surat : ગુજરાતના ( gujarat ) યુવાનો હવે પર્વતારોહણ પ્રવૃતિમાં ધીમે ધીમે કાઠું કાઢી રહ્યા છે. તેવી જ એક સિદ્ધિ સુરત ( surat ) ના બંને એડવોકેટ ( advocate ) મિત્રો ( friends ) હરકિશન જયાણી અને અંકિત જાંજડિયા એ પ્રાપ્ત કરી છે. લદ્દાખ ( ladakh ) ના મારખા વેલીમાં આવેલ કાંગ યાત્સે-2 તથા ઝો-જોંગો નામના બે પર્વતો પર આરોહણ કરવામાં સફળતા મળી છે. બન્ને પર્વતોની ઉંચાઈ ૬૨૫૦ મીટર એટલે કે ૨૦,૫૦૦ ફૂટ છે. તેમની ટીમમાં કાંગ યાત્સે-2 નામના પર્વત પર ૮ સભ્યો હતા. જેઓએ તા.૧૭ ઓગષ્ટનાં રાત્રીના ૧૧ વાગ્યોને ૦૫ મિનિટે બેઝ કેમ્પ ( base camp ) પરથી આરોહણની શરૂઆત કરી હતી. અધવચ્ચે પહોંચતા સુધીમાં ટીમના ૫ (પાંચ) સભ્યોને ખરાબ હવામાન અને તેમના હેલ્થને ધ્યાને લઇ પરત થવું પડ્યું હતું. સતત ૩ દિવસથી ખરાબ હવામાન અને વરસાદ પડવાના કારણે આરોહણ થવાની શક્યતા નહિવત હતી. https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/navsari-caror-whale-fish-supreme-hotel/
રાત્રિના સમયે ટીમ લીડર નવીન રાણાએ વરસાદ બંધ થવાના કારણે આરોહણ કરવાનો નિર્ણય લીધો. જે એક મોટો સાહસિક નિર્ણય હતો. ખરાબ હવામાન અને માઇનસ – ૧૦ ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે તા.૧૮ ઓગષ્ટનાં સવારે ૮.૫૫ મીનીટે અમારી ટીમના માત્ર ૩ સભ્યો ટોચ પર ત્રિરંગો લેહરાવામાં સફળ રહ્યા હતા. ખૂબજ કાતિલ ઠંડી અને સતત સ્નો પડવાના કારણે આરોહણ કરવામાં મુશ્કેલી આવી રહી હતી અને આરોહણ સફળ થવાની કોઇ શક્યતા લાગી રહી ન હોવા છતા હિંમત હાર્યા વગર સતત ૧૦ કલાક આરોહણ કરી સફળતા પ્રાપ્ત કરી હતી. આરોહણ- અવરોહણ કરતા કુલ ૧૫ કલાકનો સમય લાગ્યો હતો અને બપોરના ૨ વાગ્યે બેઝ કેમ્પ ખાતે પરત ફર્યા હતા.
surat : ગુજરાતના ( gujarat ) યુવાનો હવે પર્વતારોહણ પ્રવૃતિમાં ધીમે ધીમે કાઠું કાઢી રહ્યા છે. તેવી જ એક સિદ્ધિ સુરત ( surat ) ના બંને એડવોકેટ ( advocate ) મિત્રો ( friends ) હરકિશન જયાણી
જ્યારે ઝો-જોંગો (ઈસ્ટ) નામના પર્વત પર આરોહણ માટે અમારી ટીમના કુલ ૮ માં થી ૪ સભ્યો જ તૈયાર થયા હતા બાકીના ૪ સભ્યો લેહ પરત ફરી ગયેલ. જેથી અમારી ટીમ બે ભાગમાં વિભાજિત થતા મોરલ થોડું ડાઉન થયેલ અને અભિયાન આગળ શરૂ રાખવું કે પડતું મૂકવું તે મુશ્કેલ નિર્ણય લેવાનો હતો પરંતુ અડગ મન સાથે અભિયાન શરૂ રાખવાનો નિર્ણય લઈને અમારી ટીમ તા. ૧૯ ના બેઝ કેમ્પ ખાતે પહોચી. જ્યારે તા. ૨૦ ની રાત્રિના ૧૦ વાગ્યે આરોહણ કરવા માટે ટીમ નીકળી હતી. જે સફળતા પૂર્વક આરોહણ કરી તા. ૨૧ ની સવારે ૪.૫૫ વાગ્યે પર્વતની ટોચ પર તિરંગો લહેરાવવામાં સફળ રહી હતી. ટીમના તમામ ૪ સભ્યો સફળ રહ્યા હતા. ટીમને માઈનસ ૧૭ થી ૧૮ ડિગ્રી તાપમાનમાં ખૂબજ કઠિન આરોહણ અવરોહણ કરવું પડ્યું હતું. કાંગ્યાત્સે ની સરખામણીમાં અહીંયા તાપમાન વધુ માઇનસમાં હતું. પરંતુ અડગ મન અને સાહસિક હિમ્મત ના કારણે સફળતા મળી હતી. આરોહણ -અવરોહણમાં કુલ ૧૧.૩૦ કલાકનો સમય લાગ્યો હતો અને ટીમ ૯.૩૦ સુધીમાં બેઝ કેમ્પ પરત ફરી હતી.
વ્યક્તિ ધારે તો શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા એડવોકેટ હરકિશન જયાણી જણાવે છે કે જ્યારે મેં ૨૦૨૧ માં એક શિખર પર સફળ આરોહણ કરી બીજામાં આરોહણ અભિયાન અધૂરું-પડતું મૂક્યું હતું ત્યારે જ નક્કી કર્યું હતું કે હું ફરી આવીશ અને એક સાથે બંને શિખરો સર કરીશ. જે માટે મેં સતત ૩ વર્ષ પ્રયત્ન કર્યા અને વર્ષ ૨૦૨૪ મિત્ર અંકિતનો સાથ મળવાથી સફળતા હાસિલ કરી.
આ સંપૂર્ણ અભિયાન કુલ ૧૩ દિવસમાં પૂર્ણ થયું હતું અને કુલ ૧૧૦ કિલોમીટર નું અંતર કાપ્યું હતું. આ અભિયાન પાછળનો એક હેતુ લોકોમાં અંગદાન માટે જાગૃતિ આવે તે સંદેશ દેશ-દુનિયાને આપવાનો હતો. વધુને વધુ લોકો અંગદાન કરે અને અન્યને નવજીવન પ્રદાન કરે.