surat : સુરતના નાના વરાછા ( nana varacha ) વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક મશીન ( hydrolic machine ) ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મશીનને પિલર પર ચડાવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની છે. આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. જોકે, હાલ તો ફાયરના અધિકારીઓ અને પોલીસની ( police ) ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/health-alcohol-food-party-habit-social/

સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે , સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ ( tapovan circul ) પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું છે. આ મશીનની મદદથી ક્રેન દ્વારા પિલ્લર ઉચકી ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની છે.

surat : સુરતના નાના વરાછા ( nana varacha ) વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક મશીન ( hydrolic machine ) ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક મશીન કામ કરે છે. આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન એક ક્રેન ( crane ) વચ્ચેથી વળી ગઈ હતી. જેના કારણે બીજી ક્રેન પર બધો વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને પડી ગઈ હતી. આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી ત્રણ જેટલી ફોવ્હીલર કારો દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું..જો કે ઘટનાને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે.

આ દુર્ઘટનાને નજરે જોનાર રોશન હાથીવાલાએ જણાવ્યું કે, અમે ત્યાં ઊભેલા હતા. જ્યારે એ લોકો પીલર ઉપર ચડાવતા હતા ત્યારે પહેલા ક્રેનનો બામ્બૂ છે તે બેન્ડ વળી ગયું હતું, તેના કારણે બીજી ક્રેઈન પર લોડ વધી ગયો હતો એટલે આ ક્રેન નીચે ઉતરીને પલટી મારી ગઈ. આ ઘટનામાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બીજા કોઈને વાગ્યું નથી. તાત્કાલિક 108 અને પોલીસને આ ઘટનાની જાણ કરીને બોલાવી લેવામાં આવી.

36 Post