surat : સુરતના ( surat ) સીમાડાના વાલમનગરમાં રહેણાંક મકાનમાં ત્રીજા માળે ગેરકાયદે પતરાના શેડમાં હોટ ફિક્સ ( hot fix ) ખાતા (સાડી પર સ્ટોન લગાવવાના યુનિટ)માં ગત 26 સપ્ટેમ્બર સવારે કેમિકલ મિક્ષ કરતાં ગ્રાઈન્ડર છટક્યું હતું, જે વાયર પર પડતાં શોર્ટસર્કિટ થતા થર્મોકોલમાં આગ ( fire ) લાગી હતી. આ આગામાં માલિક જયેશ વસોયા (ઉં.વ.35) સહિત 9 લોકો દાઝી ગયા હતા. જ્યારે ડેડીયાપાડાના સજનવાવ ગામનો પરેશ વસાવા (ઉં.વ.24) જીવતો ભૂંજાઈ ગયો હતો. કેમિકલના ગેરકાયદે ઉપયોગ અને સેફ્ટીના ( fire safety ) સાધનો ન હોવાથી માલિક સામે સરથાણામાં ( sarthana ) ગુનો નોંધાયો હતો. આ દરમિયાન આજરોજ (3 ઓક્ટોબર) હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા નવમાંથી 20 વર્ષીય અખિલેશ યાદવનું મોત નીપજ્યું હતું.

https://youtu.be/rYrLtm7F1wE

surat

https://dailynewsstock.in/2024/10/03/gujarat-police-hospital-family-arrest-surendranagar-love-relationship/

મળતી માહિતી પ્રમાણે, અખિલેશ યાદવ મૂળ બિહારનો છે અને સીમાડા નાકા વાલમ નગરમાં આવેલા મકાનમાં બીજા માળે રહેતો હતો અને ત્રીજા માળે પતરાના શેડમાં કામ કરતો હતો. અખિલેશ બે મહિનાથી જ અહીં કામ પર લાગ્યો હતો. દરમિયાન 26 સપ્ટેમ્બરના રોજ આગની ઘટના બનતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અખિલેશ 35% જેટલું શરીર દાજી ગયું હતું. ઇમરજન્સીમાં સારવાર બાદ તેને સ્મીમેર હોસ્પિટલના ( smimer hospital ) બર્ન વિભાગમાં ( burn ward ) સારવાર આપવામાં આવી રહી હતી, તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

surat : સુરતના ( surat ) સીમાડાના વાલમનગરમાં રહેણાંક મકાનમાં ત્રીજા માળે ગેરકાયદે પતરાના શેડમાં હોટ ફિક્સ ( hot fix ) ખાતા (સાડી પર સ્ટોન લગાવવાના યુનિટ)માં ગત 26 સપ્ટેમ્બર સવારે

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અખિલેશના શેઠ બહાર તાળું મારીને કામ કરાવતા હતા, ત્યારે આ ઘટના બની હતી. જ્યારે શેઠને મશીન બહાર કાઢી લેવા માટે કહેવામાં આવ્યું હતું, જે ન કાઢતા ત્યારબાદ શોર્ટ સર્કિટ થઈ હતી અને આગ લાગી ગઈ હતી. શેઠને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અમને બધાને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. પરેશનું તો પહેલા જ મોત થયું હતું, હવે અખિલેશનું પણ મોત થયું છે. જ્યારે અન્ય એક હજુ સારવાર હેઠળ છે.

વધુમાં જણાવ્યું હતું કે, અખિલેશને જ્યારે અહીં દાખલ કરવામાં આવ્યો ત્યારથી તેને સરખી સારવાર આપવામાં આવી રહી નહોતી. આ સાથે જ પરિવારજનોને પણ મળવા દેવામાં આવી રહ્યો નહોતા. મોત થઈ ગયા બાદ પણ મોડી જાણ કરવામાં આવી હતી. મોત થઈ ગયું હોવા છતાં પણ હવે પોલીસે અમને સાથ આપવાને બદલે અમારા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. અમને ન્યાય જોઈએ છે. અમે રોજ કમાઈને ખાવા વાળા છીએ. અમારી પાસે કશું નથી, અમને સહાય મળવી જોઈએ. અમને ન્યાય અને સહાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહીં.

37 Post