surat : સુરતની કંપનીને ઇઝરાયેલની ( Israel ) સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ( dron ) ઓર્ડર ( order ) મળ્યો છે. સુરતની ( surat ) એફપીવી કંપનીને ( FPV company ) પ્રતિવર્ષ 2 હજાર ડ્રોન સપ્લાય કરવાનો 5 વર્ષ સુધીનો ઓર્ડર મળ્યો છે. અગાઉ ઇઝરાયેલની યુએવી ડાયનામિક્સ કંપનીના ડેલિગેટ્સની ટીમે એફપીવી કંપનીની મુલાકાત લીધી હતી. સુરતના યુવા એન્જિનિયર અર્થ ચૌધરી અને તેની ટીમ દ્વારા કામા કાજી ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/25/bollywood-actors-aamirkhan-twinkalkhanna-melafilm-karanjohar/
ઈઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ- વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતી હોય છે પરંતુ હવે ઈઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામા-કાઝી નામનું ઘાતક ડ્રોન ઈઝરાયેલની કંપની ખરીદશે.
surat : સુરતની કંપનીને ઇઝરાયેલની ( Israel ) સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ( dron ) ઓર્ડર ( order ) મળ્યો છે.
સુરતની જે કંપનીને ઓર્ડર મળ્યો છે તે કંપનીમાં કાર્યરત તમામ લોકોની ઉંમર 24 વર્ષ અથવા તેની આસપાસની છે. તાજેતરમાં જ લેબેનાનમાં પેજર બોમ્બ ફોડીને ઈઝરાયલે સમગ્ર દુનિયાને અચંબિત કરી દીધી હતી. હજી તો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે લોકો માથું ખંજવાળી રહ્યા હતા ત્યારે જ વોકીટોકી અને સોલાર બોમ્બ ફોડીને ઈઝરાયલે એ સાબિત કરી આપ્યું છે કે, તેઓ ગમે ત્યારે, ગમે તે જગ્યાએ ગમે તે સમયે ઈઝરાયલમાં બેઠાં બેઠાં કંઈ પણ કરી શકે છે. હવે આ દેશની એક કંપની ટેક્નોલોજીથી સજ્જ ડ્રોન માટે સુરતની કંપનીને ઓર્ડર આપે તો તે ચોક્કસ જ સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે.
આ અંગે કંપનીના કો-ફાઉન્ડર અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ડ્રોન અમે ચાર વર્ષ પહેલાં બનાવવાની શરૂઆત કરી હતી. આ લાઈવ વીડિયો ટ્રાન્સમિશન કરશે. ડ્રોન ક્રેશ થવાના ચાન્સીસમાં પણ આ ડ્રોન રિટર્ન ટુ પોઝિશન આવી શકે છે. રિમોટના માધ્યમથી ઊંધા થઈ ગયેલા ડ્રોનને તે જ પોઝિશનમાં ફરીથી લાવી શકાય છે. આ યુદ્ધમાં ખૂબ જ અલગ અલગ રીતે ઉપયોગી બની શકે છે. લો ગ્રાઉન્ડ સર્વેલેન્સ, જ્યાં નાના ગેપ હોય, જંગલ વોર ફેરમાં પણ ઉપયોગી બની શકે છે. આ ડ્રોન ફર્સ્ટ ડિપ્લોયમેન્ટ માટે ઉપયોગી છે. યુદ્ધમાં મોટા ડ્રોન ઉપયોગમાં લેવાતા હોય છે. જેને ડિપ્લોય કરતા 20થી લઈને 30 મિનિટ સુધીનો સમય લાગે છે. આ ડ્રોન નાના બેકપેકમાં આવે જેને ડિપ્લોય કરતા માત્ર એક મિનિટ લાગે છે.