surat : સુરતના હીરાબાગ ( hirabag ) નજીક એક પુરપાટ જતા બાઈકચાલકે ( bike rider ) અન્ય બાઇકને અડફેટે લેતા આધેડ બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. મૃતક બાઈકચાલક રાત્રે ચા પીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત ( accident ) સર્જાયો હતો. અકસ્માત કરનાર બાઈકચાલક યુવકને લોકોએ પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસ ( police ) ને સોંપી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક આધેડની દીકરીના ત્રણ મહિના બાદ લગ્ન છે. પરિવારમાં કમાનાર આ એક જ હતા, જેથી પરિવારનો ( family ) આધાર છીનવાઈ ગયો છે.
https://youtube.com/shorts/VQxFw8inwYg?feature=share
https://dailynewsstock.in/2024/11/23/election-maharshatra-vidhansabha-devendra-fandvish-bhajap/
મળતી માહિતી પ્રમાણેસ, મૂળ સૌરાષ્ટ્રના અને એકે રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં 49 વર્ષીય પ્રકાશભાઈ સાપરિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં બે દીકરી અને એક 15 વર્ષીય દીકરો છે. પ્રકાશભાઈ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દીકરીના લગ્ન થઈ ગયાં છે અને નાની દીકરીના આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના છે. જોકે, તે પહેલાં જ પ્રકાશભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા.
surat : સુરતના હીરાબાગ ( hirabag ) નજીક એક પુરપાટ જતા બાઈકચાલકે ( bike rider ) અન્ય બાઇકને અડફેટે લેતા આધેડ બાઈકચાલકનું મોત નીપજ્યું હતું.
મોદી રાત્રે 12 વાગ્યે પ્રકાશભાઈ મિત્ર કેતન સાથે બાઈક લઈને ચા પીવા માટે ગયા હતા. દરમિયાન ત્યાંથી પરત ફરી રહ્યા હતા. ઘરથી થોડીજ દૂર હતા અને હીરાબાગ નજીક પસાર થતા હતા ત્યારે એકે રોડ સાઇડથી પુરપાટ ઝડપી એક બાઈકચાલક આવ્યો હતો અને પ્રકાશભાઇને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પ્રકાશભાઈ રોડ પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે પાછળ બેસેલા યુવકને પગમાં ઇજા થઇ હતી.
આ અકસ્માતના પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને અકસ્માત કરનાર બાઈકચાલક યુવકને ઝડપી પડ્યો હતો. ત્યારબાદ લોકોએ આરોપી યુવકને ફટકાર્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી યુવકને લોકોએ પોલીસને સોંપ્યો હતો. કાપોદ્રા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. કાપોદ્રા પોલીસે બાઈક ચાલક આરોપી અર્જુન વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના નજરે જોનાર કેતન વેગડે જણાવ્યું હતું કે, રાત્રે અમે સોસાયટીના ગેટ પર બેઠા હતા અને બાર વાગી જતા ઘરે જવાની તૈયારી કરતા હતા. જોકે, પ્રકાશભાઈએ ચા પીવાની જીદ પકડતા મારી જ બાઈક લઈને ચા પીવા માટે ગયા હતા. ત્યારબાદ પ્રકાશભાઈ મારી બાઈક ચલાવતા હતા અને હું પાછળ બેઠેલો હતો. આ યુવક ખૂબ જ સ્પીડમાં આવ્યો હતો અને અમારી બાઈકને ટક્કર મારી દીધી હતી. તેમાં પ્રકાશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને મને પગમાં ઈજા થઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે પ્રકાશભાઈ પરિવારમાં એક જ કમાનાર હતા. એક દીકરીના લગ્ન થઈ ગયા છે અને બીજી દીકરીના આગામી માર્ચ મહિનામાં લગ્ન થવાના છે. જ્યારે તેમનો દીકરો ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે. હાલ તો આ પરિવારનો આધાર જ છીનવાઈ ગયો છે. જ્યારે પોલીસે પણ આવા પૂરપા ઝડપે દોડતા બાઈકચાલકો સામે કડક કાર્યવાહી કરીને બીજી આવી ઘટના ન બને તેવી કાર્યવાહી કરવી જોઈએ.