surat : સુરતમાં ( surat ) સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાનાં ( traffic ) નિર્માણ માટે આજે 15મી ફેબ્રુઆરી, ( february ) 2025થી હેલ્મેટ ( helmet ) પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ ( traffic department ) દ્વારા આજે ખાસ ડ્રાઇવ ( traffic drive ) હાથ ધરવામાં આવી હતી. જેમાં 44,424 વાહનચાલકો વિરુદ્ધ સમાધાન-શુલ્કનાં કેસો કરવામાં આવ્યા, જ્યારે 19,221 વાહનચાલકોને “વન નેશન, વન ચલણ” ( one nation one chalan ) અંતર્ગત ઈ-ચલણ ( e – chalan ) આપવામાં આવ્યા.

https://youtube.com/shorts/2nxLhzy5POY?si=9JGqnPg_X1lM-Mb8

https://dailynewsstock.in/2025/02/10/gujarat-ahemdabad-city-ghatlodiya-accident-police-driver-school/

સુરત શહેરમાં રસ્તા અકસ્માતો અને વાહનચાલકોની સલામતી એક ગંભીર મુદ્દો બન્યો છે. 2024ના વર્ષમાં કુલ 307 ફેટલ (પ્રાણઘાતક) અકસ્માત થયા હતા, જેમાંથી 146 અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, હેલ્મેટ વગરના વાહનચાલકોને ગંભીર ઇજા અથવા મૃત્યુનો વધુ ખતરો છે. આ જ બાબતને ધ્યાને રાખી સુરત શહેરના પોલીસ કમિશનરે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ, હેલ્મેટના અવેરનેસ ( helmet awerness ) અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું.

surat : સુરતમાં ( surat ) સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાનાં ( traffic ) નિર્માણ માટે આજે 15મી ફેબ્રુઆરી, ( february ) 2025થી હેલ્મેટ ( helmet ) પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 1લી જાન્યુઆરી 2025થી 45 દિવસ સુધી હેલ્મેટ અવેરનેસ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત શાળા, કોલેજો ( colage ) , યુનિવર્સિટીઓ ( univetcity ) , ઈન્ડસ્ટ્રીયલ એરિયા ( indurstry area ) અને રહેણાંક વિસ્તારોમાં કેમ્પેઇન યોજાયું. વાહનચાલકોને હેલ્મેટના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા.સુરક્ષિત ડ્રાઈવિંગ ( safe driving ) અને રોડ-સેફ્ટી ( road safety ) અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી.જાહેર જાહેરખબર, સોશિયલ મીડિયા ( social media ) અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકર દ્વારા પણ લોકોને અવરનેસ આપવામાં આવી.

હવે, આ અવેરનેસ અભિયાન પૂરુ થયા બાદ, 15મી ફેબ્રુઆરી 2025થી, સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.પોલીસ દ્વારા આજથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી, જેમાં શહેરના દરેક માર્ગ અને ચોક પર વાહનચાલકોની ચકાસણી કરવામાં આવી.આ ડ્રાઇવ દરમિયાન 44,424 લોકો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી. 19,221 લોકોને “વન નેશન, વન ચલણ” હેઠળ ઈ-ચલણ આપવામાં આવ્યું. હજુ પણ જો કોઈ હેલ્મેટ વગર વાહન ચલાવશે તો કડક દંડ અને કાર્યવાહી થશે.

આ ડ્રાઇવ યથાવત રહેશે અને પોલીસ હેલ્મેટના કડક અમલ માટે સતત કાર્યવાહી કરશે. સુરત શહેરના મુખ્ય માર્ગો, હાઈવે અને આઈ.ટી./ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં વધુ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ સ્ટેશનો સાથે સંકલન કરીને દિન-પ્રતિદિન ચકાસણી થશે. રોડ-સેફ્ટી અને નિયમો માટે વધુ સખત પગલાં લેવામાં આવશે. જો કોઈ વાહનચાલક હેલ્મેટ પહેર્યા વિના ઝડપાશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

38 Post