ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સમર્થ અરવિંદ નાવડીયા (રહે. શીવધારા રેસીડન્સી, મોટા વરાછા) ગત 18 નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાના અરસામાં બાઇક ઉપર મોટા વરાછાથી અમરોલી તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમરોલી-સાયણ સ્થિત ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું.

પોલીસે લોહીથી લથબથ હાલતમાં સમર્થને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ ત્યાંથી તુરંત જ કિરણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં ડોકટર દ્વારા ગળાના ભાગે કપાઈ ગયેલી મગજમાં જતી ત્રણ નસને જોઇન્ટ કરી સમર્થને નવજીવન આપ્યું હતું અને હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે જ સમયસર સારવાર નહીં મળતે તો સમર્થને બચાવવું અશક્ય હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં આવતા ઉતરાયણના પર્વ પહેલા જ અત્યારથી જ દોરીથી લોકોના ગળા કપાવવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉતરાયણ પહેલા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. ત્યારે હવે આ જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવે છે તે જોવું રહ્યું.

76 Post