surat : શહેરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ ( police ) અને મહાનગરપાલિકા ( smc ) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના ( surat ) ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જે પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. આ કાર્યવાહી દરમિયાન બે બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.ગોડાદરા સિવાય પાંડેસરા, વરાછા અને લસકાણા ( laskana ) વિસ્તારમાં પણ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સમાન કાર્યવાહીઓ કરવામાં આવી. સત્તાવાળાઓએ એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા.

https://dailynewsstock.in/2025/03/20/blackmail-bardancer-businessman/
ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરી પર કાયદાનું વટહુકમ
પોલીસ ( police ) અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને ગોડાદરા વિસ્તારના berક્રાઇમ રેકોર્ડ ધરાવતા બુટલેગરો ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરી વિરુદ્ધ કડક પગલાં ભરાયા. ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહિત કુલ 9 ગુના નોંધાયેલા છે, જ્યારે મનજીત ચૌધરી વિરુદ્ધ પ્રોહિબિશન અને હત્યાના પ્રયાસ સહિત 8 ગુના નોંધાયેલા છે.
https://www.facebook.com/share/r/18D1WjRSyX/?mibextid=wwXIfr
ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચાલ્યું
આ બંને ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોએ ગોડાદરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કર્યા હતા. તંત્ર દ્વારા તેમની મિલકતને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરુવારે વહેલી સવારે ગોડાદરા પોલીસ અને surat મહાનગરપાલિકાની ટીમે ભેગા મળી આ બાંધકામો તોડી પાડવા માટે કામગીરી શરૂ કરી. સ્થળ પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
surat : શહેરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ ( police ) અને મહાનગરપાલિકા ( smc ) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના ( surat ) ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું,
એક જ દિવસમાં ત્રણ જગ્યાએ બુલડોઝર ફર્યું
surat ગોડાદરા સિવાય પાંડેસરા, વરાછા અને લસકાણા ( laskana ) વિસ્તારમાં પણ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સમાન કાર્યવાહીઓ કરવામાં આવી. સત્તાવાળાઓએ એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા.
શહેરમાં અસામાજિક તત્વો માટે દહેશત
surat શહેરમાં બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો માટે આ કાર્યવાહી એક મોટો સંદેશ છે. પોલીસ અને તંત્ર દ્વારા આ અભિયાનને સતત આગળ વધારવાની તૈયારી છે. ગોડાદરા, પાંડેસરા, વરાછા અને લસકાણા વિસ્તારમાં કાયદાના રાજની સ્થાપના માટે પોલીસ સતત પ્રયાસશીલ છે.
જાહેર જનતાને અપીલ
પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તંત્રને જાણ કરે. શહેરમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ દૂર કરવા માટે લોકોના સહયોગની જરૂર છે.
આ કાર્યવાહીને કારણે અસામાજિક તત્વો વચ્ચે દહેશત જોવા મળી રહી છે અને આ અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.
સુરતમાં આ સિવાય આજે રોગચાળો વકરી રહ્યો હોય એવું જણાય આવી રહ્યુ છે. મોટાભાગે નાના બાળકો હાલમાં ઝાડા-ઉલટી સહિતના રોગચાળામાં સપડાય રહ્યા છે, ત્યારે ચાર દિવસ પહેલા એક રત્નકલાકારના માસૂમ પુત્રનું ઝાડા-ઉલટી થયા બાદ મોત નીપજ્યું હતું. ત્યારબાદ ગત રાત્રે શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા વધુ એક શ્રમજીવી પરિવારના માસૂમ બાળકનું ઝાડા-ઉલટી થયા બાદ તેનું મોત નીપજયું હતું. પુત્રના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
નવાગામ ડીંડોલી ખાતે આવેલ બાલાજીનગરમાં રહેતા દેવાનંદકુમાર ઠાકુરના 3 વર્ષીય પુત્ર શિવમને ગઈકાલે ઝાડા ઉલટીઓ થઈ રહી હતી અને તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. જેથી, પરિવારજનો 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં સારવાર દરમિયાન માસૂમ શિવમનું મોત નીપજ્યું હતું. પુત્રના મોતને પગલે માતા-પિતા સહિત પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતાં.
શિવમના પિતા દેવાનંદ કુમારે જણાવ્યું હતું કે, તેઓ મૂળ બિહારના વતની છે અને હાલમાં શહેરના નવાગામ ડીડોલી વિસ્તારમાં રહે છે તેમજ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ બાળકો છે જે પૈકી શિવમનું ઝાડા-ઉલટી થયા બાદ મોત નીપજ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શિવમને ગઈકાલે ઝાડા-ઉલટી થઈ રહ્યા હતા અને તેની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ તેને 108માં સિવિલ લઈ ગયા હતા પણ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ત્રિલોક નગરમાં રહેતા રત્નકલાકાર ગણેશભાઈ કોળીના ત્રણ માસના પુત્ર ભાવિનને પણ ગત સોમવારે ઝાડ-ઉલ્ટી થયા બાદ તેની તબિયત ખરાબ થઈ હતી. જેથી, તેને વધુ સારવાર માટે મંગળવારે નવી સિવિલમાં ખસેડ્યા હતા. અહીં સારવાર કરમિયાન માસૂમ ભાવિનનું પણ મોત નીપજયું હતું. છેલ્લા 4-5 દિવસ દરમિયાન આ રીતે ઝાડા-ઉલટીમાં તબિયત લથડ્યા બાદ બે માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. જેથી કહી શકાય કે, શહેરમાં એક તરફ ગરમી અને તાપમાન વધી રહ્યું છે જ્યારે બીજી બાજુ રોગચાળો પણ વધતો હોય એવું લાગી રહ્યું છે. 4 દિવસમાં જ બે માસૂમના મોતથી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.