surat : સરકાર ( goverment ) ના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ( prafulbhai panshuriya ) એ આજરોજ કામરેજ ( kamrej ) પંથકની મુલાકાત કરી હતી. તેઓએ ખરાબ રોડ-રસ્તાઓ સહિતના પ્રશ્નોને લઇને અધિકારીઓ તતડાવ્યા હતા. ઝડપથી કામો કરવા સૂચનો કર્યા અને કામો ન થયા તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવતા અધિકારીઓમાં સોપો પડી ગયો હતો.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/2024/09/02/stock-market-nifty-sensex-alltime-high-bse-trading/

કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા લોકોને પડતી હાલાકીઓને લઇને અવાર નવાર અધિકારીઓ સામે બાંયો ચઢાવતા હોય છે. કડક શબ્દોમાં સૂચનાઓ આપી કામો કરાવતા હોય છે. ત્યારે આજરોજ મંત્રી ( minister ) પ્રફુલ પાનસેરિયાએ કામરેજ અને નવાગામ વિસ્તારની આકસ્મિક મુલાકાત કરી હતી. કામરેજ ચારરસ્તા નજીક કેનાલ રોડ પર બિસ્માર રસ્તાઓને લઇને તલાટી સહિતના અધિકારીઓને આડેહાથ લઇને વાહન ચાલકોને રાહત થાય એ માટે તુરત કામગીરી કરવા જણાવ્યું હતું. સાથે હાજર સુડા વિભાગના અધિકારીઓ પણ દબાણને લઇને જરૂરી સૂચનો કર્યા હતા.

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામરેજ તાલુકા પંચાયત ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને ( project ) લઇને ઠેર ઠેર ખોદવામાં આવેલા રસ્તાઓને લઇને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. જેને લઇને તાપી શુદ્ધિકરણ વિભાગના અધિકારીઓને ટકોર કરી હતી. તેમજ વાહનચાલકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રસ્તાઓને ઝડપભેર મરામત કરવાના કાર્યને અગ્રતાક્રમ આપવા જણાવ્યું હતું. સાથે જ એક અઠવાડિયામાં લોકોના પ્રશ્નોને લઇને કામગીરી ન થઈ તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું પણ અધિકારીઓને જણાવી દીધું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નો-સમસ્યાઓને વાચા આપવી એ આપણી ફરજ છે. ત્યારે સંવેદનશીલ અભિગમ રાખી પ્રજાના પ્રશ્નોને ઝડપભેર નિવારવા જણાવ્યું હતું. શેરડી પકવતા ખેડૂતોની સિંચાઈની મુશ્કેલી નિવારવા સેવણી ડિવીઝનમાં વિજ પૂરવઠો આગામી ૨૪ કલાકમાં પૂર્વવત કરવા DGVCLના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.

42 Post