surat : માં અંબાની આરાધનાનો પર્વ એટલે નવલી નવરાત્રી ( navratri ) માં હાલ જાણે ગુજરાતમાં ( gujarat ) નરાધમોએ માસુમ દીકરીઓને શિકાર બનવવાની એક ચેઇન શરુ કરી છે. ત્યારે બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ ( gang rape ) બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ surat જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા ગુજરાતમાં આક્રોશ છે. માંગરોળના બોરસરાં ગામે વડોદરા પેટર્નથી 3 નરાધમોએ પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો બાદમાં એક બાદ એક સગીરાને પીંખી. પીડિતાના મિત્રએ જાણ કરતા ગ્રામજનોએ પહોંચી અર્ધ નગ્ન હાલતમાં પીડિતાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા. ઘટના બાદ પોલીસે ત્રણેય પરપ્રાંતિય આરોપીઓની ઓળખ કરી લીધી છે.
https://dailynewsstock.in/2024/10/07/surat-principle-student-teacher-police-arrest-school/
https://x.com/DailyNewsStock1/status/1843920343217648062
સામૂહિક દુષ્કર્મ મામલે માહિતી આપતા સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે ગઈકાલે રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરાં ગામની સીમમાં ખેતરમાં અવવારુ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. ત્યારે 3 શખસો અચાનક આવી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરેલાનું અને દુષ્કર્મનું પ્રયાસ કરવાની જાણ થતાં જ કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, પેરોલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. આ બનાવની તપાસ માટે 10થી વધારે ટીમ કામે લાગી છે. રાત્રે જ ડોગ સ્કવોડ અને FSL ટીમ પહોંચી ગઇ હતી.
surat : માં અંબાની આરાધનાનો પર્વ એટલે નવલી નવરાત્રી ( navratri ) માં હાલ જાણે ગુજરાતમાં ( gujarat ) નરાધમોએ માસુમ દીકરીઓને શિકાર બનવવાની એક ચેઇન શરુ કરી છે.
આ ઘટના ખૂબ જ સંવેદનશીલ હતી એટલે તમામ ટીમો મોડી રાત્રીથી જ કાર્યરત છે અને પોલીસ આ ઘટનામાં સઘન તપાસ કરી રહી છે. આ ઘટનામાં પીડિતા તેમજ તેના મિત્રને કોઈ ઈજા પહોંચી નથી, સામાન્ય બે-ત્રણ થપ્પડ મારી હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાનું મેડિકલ ચેકએપ પણ કરવામાં આવ્યું છે તેમજ નવા જે કાયદા છે BNS અને BNSS પ્રમાણે આ ઘટનામાં પોલીસ ખૂબ જ સંવેદનશીલતાથી અને ખૂબ જ ઝડપથી આ ગુનો ઉકેલાય તેમજ આમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને કડકમાં કડકમાં સજા થાય એ દિશામાં કાર્યવાહી કરી રહી છે.
કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા BNSની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે કારણે કે પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોન પણ આ 3 નરાધમો લઈ ગયા છે. 352, 351(3) આ તમામ કલમો BNSની તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસ ઈન્સપેક્ટર આ કેસમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર છે, તેમજ અલાયદી ટીમની રચના કરવામાં આવી છે. જેમાં Dy.SP આર.આર. સરવૈયા, કામરેજ ડિવીઝનના LCB PI, SOG PI, પેરોલ PI, AHTU PIની એક ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.
રાજ્યમાં હાલ નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નીકળે છે. ત્યારે વડોદરાના ભાયલીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો સુરત જિલ્લામાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ આરોપીને પકડવા માટે ડોગ સ્કવોડની મદદ લેવાઇ રહી છે. હાલ પીડિતાના પરિવારનાં નિવેદનો લેવાઈ રહ્યાં છે.