surat : સુરતના ( surat ) હજીરા ( hajira ) સ્થિતિ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની ( private travels ) બસને ( bus ) હજીરા પાસે અકસ્માત નડતા એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે 15થી વધુ કામદારો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 50 જેટલા કામદારોને લઈને બસ હજીરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે જ ડમ્પર સાથે જોરદાર ટક્કર થતા બસ અને ડમ્પર ( dumper ) પલટી ગયાં હતાં. અકસ્માતના ( accident ) પગલે હાઈવે ( highway ) પર ભારે ટ્રાફિકજામનાં ( trafficjam ) દૃશ્યો જોવા મળ્યાં હતાં.
https://youtube.com/shorts/AGM9Ch-IFTY?feature=share
https://dailynewsstock.in/2025/02/06/surat-katargam-fire-department-canera-birthday/
સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત ( accident ) સર્જાયો છે તેના જીવ અધ્ધર કરી દેતા સીસીટીવી ( cctv ) સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક સાઇકલચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો છે ત્યારે જ રસ્તા પરથી એક કાર પસાર થઈ રહી છે અને પાછળથી એક ડમ્પર પૂરઝડપે આવી રહ્યું છે. આ સમયે ડમ્પરનો ચાલક બંનેને બચાવવા જતા સામેથી આવી રહેલી બસ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, બસનો કાચ તૂટી જતા ત્રણ લોકો બહાર પટકાયા હતા. બસ અને ડમ્પર બંને પલટી ગયાં હતાં. અકસ્માતના કારણે રસ્તા પર લોકોમાં નાસભાગ મચી હતી.
surat : સુરતના ( surat ) હજીરા ( hajira ) સ્થિતિ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી ખાનગી ટ્રાવેલ્સની ( private travels ) બસને ( bus ) હજીરા પાસે અકસ્માત નડતા એક કામદારનું મોત નીપજ્યું છે
સુરતના હજીરા વિસ્તારમાં ડમ્પર અને AMNS કંપનીમાં કામ કરતા કામદારોને લઈને જતી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ડમ્પર બંને પલટી મારી ગયાં હતાં. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતના પગલે 15 થી 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. બસમાં જે લોકો સવાર હતા તે નીયો સ્ટ્રક્ટો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા જેઓ એએમએનએસ કંપનીમાં કામ માટે જતા હતા.
મળતી માહિતી પ્રમાણે, સુરતના મોરા ગામ વિસ્તારમાં 51 વર્ષીય સૂર્યદેવ રામ વૃક્ષ ભુયાન પરિવાર સાથે રહે છે અને એએમએનએસ (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રોજ સવારે કંપનીની બસમાં નોકરી પર જતા હોય છે. દરમિયાન આજે સવારે 50 જેટલા સાથી કામદારો સાથે બસમાં કંપની પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન બસ એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર બે પાસેથી પસાર થઈ રહી હતી. દરમિયાન રેતી કપચી ભરેલું ડમ્પર પૂરપાટ ઝડપે આવ્યું હતું.
ડમ્પરચાલક ઓવરટેક કરવા માટે જઇ રહ્યો હતો તે દરમિયાન બે સાઇકલ સવારો પસાર થઈ રહ્યા હતા તે અચાનક જોઈ જતા તેને બચાવવા જતા ડમ્પરને બસ સાથે અથડાવી દીધું હતું. બસની વચ્ચોવચ ડમ્પર ધડાકાભેર અથડાવાના કારણે બસ પલટી મારી ગઈ હતી અને આ સાથે જ ડમ્પર પણ પલટી મારી ગયું હતું. મેઇન રોડ પર જ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ સાથે જ કંપનીની અન્ય બસમાંથી પણ કામદારો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે.