surat : સુરતમાં ( surat ) વધુ એક હિટ એન્ડ રનનો ( hit and run ) બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં લાલ દરવાજા ( lal darwaja ) વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના ( accident ) સીસીટીવી ( cctv ) સામે આવ્યા છે. આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઈક સવાર પરિવારને ઉડાવીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની ( wife ) અને પતિ ( husband ) ઇજાગ્રસ્ત થયાં હતાં જ્યારે તેમની સાથે રહેલી ત્રણ વર્ષની બાળકીના હોઠમાં ઇજા થતા ચાર ચાર ટાંકા લેવા પડ્યા હતા. હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ( hospital ) ચાલી રહી છે. આ મામલે મહીધરપુરા પોલીસમાં ( police ) ફરિયાદ નોંધાવવામાં આવતા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
https://youtube.com/shorts/yHGJZrhQDFg?feature=share
મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા, પત્ની, ભાઈ-ભાભી અને એક ત્રણ વર્ષની દીકરી છે. સારિક ટેક્સ્ટાઈલ માર્કેટ ( textile market ) માં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ગત 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને ત્રણ વર્ષીય દીકરી બાઇક પર ફૂલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રે 11 વાગ્યે દર્શન કરીને પરત ઘરે પરત ફરી રહ્યા હતા.
surat : સુરતમાં ( surat ) વધુ એક હિટ એન્ડ રનનો ( hit and run ) બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં લાલ દરવાજા ( lal darwaja ) વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના ( accident ) સીસીટીવી ( cctv ) સામે આવ્યા છે.
સારિક બાઈક પર પરિવાર સાથે મહિધરપુરા ગોતાલાવાડી અને લાલ દરવાજા વચ્ચે આવેલા સુઝુકીના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બમ્પ પાસે બાઇક ધીમી કરતા પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે કાર ચલાવીને આવેલા ચાલકે બાઈકને ટક્કર મારી આખા પરિવારને ઉડાવી દીધો હતો. ગર્ભવતી માતાએ બાળકીને પકડી રાખી હતી અને રોડ પર પટકાયાં હતાં. પતિને પણ ઇજા થવા છતાં દીકરીને ઉઠાવીને કાર પાછળ દોડ્યો હતો, જોકે કારચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો.
અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલી મહિલાને ઊંચકીને સાઈડમાં લાવ્યા હતા. આ સાથે જ યુવકને પણ ઈજા પહોંચી હતી. જ્યારે ત્રણ વર્ષની બાળકીને હોઠ પર ઇજા થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પતિ-પત્ની અને તેની ત્રણ વર્ષની દીકરીને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાંથી વધુ સારવાર અર્થે આખા પરિવારને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ત્રણેયને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પરિવારમાંથી ત્રણ વર્ષીય બાળકીના હોઠ ફાટી ગયા હોવાથી અંદર અને બહારની સાઈડ એમ બંને તરફ ચાર ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી. સારિકના કમરના ભાગે ઈજાઓ પહોંચી છે. જ્યારે ગર્ભવતી પત્નીને માથાના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીરે ઇજાઓ પહોંચી છે. જેથી તેને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે સારિક દ્વારા અજાણ્યા કારચાલક વિરુદ્ધ મહીધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.