surat : છેલ્લા 15 વર્ષથી સુરત ( surat ) અને ગુજરાતમાં ( gujarat ) સમાજ સેવાને લઈને કામકાજ કરતા લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટના ( lifeline cheritable trust ) સ્થાપક ઘનશ્યામ ઇટાલીયા ( ghanshyambhai italaiya ) અને લાઈફલાઈન સંસ્થાને બદનામ કરતા ઇસમો વિરુદ્ધ સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન ( police station ) માં નોનકોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવતા સમાજસેવી બની ફરતા અજય દુધાત ( ajay dudhat ) અને તેની ટોળકીમા સન્નાટો વ્યાપી ગયો છે.

https://youtube.com/shorts/6paOw6ZjhaA?si=2JxflNtY-93NVrku

https://dailynewsstock.in/2025/02/03/gujarat-husband-wife-socialmedia-instagram-itact-post-ahemdabad-private-vide

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભારતીય ન્યાય સંહિતાની અનુસાર બીએનએસ ની કલમ 356 (2), 352 અને 54 મુજબ અજય દુધાત અને તેની ટોળકી એ છેલ્લા કેટલાક દિવસથી લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ અને લાઈફલાઈન ફાઉન્ડેશનની કામગીરી પર ખોટા આક્ષેપ કરીને આ સંસ્થા દીકરાઓ સાથે ફ્રોડ કરે છે, સગપણ ના નામે પૈસા પડાવે છે તેવા પાયા વિહોણા આક્ષેપ કરીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. આ ફેસબુક પોસ્ટ લાઈફલાઈન સંસ્થાના સંસ્થાપક ઘનશ્યામભાઈ ઇટાલીયા ને ધ્યાને આવી હતી.

surat : છેલ્લા 15 વર્ષથી સુરત ( surat ) અને ગુજરાતમાં ( gujarat ) સમાજ સેવાને લઈને કામકાજ કરતા લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટના ( lifeline cheritable trust ) સ્થાપક ઘનશ્યામ ઇટાલીયા ( ghanshyambhai italaiya )

પરંતુ તેમણે આ વાત ને ઇગ્નોર કરી હતી. લાઈફ લાઈન સંસ્થા વિરુદ્ધ બદનક્ષી કરતા લખાણ કરતા અજય દુધાત એ તેના મિત્ર આશિષ પાસે ઘનશ્યામ ઇટાલીયા ને ફોન કરાવીને વિરોધ બંધ કરાવવો હોય તો રૂબરૂ મળો એવું કહીને કતારગામ ખાતે ઓફિસે બોલાવેલ હતા. જેથી ઘનશ્યામભાઈ આશિષના કહેવાથી આશિષની ઓફિસે મળવા પહોંચતા ત્યાં બેસેલા અજય દુધાતએ ઘનશ્યામભાઈ ને કહેવા લાગેલ કે તમે કામરેજ પોલીસ સ્ટેશનમાં જયદીપ અણગણ વિરુદ્ધ જે એફઆઇઆર નોંધાવેલી છે તે એફઆઇઆર પરત ખેંચી લો, અને ઉપરથી પૈસા આપો તો અમે તમારો વિરોધ બંધ કરી દઈશું. જેથી ઘનશ્યામભાઈએ રૂપિયા આપવાની ના પાડતા અજય દુધાત ઘનશ્યામભાઈ ઇટાલિયા ઉપર ગુસ્સે થઈ ગયેલ અને ઉશ્કેરાઈ જઈને ગાળા ગાળી કરવા લાગેલ જેથી ઘનશ્યામભાઈ ઇટાલીયા આશિષભાઈ ની ઓફિસમાંથી બહાર નીકળી ગયેલા.

આ બેઠકમાં ઘનશ્યામભાઈ ઇટાલીયા આરોપી અજય દુધાત ના તાબે થઈને રૂપિયા ના આપતા તેઓએ સંસ્થા વિરોધ બદનક્ષી કારક લખાણ લખવાનું સતત ચાલુ રાખ્યું હતું. અંતે બદનક્ષી અને ધમકીઓથી કંટાળીને ઘનશ્યામભાઈ ઇટાલીયા સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અજયભાઈ દુધાત, આશિષ માલવીયા અને તપાસમાં નીકળી આવે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.

36 Post